નમસ્કાર મિત્રો, તમારા બધાનું અમારા લેખમાં એકવાર ફરી સ્વાગત છે. આજના ભાગદોડ વાળા જીવનમાં વાળની યોગ્ય સારસંભાળ ન રાખવાના કારણે, અને સતત વધતા જતા પ્રદૂષણને કારણે માથાના વાળ અને પુરુષોની મુંછ અને દાઢીના વાળ ઘણા જલ્દી સફેદ થઇ જાય છે. આ બધી વાળની સમસ્યાઓ 10 લોકો માંથી 6 લોકોને હોય છે. અને આજકાલ તો યુવાનોને પણ આવી સમસ્યાઓ થવા લાગી છે.
વાળની આ બધી સમસ્યાઓમાં વાળ સફેદ થવાની સમસ્યા સૌથી વધારે જોવા મળે છે. કોઈના તો ઓછી ઉંમરમાં વાળ સફેદ થઇ જાય છે. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર મેલાનિન પિગમેન્ટ આપણા વાળને કાળા રાખે છે. વાળના મૂળના સેલ્સમાં પિગમેન્ટ હોય છે. જયારે મેલાનિન બનવાનું બંધ થઇ જાય છે કે ઘટી જાય છે, તો આવું થવાના કારણે વાળ સફેદ થવા લાગે છે.
એ સિવાય આપણે ખાનપાનમાં ધ્યાન રાખવું પડે છે. અને ટેન્સન ના કારણે પણ વાળ સફેદ થવાની સંભાવના રહે છે. તે જોઈને આજે અમે તમને એવા ઉપાય જણાવીશું, કે જેને અઠવાડિયામાં 2 વાર કરવાથી તમારા વાળ કુદરતી રીતે કાળા થવા લાગશે.
ઉપાય : 1
આ ઉપાય કરવાં માટે ગુલાબજળમાં થોડી ફટકકડી મિક્ષ કરો, અને તેને વાળમાં લગાવો. આમ કરવાંથી તમારા વાળ કાળા થવા લાગશે. કરિયાણાની દુકાનમાંથી 2 રૂપિયાની ફટકડી લઈને તમે આનો લાભ મેળવી શકો છો. એના માટે ગુલાબ જળમાં અડધી ચમચી ફટકડીનો પાઉડર મિક્ષ કરી લો. હવે તમે જ્યાં તમારા વાળ સફેદ હોય ત્યાં લગાવો. જો તમારા દાઢી કે મુંછના વાળ સફેદ થયા હોય તો ત્યાં પણ લગાવી શકો છો.
આ પેસ્ટ લગાવ્યા પછી તેને 30 મિનિટ પછી સારી રીતે ધોઈ લેવાની છે. આ ઉપાય અઠવાડિયામાં ઓછા માં ઓછું 2 વાર કરવાનો છે.
ઉપાય : 2
તમારા સફેદ વાળને કાળા કરવા માટે તમે ફુદીનાનો પ્રયોગ પણ કરી શકો છો. એના માટે દરરોજ સવારમાં ફુદીનાની ચા પીવાનું શરુ કરી નાખો. આનું પરિણામ તમને 6 અઠવાડિયામાં દેખાવા લાગશે.
મિત્રો, તમે ઉપર જણાવેલ બે ઉપાયથી તમારા સફેદ વાળને કુદરતી રીતે કાળા કરી શકો છો. અને આ ઉપાયમાં કોઈ પણ પ્રકારના કેમિકલનો ઉપયોગ થતો નથી, એટલે તમને એનાથી આડઅસર થવાની પણ શક્યતા રહેતી નથી.
જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.