મિત્રની વાતથી એટલું તે લાગી આવ્યું કે કેનેડાથી પંજાબ પાછા આવ્યા કાકા-ભત્રીજા, પછી જે થયું, ખલાસ…

0
342

ખોટું એવું તે લાગ્યું કાકા ભત્રીજાને એમના મિત્રની વાતનું કે ઉપાડ્યું આવું પગલું અને પછી જે થયું… પંજાબના લુધિયાણા જીલ્લાના ફૂલ્લેવાલ ગામની સ્થિતિ ઘણી દયનીય હતી, પરંતુ આજે તે પ્રદેશના પ્રગતિશીલ ગામોમાં જોડાયેલું હોય છે. તે થયું છે કાકા-ભત્રીજાની જોડીને કારણે. બંનેનો કેનેડામાં સારો એવો વેપાર હતો, પરંતુ ગામની સ્થિતિને લઈને એક મિત્રએ એવી વાત કહી જે ઇન્દ્રજીત સિંહ સેખોંને ખૂંચી ગઈ અને તે બધું છોડીને ગામ આવી ગયા. ત્યારબાદ ભત્રીજો સન્ની સેખોં પણ કેનેડા છોડીને ગામ આવી ગયો. ત્યારબાદ તેઓ ગામની છબી બદલવામાં લાગી ગયા. ગામ વાળાએ પહેલા કાકાને વિરોધ વગર સરપંચ ચૂંટ્યા, પછી ભત્રીજાને આ જવાબદારી સોંપી છે.

કેનેડામાં ટ્રાંસપોર્ટનો બિઝનેસ છોડી આવી ગયા ગામ સુધારવા : ઇન્દ્રજીત સિંહ સેખોં વિદેશની ઝાકમઝોળ અને ડોલરની ચમક છોડી ગામને સુધારવાની ઈચ્છા લઇને અહિયાં પાછા ફર્યા તો લોકોએ તેમને સહકાર આપ્યો અને વિરોધ વગર સરપંચ તરીકે ચૂંટ્યા. ત્યાર પછી તે ગામને સુધારવામાં લાગી ગયા. કાકાના રસ્તે ચાલતા ભત્રીજો સન્ની સેખોં પણ કેનેડાના રંગીન જીવનને છોડીને ગામ પાછા ફર્યા. હવે તે ગામના સરપંચ છે અને ગામને સુધારવામાં લાગેલા છે. ગામના વિકાસની યાત્રામાં હંમેશા એવું બન્યું કે સરકારી ગ્રાંટ ન પહોંચવાથી કામમાં આવરોધ ઉભો થયો, તો બંને કાકા-ભત્રીજાએ પોતાના લાખો રૂપિયા ખર્ચ કરી વિકાસ કાર્ય ચાલુ રાખ્યું.

ગામમાં રોડ બનાવવાનું કામ ચાલી રહ્યું છે : ગામ ફુલ્લાવાલના ઇન્દ્રજીત સિંહ સેખોં અને સન્ની સિંહ સેખોંએ કેનાડાથી પાછા ફરી ગામનો વિકાસ કર્યો છે. ઇન્દ્રજીત સિંહ સેખોં 1997 થી જ કેનેડા આવ-જા કરી રહ્યા હતા. 2007 માં તેમણે કેનેડાના મોટા શહેર વેંકુવરમાં ટ્રાંસપોર્ટનો સારો એવો બિઝનેસ જમાવી લીધો. ગામના સાથીઓ, સંબંધીઓ સાથે દરરોજ ફોન ઉપર વાત થતી હતી. ઇન્દ્રજીત ત્યાંની સુંદર સીસ્ટમના કિસ્સા સંભળાવતા, તો ગામના મિત્રો અહિયાંની દુર્દશા અને અવ્યવસ્થાના.

એક દિવસ એક મિત્રએ કહી દીધું કે, તમારી જેમ જો બધા પંજાબી બગડેલી સીસ્ટમને સુધારવાને બદલે વિદેશ ભાગી જશે, તો અહિયાં સુધારો કેવી રીતે આવશે. આ વાત ઇન્દ્રજીતને ગમી પણ અને ખૂંચી પણ. ત્યારબાદ તેમણે ગામ પાછા આવવાનો નિણર્ય કરી લીધો અને પાછા પણ આવ્યા. 2009 માં પંચાયત ચૂંટણી થઇ તો ગામવાળાએ તેમને વિરોધ વગર સરપંચના રૂપમાં ચૂંટીને તેમનામાં વિશ્વાસ દર્શાવ્યો.

