આ ગામ વસ્યું છે જમીનની અંદર, જેમાં જમીનની અંદર જ છે હોટેલ, ચર્ચ, સ્પા, પબ, કસીનો દરેક સુવિધા

0
1065

નમસ્કાર મિત્રો, તમારા બધાનું અમારા લેખમાં સ્વાગત છે. મિત્રો તમે અલગ ગામોની મુલાકાત લીધી હશે. એમાં તમે જોયું હશે કે દરેક ગામની અલગ વિવિધતા હોય છે. પણ આજે અમે તમને એક એવા ગામ વિષે જણાવવા જઈ રહ્યા છીએ, જે જમીનની અંદર વસ્યું છે. આ વાંચવામાં થોડું વિચિત્ર લાગતું હશે. પરંતુ આ વાત સાચી છે.

મિત્રો, જો તમે ક્યારેક ઓસ્ટ્રેલિયાનો ઇતિહાસ જોશો, તો તમને જાણવા મળશે કે બ્રિટિશ રાજ દરમિયાન અહીંયા કેદીઓને એટલે કે ગુનેગારોને અહીંયા મોકલવામાં આવતા હતા. એનાથી જોડાયેલું છે ઓસ્ટ્રેલીયાનો કૂબર પેડી (Coober Pedy).

જણાવી દઈએ કે, આજે પણ લોકો અહીંયા જમીનના નીચે રહે છે. તમને કદાચ આ વાત જાણીને નવાઈ લાગી રહી હશે, અને કદાચ તમને વિશ્વાસ ન થઈ રહ્યો હોય. તો તમારે આ લેખને અંત સુધી વાંચવાની જરૂર છે. પછી તમને પણ આ વાત પર વિશ્વાસ આવી જશે.

તમે જો આ જગ્યાને દૂરથી જોશો, તો આ જગ્યા પર માટીનો સંગ્રહ કરેલો હોય એવી લાગશે. પણ હકીકતમાં આ જમીનના નીચે મહેલોની જેમ ઘરો બનેલા છે. અહિયાં જમીનના નીચે લગભગ 3500 લોકો રહે છે. આ જગ્યા એડિલેટથી લગભગ 850 કિલોમીટર દુર છે.

અહીંયા 60 ટકાથી વધારે ઘર જમીનના નીચે બનેલા છે. આ ઘરને બનાવવાની શરૂઆત 1915 થી થઈ હતી. તેના કરતા પહેલા અહીંયા દુધિયા પથ્થરની ખાણ હતી. જયારે આ ખાણનું કામ બંધ થયું તો આ ખાલી પડેલ ખાણમાં લોકોએ પોતાનો ઘર બનાવી નાખ્યા.

આ ગામનું નામ કૂબર પેડી (Coober Pedy) એટલા માટે પડ્યું છે, કારણ કે અહીંયા જે પથ્થર મળે છે તેને ઓપલ કહેવામાં આવે છે. એટલે કે તેને કબૂર પેડી (Coober Pedy) કહેવામાં આવે છે. તમને આ બહુમૂલ્ય પથ્થર વિશ્વમાં ફક્ત આજ ગામમાં જોવા મળે છે.

જો વાસ્તુના હિસાબથી જોવા જઈએ તો અહીંના બધા ઘર સુંદર અને પ્રભાવશાળી છે. જામીનના નીચે વસેલ આ ગામમાં ઘણી બધી સુવિધા જોવા મળે છે. અહીંયા તમને હોટેલ, ચર્ચ, સ્પા, પબ, કેસીનો અને અનેક મ્યુઝીયમ પણ જોવા મળશે.

અને અહીના ઘરો જમીનની અંદર બનેલા હોવાને કારણે પ્રવાસીઓનું અહીંયા આવવા જવાનું શરુ જ રહે છે. અને એટલું જ નહિ, અહીંયા તો ઘણી બધી ફિલ્મોની શુટિંગ કરવામાં આવી છે. અને આ જગ્યા કોઈ અજુબાથી ઓછી નથી. ફરવા માટે પણ આ જગ્યા ઘણી સારી છે, અહીં લોકોને પોતાની આસપાસના વાતાવરણથી એકદમ અલગ જ અનુભવ થાય છે. તેમજ અહીંના ઘરોમાં ગરમીમાં એસી કે ઠંડીમાં હીટરની પણ જરૂર નથી પડતી.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.