વાસ્તુના નિયમોને આવી રીતે સમજો, પછી ક્યારેય નહિ થાય ધન હાનિ.

0
3903

જીવનમાં વાસ્તુનું ઘણું જ મહત્વ છે, અને તે મુજબ જ જો દરેક કામ કરવામાં આવે, તો જીવન આનંદમય પસાર થઇ શકે છે.

વાસ્તુશાસ્ત્રમાં દિશાઓનું મહત્વ :

મકાન બનાવરાવતી વખતે કે ફ્લેટ ખરીદતા સમયે વાસ્તુના નિયમોનું પાલન જરૂર કરવું જોઈએ. ઘરનું વાસ્તુ સારુ હશે તો ઘરમાં સુખ સમૃદ્ધી અને શાંતિ રહેશે. તેમજ વાસ્તુદોષ થવાથી જીવનમાં અનેક પ્રકારની મુશ્કેલીઓ અને અડચણો જળવાઈ રહે છે. તો આવો જાણીએ કે આપણા ઘરનું વાસ્તુ કેવું હોવું જોઈએ?

વાસ્તુ મુજબ ઘરનો મુખ્ય દરવાજો (પૂર્વ અને ઉત્તર દિશામાં) :

પૂર્વ દિશા સૂર્યોદયની દિશા હોવાને કારણે તે તરફથી સકારાત્મક અને ઉર્જાથી ભરેલા કિરણો ઘરમાં પ્રવેશ કરે છે. ઘરના માલિકના લાંબા આયુષ્ય અને સંતાન સુખ માટે ઘરના મુખ્ય દરવાજા અને બારીઓ માત્ર પૂર્વ કે ઉત્તર દિશામાં હોવા શુભ માનવામાં આવે છે.

વાસ્તુ મુજબ ઘરનું પૂજા ઘર (ઉત્તર-પૂર્વ દિશામાં) :

ઘરમાં પૂજાનું સ્થાન સૌથી મુખ્ય હોય છે. વાસ્તુ મુજબ દેવી-દેવતાઓ માટે ઉત્તર-પૂર્વની દિશા સારી માનવામાં આવે છે. આ દિશામાં પૂજા ઘર સ્થાપિત કરો. પૂજાઘર સાથે જોડાયેલા કે એની ઉપર નીચેના માળ ઉપર શૌચાલય કે રસોડું ન હોવું જોઈએ. ‘ઇશાન દિશા’ ના નામથી ઓળખવામાં આવતી દિશા ‘જળ’ ની દિશા હોય છે. આ દિશામાં બોરિંગ, સ્વીમીંગ પુલ, પૂજાસ્થળ વગેરે હોવા જોઈએ. ઘરના મુખ્ય દરવાજાનું એ દિશામાં હોવું વાસ્તુની દ્રષ્ટીએ ઘણું શુભ માનવામાં આવે છે.

વાસ્તુ મુજબ ઘરનું રસોડું (દક્ષીણ-પૂર્વ દિશામાં) :

રસોડા માટે સૌથી શુભ સ્થાન આગ્નેય ખૂણો એટલે દક્ષીણ-પૂર્વ દિશા છે. આ દિશામાં રસોડાનું સ્થાન હોવાથી પરિવારના સભ્યોનું આરોગ્ય સારું રહે છે. આ ‘અગ્નિ’ની દિશા છે એટલા માટે તેને આગ્નેય દિશા પણ કહે છે. આ દિશામાં ગેસ, બોયલર, ઈન્વર્ટર વગેરે હોવા જોઈએ. આ દિશામાં ખુલ્લા ભાગ એટલે કે બારી, દરવાજા ન હોવા જોઈએ. તે ઉપરાંત ઉત્તર-પશ્ચિમ દિશામાં પણ રસોડું ન બનાવવું સારું રહે છે.

વાસ્તુ મુજબ બેડરૂમની દિશા (દક્ષીણ-પશ્ચિમ કે ઉત્તર-પશ્ચિમ દિશા) :

બેડરૂમ મકાનમાં દક્ષીણ-પશ્ચિમ કે ઉત્તર-પશ્ચિમ દિશામાં હોવા જોઈએ. બેડરૂમમાં બેડ સામે અરીસો અને દરવાજા સામે પલંગ ન રાખો. પથારી ઉપર સુતી વખતે પગ દક્ષીણ અને પૂર્વ દિશામાં ન હોવા જોઈએ. ઉત્તર દિશા તરફ સુવાથી આરોગ્ય લાભ અને આર્થિક લાભની શક્યતા રહે છે.

વાસ્તુ મુજબ મહેમાન માટે ગેસ્ટ રૂમ (ઉત્તર-પૂર્વ કે ઉત્તર-પશ્ચિમ દિશામાં) :

મહેમાનો માટે ગેસ્ટ રૂમ ઉત્તર-પૂર્વ કે ઉત્તર-પશ્ચિમ દિશામાં હોવો જોઈએ. વાસ્તુ મુજબ આ દિશામાં મહેમાનો માટે રૂમ હોવો ઉત્તમ માનવામાં આવે છે. ગેસ્ટ રૂમને પણ દક્ષીણ-પશ્ચિમ દિશામાં ન બનાવવું જોઈએ.

વાસ્તુ મુજબ ટોયલેટની દિશા :

ટોયલેટનું દક્ષીણ-પશ્ચિમ ખૂણામાં એટલે કે પશ્ચિમ દિશાની મધ્યમાં હોવું શુભ માનવામાં આવે છે.

વાસ્તુ મુજબ અભ્યાસના રૂમની દિશા :

વાસ્તુમાં પૂર્વ, ઉત્તર, ઇશાન અને પશ્ચિમની મધ્યમાં અભ્યાસ રૂમ બનાવવો શુભ રહે છે. અભ્યાસ કરતી વખતે દક્ષીણ અને પશ્ચિમની દીવાલને અડીને પૂર્વ અને ઉત્તર તરફ મોઢું રાખીને બેસવું જોઈએ.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.