લગ્નની ઉંમર પણ પૂરી થવા આવી ગઈ છે, છતાં પણ આ સુંદર અભીનેત્રો કુંવારી છે, જુઓ ફોટા

0
3382

આ હિરોઈનોની લગ્નની ઉંમર પૂરી થવા આવી છે, છતાં પણ હજી કુંવારી છે, તેમાંથી 2 તો સુપરહિટ હિરોઈનો છે.

આપણને બધાને ભલે આજ સુધી આ પ્રશ્નનો જવાબ મળ્યો ન હોય કે ‘સલમાન ખાનના લગ્ન કયારે થશે?’ પણ એક પ્રશ્ન બોલીવુડની એ હિરોઈનોને પણ પૂછવો જોઈએ જેમણે લગભગ ૪૦ વર્ષની ઉંમર થયા પછી પણ લગ્ન કર્યા નથી. બોલીવુડમાં આજે પણ એવી ઘણી હિરોઈનો છે જે લગ્નની ઉંમર થઇ ગયા પછી પણ હજુ સુધી કુંવારી છે. આમ તો જાય તો પણ થોડા વર્ષો માં છુટા છેડા સુધી વાત આવી જતી હોય છે. બોલીવુડમાં એવી ઘણી હિરોઈનોઓ છે જે લગ્નની ઉંમર હોવા છતાંપણ હજુ સુધી કુંવારી છે. તો આજે અમે તમને જણાવીશું કે લગ્નની ઉંમર પછી પણ બોલીવુડની કુંવારી હિરોઈનોમાં કઈ કઈ હિરોઈન આવે છે.

આજે પણ કુંવારી છે આ બોલીવુડની હિરોઈનો :

એ વાતમાં તો કોઈ શંકા નથી કે બોલીવુડ હિરોઈનો હમેશા જ પોતાના જીવનધોરણને લઈને સમાચારોમાં રહે છે. આ બોલીવુડ હિરોઈનોએ પોતાના કેરિયરમાં કોઈ મોટા કલાકારથી વધુ પ્રસિદ્ધી અને સફળતા મેળવી છે. અને બધુ જ મેળવવા છતાંપણ પોતાનું હજુ સુધી કુંવારું રહેવું ખરેખર નવાઈ પમાડે છે. આ બોલીવુડ હિરોઈનોએ કદાચ પોતાના આખા જીવનમાં એકલા રહેવાનું જ પસંદ કરેલ છે. તો આવો તમારી એવી જ હિરોઈનો સાથે મુલાકાત કરાવીએ જે લગ્નની ઉંમર પછી પણ કુંવારી છે પણ કદાચ ક્યારેક લગ્ન કરે એવી આશા છે.

અમીષા પટેલ :

આ યાદીમાં સૌથી પહેલું નામ આવે છે તે છે ‘કહોના પ્યાર હૈ’ ફિલ્મની જાણીતી હિરોઈન અમીષા પટેલનું. ઋત્વિક રોશન સાથે પોતાની કેરિયરની શરૂઆત કરનારી અમીષા પટેલ આજે પણ ઘણી જ સુંદર અને બોલ્ડ છે. તે આજ સુધી કુંવારી છે. તેનું જીવનધોરણ જોઈને કદાચ કહી શકાય છે કે અમીષા ક્યારે પણ લગ્ન નહિ કરે. અમીષા ઘણા સમયથી ફિલ્મોથી દુર છે તેમ છતાં તે હજુ લગ્નના મુડમાં નથી. તે ફિલ્મો કરતા પોતાના અંગત જીવનને લઈને ચર્ચામાં રહી છે.

રાઈમા સેન :

આ હિરોઈનને કદાચ ઘણા લોકો નહિ ઓળખતા હોય, તો તેમને જણાવી દઈએ કે રાઈમા એક બંગાળી હિરોઈન છે. રાઈમા સેન ઘણી સુંદર છે. સુંદરતા અને ટેલેન્ટ હોવા છતાંપણ તે બોલીવુડમાં વધુ સફળ નથી થઇ શકી. એવું નથી કે રાઈમાનું કોઈ સાથે અફેયર નથી થયું કે ક્યારેય તેનો કોઈ બોયફ્રેન્ડ નથી રહ્યો. છતાંપણ ક્યારેય તેના સબંધો લગ્ન સુધી નથી પહોંચી શક્યા. આ બોલીવુડની સુંદર હિરોઈનને હજુ સુધી સાચો જીવન સાથી નથી મળી શક્યો. હજુ સુધી પણ એમની શોધ ચાલુ છે.

તબ્બુ :

બોલીવુડ અભિનેત્રી તબ્બુને તો દરેક ઓળખે જ છે. તે બોલીવુડની સૌથી સારી હિરોઈન માનવામાં આવે છે. તબ્બુ આજે પણ ઘણી ફિલ્મોમાં પોતાના દમદાર અભિનયથી બધાને ચકિત કરી ચુકી છે. હાલમાં જ તે ગોલમાલ ફિલ્મની સીરીઝમાં જોવા મળી હતી. ત્યાર પછી તેની એક ફિલ્મ બીજી ‘અંધાધૂન’ આવી છે. ઓછા બજેટ વાળી આ ફિલ્મ સારો નફો કરી ચુકી છે. તબ્બુ આજે પણ ઘણી જ સુંદર છે અને ધારે તો કોઈપણ તેની સાથે લગ્ન કરી શકે છે. પણ તેને જોઇને એવું નથી લાગતું કે તે ક્યારેય લગ્ન કરવાનું પણ વિચારે છે. તમને જણાવી આપીએ કે તબ્બુની ઉંમર ૪૩ વર્ષ થઈ ગઈ છે.

સુષ્મિતા સેન :

સુષ્મિતા સેન મિસ યુનિવર્સ રહી ચુકી છે. તેમણે આ એવોર્ડ એશ્વર્યા રાયના મિસ વર્લ્ડનો એવોર્ડ જીત્યા પછી મેળવ્યો છે. પણ મિસ યુનિવર્સનો એવોર્ડ જીતનારી સુષ્મિતા સેન આજ સુધી કુંવારી છે. આમ તો સમયની સાથે સાથે સુષ્મિતા વધુ યુવાન થતી જઈ રહેલ છે. એમના દ્વારા સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવતા ફોટોમાં તે ઘણી હોટ જોવા મળે છે. આમ તો તેમના લગ્નને લઈને પણ હજુ પણ પ્રશ્ન થઇ રહ્યા છે.