સ્માર્ટફોનના આ સેન્સર કરી શકે છે મોટા મોટા કામ, તમે પણ નહિ કર્યો હોય આ રીતે ઉપયોગ

0
7460

આજના ટેકનોલોજીના યુગમાં લગભગ દરેક વ્યક્તિ પાસે એક સામાન્ય વસ્તુ હોય તો એ છે સ્માર્ટફોન. આપણા દરેક પાસે સ્માર્ટફોન હોય છે, પરંતુ આપણે તેનાથી વધારે કામ લેતા નથી. કારણ કે કેટલાક લોકો પાસે વધારે તપાસ કરવાનો સમય હોતો નથી. તો કેટલાક લોકો સ્માર્ટ ફોન હોવા છતાં પણ વધારે જાણકારી રાખતા નથી. આજે મોટાભાગના દરેક કામ મોબાઈલથી સંભવ થઇ ગયા છે. છતાં પણ સ્માર્ટફોનની ખાસિયતોને બધા જાણતા નથી.

આ વાતને ધ્યાનમાં રાખીને આજે અમે તમારા માટે કંઈક ખાસ લઈને આવ્યા છીએ. આજે આપણે વાત કરીશું મોબાઈલો ફોનના સેંસર વિષે, જે તમારા ફોનમાં વાત કરતા સમયે તમારી બેટરી બચાવવાનું કામ કરે છે. કારણકે તે સમયે સ્ક્રીનની લાઇટને બંધ કરી દે છે. પરંતુ શું તમે જાણો છો કે મોબાઈલ સેન્સરથી તમે ઘણા સિક્રેટ કામ કરી શકો છો. જે વિષે તમને ખબર નથી. આના મદદથી તમે ફોનની બેટરી અને ડેટાને બચાવી શકો છો.

મિત્રો આ વાત લગભગ તમને ખબર નહિ હોય. પણ એક નાનકડી એપ ડાઉનલોડ કરીને તમે ઘણી વસ્તુઓને મેળવી શકો છો. આ માટે તમારે 22KB ની એપ ડાઉનલોડ કરવી પડશે. આનું નામ Proximity Service છે. આ એપને ફોનમાં ઇન્સ્ટોલ કર્યા પછી તમે ફોન સેન્સરથી ઘણા કામ કરી શકો છો.

એન માટે તમે સૌથી પહેલા એપને ગુગલ પ્લે સ્ટોરથી ડાઉનલોડ કરો. આ એપને યુઝર્સએ 4.5 ની રેટિંગ આપી છે. આ એપ એન્ડ્રોઇડ 4 કે એની ઉપરના વર્ઝન પર કામ કરે છે. સેન્સર વાળા ફોન્સમાં સ્ક્રીન ઉપર બે નાના ગોળ બનેલા હોય છે. જ્યાં સેન્સર લાગેલ હોય છે. એપ ને પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કર્યા પછી તમે આને ઓપન પર ટેપ કરીને એક્ટિવ કરી લો.

આ એપ પ્લે સ્ટોર માંથી ડાઉનલોડ કર્યા પછી પોતાનું કામ શરુ કરી નાખે છે. જેમ તમે યુટ્યુબ સોન્ગ સાંભળો છો. પરંતુ ફક્ત ગીત સાંભળવા માંગો છો અને સામાન્ય રીતે તેની સ્ક્રીન બંધ થતી નથી, અને બંધ કરવા જઈએ તો ગીત પણ બંધ થઇ જાય છે. યૂટ્યૂબ પર સ્ક્રીન ચાલુ જ રહે છે જેનાથી બેટરી અને ડેટા બંને ખર્ચ થાય છે. એવામાં ફક્ત ગીત સાંભળવું છે અને વિડિઓ બંધ કરવો હોય તો એવામાં તમે શું કરશો. પરંતુ આ એપ હોવાના કારણે ફોનની સેંસર પર હાથ રાખી દેવાથી તમારો યુ ટ્યુબનો ઓડિયો શરુ રહેશે. અને સ્ક્રીન ઓફ થઇ જશે. તમે ચાહોતો સેન્સર પર કોઈ કાગળનો ટુકડો પણ રાખી શકો છો.

ઉપરાંત તમે ઘણીવાર જોયું હશે, કે લોકો દ્વારા ફોન પર વાત કર્યા પછી સ્ક્રીનને ઓફ કર્યા વગર જ પોકેટમા નાખી દેવામાં આવે છે. જેના પછી ફોનની સ્ક્રીન ચાલુ રહી જાય છે. જેનાથી કોઈ પણ એપ ઓપન થઇ શકે છે. ઘણી વાર તો વિડિઓ કોલિંગ પણ થઇ શકે છે. જેનાથી મોટી સમસ્યા ઉભી થઇ શકે છે. સાથે આનાથી ડેટા અને બેટરી ખત્મ થઇ શકે છે અને તમને ખબર પણ પડતી નથી. પરંતુ આ એપમાં આ જ ખૂબી છે કે આ એપને ડાઉનલોડ કર્યા પછી જેમ જ ફોન પોકેટમા નાખશો તો ફોનની સ્ક્રીન ઓફ થઇ જશે. કારણ કે આમાં જ્યારે સેન્સર પર કોઈ વસ્તુ કે બંને વચ્ચે કંઈક આવી જાય છે તો સ્ક્રીન ઓફ થઇ જાય છે.