મૃત્યુના મુખમાં પહોંચેલા વ્યક્તિઓને છેલ્લે કેવા પસ્તાવા રહી જાય છે વાંચી લો, કદાચ તમે સારું જીવી શકો

0
1939

ઓસ્ટ્રેલીયાની બ્રોની વેયર ઘણા વર્ષો સુધી કોઈ અર્થપૂર્ણ કામ શોધતી રહી. પરંતુ શેક્ષણિક યોગ્યતા અને અનુભવ ન હોવાને કારણે કામ ન મળી શક્યું. પછી તેમણે એક હોસ્પિટલની પૅલેટીવ(Palliative) કેર યુનિટમાં કામ કરવાનું શરુ કર્યું.

તે એક એવું યુનિટ હોય છે જેમાં ગંભીર રીતે બીમાર(Terminally ill) કે લાસ્ટ સ્ટેજ વાળા દર્દીઓને દાખલ કરવામાં આવે છે. અહિયાં મૃત્યુ સામે ઝઝૂમી રહેલા અસાધ્ય બીમારીઓ અને અસહનીય પીડાથી દુઃખી દર્દીઓના મેડીકલ ડોઝને ધીમે ધીમે ઓછો કરવામાં આવે છે, અને ગણતરીના આધારે તેમને આત્મબળ આપવામાં આવે છે અને એમની હિમ્મત દૃઢ કરવામાં આવે છે. જેથી તે એક શાંતિપૂર્ણ મૃત્યુને પામી શકે. બ્રોની વેયરે બ્રિટેન અને મિડલ ઈસ્ટમાં ઘણા વર્ષો સુધી દર્દીઓની કાઉંસલિંગ કરતા જોયું કે મરતા લોકોને કોઈને કોઈ વાતનો પસ્તાવો જરૂર હતો.

ઘણા વર્ષો સુધી સેંકડો દર્દીઓની કાઉંસલિંગ કર્યા પછી બ્રોની વેયરે મરી રહેલા દર્દીઓને થતો સૌથી મોટો પસ્તાવો કે ખેદમાં એક સમાન પેટર્ન જોઈ. જેમ કે આપણે સૌ તે સાર્વત્રિક સત્યથી માહિતગાર તો છીએ જ કે મરી રહેલા વ્યક્તિ હંમેશા સાચું બોલે છે. તેમની કહેલી એક એક વાત ઇપિફનિ એટલે કે, ઈશ્વરની વાણી જેવી હોય છે. મરી રહેલા દર્દીઓના ઇપિફનિસને બ્રોની વેયરે ૨૦૦૯માં એક બ્લોગ તરીકે રેકોર્ડ કર્યા.

પાછળથી તેમણે પોતાના અનુભવોને એક પુસ્તક “THE TOP FIVE REGRETS of the DYING” ના રૂપમાં પબ્લીશ કરી. છપાતા જ તે વિશ્વમાં સૌથી વધુ વેચાતું પુસ્તક સાબિત થયું અને અત્યાર સુધી તે લગભગ ૨૯ ભાષાઓમાં છપાઈ ગયું છે. આખી દુનિયામાં તેને ૧૦ લાખથી પણ વધુ લોકોએ વાંચ્યુ છે અને એનાથી પ્રેરિત થયા છે. બ્રોની દ્વારા લખવામાં આવેલા પાંચ સૌથી મોટા પસ્તાવા સંક્ષિપમાં આ મુજબ છે.

૧. “કદાચ હું બીજાના કહ્યા અનુસાર ન જીવીને પોતાના અનુસાર જીવન જીવવાની હિંમત કરી શક્યો હોત.”

આ સૌથી વધુ સામાન્ય પસ્તાવો હતો. તેમાં એ પણ શામેલ હતું કે, જ્યાં સુધી આપણે એ અનુભવ કરી શકીએ કે, સારું આરોગ્ય જ આઝાદીથી જીવવાનો રસ્તો પૂરો પાડે છે, ત્યાં સુધી તે હાથમાંથી નીકળી ચુક્યો હોય છે.

૨. “કદાચ મેં આટલી સખત મહેનત ન કરી હોત.”

બ્રોનીએ જણાવ્યું કે, તેમણે જેટલા પણ પુરુષ દર્દીઓના ઉપચાર કર્યા લગભગ બધાને એ પસ્તાવો હતો કે, તેમણે પોતાના સંબંધોને સમય ન આપ્યો. અને એને એમણે પોતાની ભૂલ ગણાવી. મોટાભાગના દર્દીઓનો પસ્તાવો હતો કે, તેમણે પોતાના મોટાભાગનું જીવન પોતાના કાર્યસ્થળ ઉપર પસાર કરી નાખ્યું. તેમાંથી દરેકે કહ્યું કે, તે થોડી ઘણી સખત મહેનત કરીને પોતાના માટે અને પોતાના ઘરના લોકો માટે સમય કાઢી શકતા હતા.

૩. “કદાચ હું મારી લાગણીનો સ્વીકાર કરવાની હિંમત કરી શકયો હોત.”

બ્રોની વેયરે જાણ્યું કે ઘણા બધા લોકોએ પોતાની ભાવનાઓને એટલા માટે દબાવી દીધી હતી, કે જેથી શાંતિ જળવાઈ રહે. પરિણામ સ્વરૂપે તેમને સામાન્ય પ્રકારનું જીવન જીવવું પડ્યું, અને તે જીવનમાં પોતાની વાસ્તવિક યોગ્યતા મુજબ સ્થાન ન બનાવી શક્યા. તે વાતના રંજ અને અસંતોષને કારણે તેમને ઘણી બીમારીઓ થઇ ગઈ.

૪. “કદાચ હું મારા મિત્રોના સંપર્કમાં રહ્યો હોત.”

બ્રોનીએ જોયું કે હંમેશા લોકોના મૃત્યની નજીક પહોંચવા સુધી એમને જૂની મિત્રતાના પુરા ફાયદાનો વાસ્તવિક અનુભવ જ થયો ન હતો. મોટાભાગના લોકો તો પોતાના જીવનમાં એટલા ગૂંચવાઈ ગયા હતા કે, તેમની ઘણા વર્ષો જૂની ‘ગોલ્ડન ફેન્ડશીપ’ તેના હાથમાંથી નીકળી ગઈ હતી. તેમને દોસ્તી માટે અપેક્ષિત સમય અને દબાણ ન આપવાનો ઊંડો અફસોસ હતો. દરેક વ્યક્તિ મરતી વખતે પોતાના મિત્રોને યાદ કરી રહ્યા હતા.

૫. “કદાચ હું મારી ઈચ્છા મુજબ સ્વયંને ખુશ રાખી શક્યો હોત.”

સામાન્ય આશ્ચર્યની આ એક ઘણી જ મહત્વની વાત સામે આવી કે, ઘણા લોકોને જીવનના અંત સુધી એ ખબર જ ન પડી કે આનંદ પણ એક પસંદગી છે. આપણે એ ન ભૂલવું જોઈએ કે, ખુશી વર્તમાનની પળમાં છે.