ઉનાળામાં ક્યારેય રાખશો નહિ કારમાં પાણીની બોટલ, આ કારણથી લાગી શકે છે આગ.

0
1661

આજકાલ દેશમાં ગરમીની સીઝન ચાલી રહી છે, અને તેને કારણે ઘણી જગ્યાએ આગ લાગવાની ઘટના પણ બનતી રહે છે, જેમાં આવી અનેક ઘટનાઓ આપણી બેદરકારીને કારણે પણ બનતી હોય છે. જેથી થોડી કાળજી રાખવાથી આ અકસ્માત ઘટી શકે છે. આવી અનેક ઘટનાઓ વિષે તો આપણે જાણતા પણ નથી હોતા, આજે અમે તમને એક એવી જ બાબત વિષે જણાવવા જઈ રહ્યા છીએ જેના વિષે કદાચ જાણતા હો. તો આવો જાણીએ એક એવી બાબત વિષે વિસ્તારથી.

દેશના તમામ રાજ્યોમાં ગરમીને કારણે તાપમાન ૪૦ થી ૫૦ ડીગ્રી સેલ્સીયસ વચ્ચે છે. તે વખતે આપણે આપણી સાથે પાણીની બોટલ સાથે લઈને જઈએ છીએ જેથી તરસ છીપાવી શકાય પરંતુ આ પાણીની બોટલ ઉપર અમેરિકી ફાયર બ્રિગેડ વિભાગ તરફથી એક સુચના બહાર પાડવામાં આવી છે. જેના વિષે જાણવું તમારે ફાયદાકારક રહી શકે છે.

જોર્જિયામાં બેનબ્રીજ પબ્લિક સેફટીએ હાલમાં જ એક ફેસબુક પોસ્ટ દ્વારા જણાવ્યું છે કે તમારી કારમાં રાખવામાં આવતી પાણીની બોટલ ગરમીની સિઝન દરમિયાન એક મેગ્નીફાઈંગ કાચ ગુજરાતી ભાષામાં કેવું હોય તો બિલોરી કાચનું કામ કરી શકે છે અને આગનું કારણ બની શકે છે.

વર્ષ ૨૦૧૭માં ઓલ્કાહોમામાં મીડવેસ્ટ ફાયર વિભાગ સાથે ડેવિડ રિચર્ડસને કેએફઓઆર સ્ટેશનને જણાવ્યું હતું, બોટલમાં પાણી ભરેલું હશે તે સમયે સૂર્યનો પ્રકાશ આવશે અને એક મેગ્નીફાઈંગ કાચ(બલોરી કાચ) સારી રીતે કામ કરશે.

fox8. com મુજબ મિડવેસ્ડ સીટી ફાયર વિભાગમાં એક ટેસ્ટમાં સૂર્યના પ્રકાશમાં પાણીની એક બોટલ મૂકી જેના દ્વારા તાપમાન ૨૫૦ ડીગ્રી સુધી પહોચી જાય છે. રિચર્ડસનના જણાવ્યા મુજબ ગરમ કારની અંદર એસેસરીઝ, જેવી કે કપડાની સીટ કે મેટ ઉપર ફોકસ કરી શકાય છે. જેને લઈને આગ લાગી શકે છે.

ભારતના ઘણા ભાગમાં વિસ્તારોમાં સોમવારે પણ લુ માંથી રાહત નહિ મળે. દેશમાં સૌથી વધુ તાપમાન રાજસ્થાનના ચુરુ જીલ્લામાં નોંધવામાં આવ્યું છે. ચુરુમાં તાપમાન ૫૦ ડીગ્રી સેલ્સીયસના સ્તર ઉપર પાર કરી ગયો. ભારતીય હવામાન વિભાગે આ જાણકારી આપી.

આજનો રજુ કરવામાં આવેલો આ આર્ટીકલ તમને લોકોને જરૂર પસંદ આવ્યો હશે જ એવા વિશ્વાસ સાથે અમે હ્રદયપૂર્વક તમને વિનંતી કરીએ છીએ કે આ આર્ટીકલને તમે તમારા મિત્રો અને સંબંધિઓને વધુમાં વધુ શેર કરશો જેથી આ આર્ટીકલ અંગેની માહિતી તેમના સુધી પણ પહોચી શકે અને તેઓ તેનાથી માહિતગાર થઇ શકે અને તેનો ઉપયોગ તેમના જીવનમાં પણ લઇ શકે. આ કાર્ય તો કોઈ પણ જરૂરિયાત વાળાને મદદ કરવા સમાન છે, અને પુણ્ય સમાન છે. કેમ કે તમારા શેરથી જો જોઈ એક પણ વ્યક્તિના જીવનમાં ઉપયોગમાં આવી જાય છે તો પણ ઘણું મોટું પુણ્યનું કામ કર્યા સમાન ગણાશે. તો તમે હ્રદયપૂર્વક શક્ય હોય એટલા વધુમાં વધુ લોકોને જરૂર થી શેર કરો એવી અમે આશા રાખીએ છીએ, જય હિન્દ.

આ માહિતી ઉન્નત ઉદ્યોગ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.