કોલકાતા મેટ્રો : ભારતમાં પહેલી વખત પાણીની નીચે ચાલશે ટ્રેન, જાણો વધુ વિગત

0
1454

હાલના સમયમાં આધુનિક ટેકનોલોજી ઘણી વિકસી રહી છે, જેનો એક તાજો દાખલો છે જે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ. ભારતમાં પહેલી વખત નદીની નીચે ટ્રાન્સપોર્ટ ટનલ બનાવવામાં આવી રહી છે. અહિયાં આવવા અને જવાની લાઈન ઉપર બે સુરંગ બનાવવામાં આવી રહી છે. સુરંગને પાણીના દબાણથી બચાવવા માટે ૩ પ્રકારના સુરક્ષા કવચ બનાવવામાં આવ્યા છે. આ સુરંગમાં ૮૦ કી.મી. પ્રતિ કલાકની ઝડપથી મેટ્રો ટ્રેન પસાર થશે.

જો તમે નદીની નીચે રેલ યાત્રા કરવા માંગો છો, તો વહેલી તકે જ તમારી આ ઈચ્છા પૂરી થઇ શકે છે. ભારતમાં નદી નીચે ચાલવા વાળી પહેલી મેટ્રો રેલ્વે લાઈનનું કામ લગભગ પૂરું થઇ ગયું છે. કોલકાતા મેટ્રો આ નવી લાઈનની ફેઝ-૧ ઉપર ટૂંક સમયમાં જ મેટ્રો સેવા શરુ થવા જઈ રહી છે.

સોલ્ટ લેક સેક્ટર-૫ થી સોલ્ટ લેક સ્ટેડીયમ એટલે લગભગ પાંચ કી.મી. લાંબી આ મેટ્રો લાઈન ઉપર કમિશ્નર રેલ્વે સેફટીની તપાસ મંગળવારે પૂરી થઇ ગઈ છે. આશા રાખવામાં આવે છે કે વહેલી તકે જ તેને મંજુરી મળી જશે. ત્યાર પછી આ વિભાગ ઉપર મેટ્રોની સેવાઓ સામાન્ય લોકો માટે શરુ કરવામાં આવશે.

નદીના તળિયાની નીચેથી પસાર થશે મેટ્રો :

કલકતા મેટ્રોનો ઈસ્ટ-વેસ્ટ પ્રોજેક્ટ લગભગ ૧૬ કી.મી. લાંબો છે જે સોલ્ટ લેક સ્ટેડીયમથી હાવડા મેદાન સુધી ફ્લાયેલો છે. સોલ્ટ લેક સેક્ટર-૫ થી સોલ્ટ લેક સ્ટેડીયમ વચ્ચે આ લાઈન ઉપર કરુણામયી, સેન્ટ્રલ પાર્ક, સીટી સેન્ટર અને બંગાલ કેમિકલ મેટ્રો સ્ટેશન રહેલા છે. કલકતા મેટ્રો ભારતીય રેલ્વેની સત્તા હેઠળ આવે છે અને રેલ્વે આ આખા પ્રોજેક્ટ ઉપર ૮૫૭૨ કરોડ રૂપિયા ખર્ચ કરી રહી છે.

આ લાઈન ઉપર ભારતમાં પહેલી વખત નદીની અંદર ટ્રાન્સપોર્ટ ટનલ બનાવવામાં આવી રહી છે. અપ અને ડાઉન લાઈન ઉપર અહિયાં બે સુરંગો બનાવવામાં આવી છે, જે લગભગ ૧૪ કી.મી. લાંબી છે. અહિયાં હુગલી નદીની પહોળાઈ લગભગ ૫૨૦ મીટર છે અને આ નદીના તળિયા નીચે થઈને મેટ્રો પસાર થશે.

આ ભોંયરું બનાવવામાં રૂસ અને થાઈલેન્ડના નિષ્ણાંતોની સલાહ લેવામાં આવી છે. આ ભોંયરાના પાણીના પ્રવાહને અટકાવવા માટે દુનિયાની સૌથી ઉત્તમ ટેકનીકનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેને પાણીના પ્રવાહથી બચાવવા માટે ૩ પ્રકારના સુરક્ષા કવચ બનાવવામાં આવ્યા છે. આ ભોંયરામાં ૮૦ કી.મી. પ્રતિ કલાકની ઝડપથી મેટ્રો ટ્રેન દોડી શકશે.

ઝડપથી થઇ રહ્યું છે કામ :

આ પ્રોજેક્ટ ઉપર વર્ષ ૨૦૦૯થી કામ ચાલી રહ્યું છે. હાલમાં રેલમંત્રી પિયુશ ગોયલના કાર્યાલયમાં પણ આ કામ ઝડપથી થઇ રહ્યું છે. આશા રાખવામાં આવી રહી છે કે, ૨૦૨૧માં આ સંપૂર્ણ લાઈન શરુ થઇ જશે. આ લાઈન ઉપર ભારતીય રેલ્વેના હાવડા અને સીયાલદાહ સ્ટેશન આવેલા હશે. રેલ્વેને આશા છે કે વર્ષ ૨૦૩૫ સુધી રોજના લગભગ ૧૦ લાખ લોકો કોલકાતા મેટ્રોની આ લાઈનનો ઉપયોગ કરી શકશે.

મિત્રો, જો તમને અમારો આ લેખ પસંદ આવ્યો હોય, તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તેમજ તમે તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો એ તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરીને લોકો સુધી પહોંચાડી શકીએ. અને ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશની જાણકારી, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

આ માહિતી ન્યુઝ 18 અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.