જુઓ 1542 ફૂટ ઊંચું પાણીનું ઊંધું ઝરણું, આ છે પ્રકૃતિનો અદ્દભુત નજારો

0
606

આખી દુનિયાના લોકો સુંદર ઝરણાં જોવા માટે ન જાણે ક્યાં-ક્યાં જાય છે. અને દરેક જગ્યાએ તેમને જોવા મળે છે કે, કોઈ સુંદર વાદિઓમાં સફેદ ઝરણું ઘણી ઊંચાઈએથી ઉપરથી નીચે પડી રહ્યું છે. પણ હાલમાં એક ટ્વીટ આવી છે, જેમાં જોવા મળે છે કે, પાણીનું ઝરણું ઊંધું વહી રહ્યું છે, એટલે કે પાણી ઉપરથી નીચે નહિ, નીચેથી ઉપર જઈ રહ્યું છે. તે પણ ધરતીની ગુરુત્વાકર્ષણ શક્તિથી વિરુદ્ધ. આ અદ્દભુત પ્રાકૃતિક નજારો હંમેશા જોવા નથી મળતો. આવો જાણીએ આ ઊંધા ઝરણાં વિષે. તેનો વિડીયો તમને લેખના અંતમાં જોવા મળશે.

આ ઊંધું ઝરણું જોવા મળ્યું છે, ડેનમાર્કના ફૈરો આઇલેન્ડ (Faroe Island) ના સમુદ્ર કિમારે. વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે, અહીં વાતાવરણ ઘણું ખરાબ છે. સમુદ્રમાં ઊંચી ઊંચી લહેરો ઉઠી રહી છે. આ વચ્ચે એક ક્લિફ (સમુદ્ર કિનારે પથ્થરથી બનેલી ઊંચાઈ વાળી જગ્યા) ના કિનારા પરથી એક સફેદ રંગની ધાર ઉપર ઊડતી જોવા મળે છે. જે ધીમે ધીમે કિલફની ઉપર આવે છે.

આ વિડીયોને બનાવ્યો છે 41 વર્ષના સૈમી જેકબસને જે ફૈરો આઇલેન્ડના સુઓરોયના બેનીસુવોરો ક્લિફ પાસે સમુદ્રનો નજારો જોવા ગયા હતા. ત્યારે તેમને આ અદ્દભુત નજારો જોવા મળ્યો અને તેમણે આને કેમેરામાં કેદ કરી લીધો.

વિડીયોમાં જે બેનીસુવોરો ક્લિફ દેખાઈ રહ્યો છે તે 470 મીટર (લગભગ 1542 ફૂટ) ઊંચો છે. આ ઊંધું ઝરણું સમુદ્રમાંથી ઉઠીને 1542 ફૂટ ઉંચે ક્લિફની ઉપર આવતું દેખાઈ રહ્યું છે. આ વિડીયો લગભગ 26 સેકન્ડનો છે. પણ આ 26 સેકંડમાં પ્રકૃતિનો અદ્દભુત નજારો અને પ્રકૃતિની શક્તિ જોવા મળી જાય છે.

વિજ્ઞાનની ભાષામાં તેને વોટર સ્પાઉટ (જળસ્તંભ) કહે છે. તે ત્યારે બને છે જયારે પાણી સી વોર્ટેક્સ (Sea Vortex) એટલે કે સમુદ્રી વમળમાં ફસાઈને ઉપર ઉઠવા લાગે છે. આ એવું જ હોય છે જેવું ટોર્નેડો (વાવાઝોડા) માં ફસાઈને વસ્તુઓ ઉપર ઉઠવા લાગે છે. જ્યાં સુધી સમુદ્રી વમણ બનતી રહે છે, ત્યાં સુધી પાણી નીચેથી ઉપર જતું રહે છે.

આ વિડીયોને યુરોપિયન યુનિયન એક્સટ્રીમ વેધર નામના ટ્વીટર હેન્ડલ પરથી સોશિયલ મીડિયા પર શેયર કરવામાં આવ્યું છે. તેમાં યુરોપિયન હવામાન વિભાગના વૈજ્ઞાનિક ગ્રેગ ડ્યૂહસ્ટે જણાવ્યું કે, આ એક વાવાઝોડું હતું જે પાણીને ઉપર લાવી રહ્યું હતું. એટલે આ ઝડપથી બને છે અને જલ્દી જ ખતમ થઈ જાય છે.

વિડીયોમાં જુઓ કે કઈ રીતે પાણીનું ઝરણું ઝડપથી નીચેથી ઉપર ગયું, એટલે કે ઊંધું વહેતુ પાણીનું ઝરણું જુઓ.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.