ઇન્દ્રજીત જણાવે છે કે, ગામમાં ગટરની સમસ્યા હતી. નિષ્ણાતોની સલાહ લઇ તેને મુખ્ય રોડ સાથે જોડવાનું હતું. ખર્ચ થવાનો હતો પાંચ લાખ રૂપિયા. કોઈ ગ્રાન્ટ ન મળી તો ખિસ્સામાંથી પૈસા ખર્ચ કર્યા. 11 કિલોમીટરનો રોડ બનાવડાવ્યો અને સાંકડી ગલીઓને પણ પાકી કરાવી. ગામમાં લાઈટ લગાવડાવી અને લોકોને બેસવા માટે બેંચ, અને આખા ગામમાં છોડ લગાવીને પર્યાવરણનો સંદેશ પણ આપી દીધો. ઇન્દ્રજીતે લોકોને ઉત્તમ આરોગ્ય માટે પણ પ્રેરિત કર્યા અને ગામમાં જીમ સહીત ઘણી એક્ટીવીટી શરુ કરાવી. જેથી યુવાઓ નશાને બદલે સ્પોર્ટ્સને પ્રાથમિકતા આપે.

2014 માં પંચાયત રીઝર્વ કેટેગરીમાં આવી ગઈ. પરંતુ વિકાસના કાર્ય અને કામગીરીઓ તેમણે પોતાની કક્ષાએ ચાલુ રાખ્યા. 2019 માં પંચાયત ચૂંટણી આવી તો વિદેશમાં રહેતા સરપંચના ભત્રીજા સન્ની સેખોં પણ પાછા આવ્યા. તેને પણ સર્વસંમતીથી સરપંચ ચૂંટી લેવામાં આવ્યા. આ વખતે આઠ કિલોમીટર રોડનું નિર્માણ કરાવવામાં આવ્યું છે. ગામના બીજા ભાગમાં રોડ નિર્માણ હજુ ચાલી રહ્યું છે. યુથ કલબ દ્વારા ગામોમાં દીકરી ભણાવો દીકરી બચાવો, પર્યાવરણ જેવા સામાજિક મુદ્દા ઉપર જાગૃતતા અભિયાન પુર જોશથી ચલાવવામાં આવી રહ્યા છે.

ગામમાં બે એકરમાં સ્પોર્ટ્સ સ્ટેડીયમ બનાવવાની પ્રક્રિયા લગભગ ફાઈનલ સ્થિતિમાં છે. ગટર, પીવાના પાણી જેવી પ્રાથમિક જરૂરિયાતો લગભગ પૂરી કરાવી દેવામાં આવી છે. ડીસ્પેન્સરીનો વિસ્તાર કરવામાં આવી રહ્યો છે. ગામની સરકારી સ્કુલની કાયાકલ્પ કરવામાં આવી ચુકી છે. ઇન્દ્રજીત સિંહ સેખોંનું કહેવું છે કે, અમારો પ્રયત્ન છે કે ગામને ‘મોડલ વિલેજ’ બનાવવામાં આવે. જેથી દરેક વ્યક્તિ વિકાસ માટે તેનું ઉદાહરણ આપી શકે.

દર વર્ષ યોજી રહ્યા છે કબડ્ડી ટુર્નામેન્ટ : ઇન્દ્રજીત સેખોં પોતે પણ કબડ્ડીના પ્રસિદ્ધ ખેલાડી રહ્યા છે. તેમનું માનવું છે કે, ગામના યુવાઓને નશાની ટેવથી દુર રાખવાનો સૌથી સશક્ત માધ્યમ છે તેમને રમત સાથે જોડવા. તેના માટે દર વર્ષે કબડ્ડી ટુર્નામેન્ટ યોજવાનું શરુ કરી દીધું. તે ઉપરાંત ગામમાં જ જીમનો સમાન પૂરો પાડવામાં આવ્યો. યુવાનોને પ્રેરિત કરવા માટે પોતે પણ ઓપન જીમમાં કસરત કરવાનું શરુ કરી દીધું. કબડ્ડી અને જીમમાં ભાગ લેવાવાળાની સંખ્યામાં સતત વધારો થતો જઈ રહ્યો છે.

આ માહિતી જાગરણ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.