ઊંધી કરીને રાખો છો તાવડી, તો આજ જ બદલી નાખો આ આદત, થઇ શકે છે નુકશાન

0
1080

નમસ્કાર મિત્રો, તમારા બધાનું અમારા લેખમાં એકવાર ફરી સ્વાગત છે. મિત્રો દરેક ઘરમાં તાવડીનો ઉપયોગ તો થાય છે. તેને આપણે તવો પણ કહીએ છીએ. અને તમે સારી રીતે જાણો છો કે, તે રસોડામાં ઉપયોગમાં લેવાતી સૌથી જરૂરી વસ્તુ છે. તાવડી પર જ આપણા ઘરના સભ્યોના ખાવા માટે રોટલી બનાવવામાં આવે છે, જેનાથી ઘરના લોકોનું પેટ ભરાય છે.

તમારી જાણકારી માટે જણાવી દઈએ કે, તમે ઘરમાં કઈ રીતે તાવડીનો ઉપયોગ કરો છો, એની સીધી અસર તમારા અને તમારા ઘરના સભ્યો પર પડે છે. જો તમે પોતાના ઘરમાં તાવડીને સારી રીતે રાખો છો, તો તમારા જીવનમાં ધન અને ખુશીઓની ક્યારેય કમી નહિ થાય. પણ તમે એવું નથી કરતા એની ખરાબ અસર તમારા ઘર અને ઘરના સભ્યો પર પડે છે. સાથે જ જણાવી દઈએ કે, તાવડી રાહુ ગ્રહનું પ્રતિનિધિત્વ કરે છે. એટલા માટે એને ગંદી રાખવાથી રાહુનો ખરાબ પ્રભાવ તમારા જીવન પર પડી શકે છે.

આવો તમને જણાવીએ કે તમારે તાવડીનો ઉપયોગ કરતા સમયે અને પછી કઈ કઈ વાતોનું ધ્યાન રાખવું જોઈએ.

1. ઘણા લોકો સવારે ઉપયોગમાં લીધેલા વાસણને કપડાથી સાફ કરીને એમાં ફરીથી રોટલી બનાવે છે, પરંતુ વાસ્તુ અનુસાર આ ખોટું છે. એમ કરવાથી માં અન્ન પૂર્ણા રિસાઈ જાય છે. અને સાથે જ ઘરની બરકત રોકાઈ જાય છે.

2. ઘણા લોકો રોટલી શેકયા પછી એના પર જ શાક પણ ગરમ કરે છે, પરંતુ એનાથી વાસ્તુદોષ લાગે છે. એનાથી બચવા માટે તાવડીને ધોયા પછી એનો ઉપયોગ કરો, અથવા તાવડી પર પહેલા થોડું મીઠું નાખીને ત્યારબાદ શાક ગરમ કરો. એનાથી વાસ્તુદોષ નહિ લાગે.

3. ઘણા બધા લોકો વાસણ ધોયા પછી તાવડીને સૂકવવા માટે રસોડા પર ઉંધી મૂકે છે, પણ એવું કરવાથી તમારું ભાગ્ય પ્રભાવિત થાય છે. એનાથી તમારા બનતા કામ બગડી શકે છે. સાથે જ ઘરમાં અન્ન અને ધનની કમી થઇ શકે છે.

4. તાવડીને ધોતા સમયે ક્યારેય પણ એના પર અણીદાર કે ધારદાર વસ્તુથી ઉઝરડા પાડવાના નથી, એનાથી દરિદ્રતા આવી શકે છે. એને ધોવા માટે પહેલા એને પાણીમાં બોળો અને ત્યારબાદ જ ધોવો.

5. કઢાઈમાં ખાવાનું ખાવું જોઈએ નહિ. એના વિષે કદાચ બધાને ખબર જ હશે, પણ શું તમને ખબર છે? કે તાવડી પર પણ ખાવાનું નહિ ખાવું જોઈએ. એનાથી માં અન્નપૂર્ણા નારાજ થાય છે. એ કારણે ઘરમાં અન્નની કમી થાય છે અને સંપન્નતા જતી રહે છે.

6. ઘણા બધા લોકો ખાવાનું બનાવ્યા પછી ખાલી તાવડીને ગેસ પર મૂકી રાખે છે, પણ તે ખોટું છે. એનાથી ઘરમાં નિર્ધનતા આવે છે.

7. તાવડીને ગેસ પરથી હટાવતા સમયે એના પર રોટલી મૂકીને જ ઉતારો. એવું કરવાથી વાસ્તુ દોષ નહિ લાગે. એનાથી ઘરમાં સમૃદ્ધિ પણ આવશે.

8. ખાવાનું બનાવતા સમયે અને એ પછી તાવડીને હંમેશા ગેસની જમણી તરફ મુકવી જોઈએ. એનાથી ઘરમાં ધન ધાન્યની વૃદ્ધિ થાય છે. જયારે ડાબી બાજુ તાવડી મુકવાથી ધનનો નાશ થાય છે.