ઉનાળાને લીધે તમારા પણ હાથ-પગ થઇ જાય છે કાળા, તો અજમાવો આ ઘરેલુ નુસખો અને કાળા પગને કહો બાય બાય.

0
1788

નમસ્કાર મિત્રો, તમારા બધાનું અમારા લેખમાં સ્વાગત છે. મિત્રો હંમેશા એવું થાય છે કે, આપણે જયારે ઉનાળામાં દિવસે ઘરની બહાર નીકળીએ છીએ, તો આપણા શરીરના જે ભાગ કપડાથી ઢંકાયેલા નથી હોતા એનો રંગ ડાર્ક થઈ જાય છે. એમાં ખાસ કરીને આપણા હાથ અને પગની ચામડી કાળી પડી જાય છે.

સૂર્યના કિરણો સીધા આપણા શરીરના અંગો પર પડવાને કારણે આપણી ચામડીનો રંગ કાળો થઇ જાય છે. આના કારણે આપણી સુંદરતા પર પણ અસર પડે છે. આમ તો લોકો પોતાની સ્કિનનો ખ્યાલ રાખવા માટે ઘણા પ્રકારના ઉપાય કરે જ છે. જેમ કે લોકો ઉનાળામાં તડકાથી બચવા માટે સનક્રીમ લગાવીને જ ઘરની બહાર નીકળે છે. નહી તો પોતાના હાથ અને મોં ને કોઈ કપડાથી ઢાંકીને ઘરની બહાર નીકળે છે.

એવામાં જો આપણે વાત કરીએ આપણા પગની, તો જયારે આપણે તડકામાં નીકળીએ છીએ તો આપણા પગ કાળા થઇ જ જાય છે. એટલા માટે આજે અમે તમને પોતાના પગના રંગને ગોરા બનાવવા માટેનો નુસખો જણાવવા જઈ રહ્યા છે. આ નુસખો ઘણો કારગર છે. તો આવો જાણીએ એના વિષે.

આ રીતે પગને બનાવો ગોરા :

આ નુસખો બનાવવા માટે સૌથી પહેલા સાકર, બેસન પાઉડર અને 1 ટમેટું લઇ લો. ત્યારબાદ એક વાટકીમાં સૌથી પહેલા 2 ચમચી બેસન પાઉડર અને 2 ચમચી સાકર નાખો. પછી આ બંનેને સારી રીતે મિક્ષ કરો. આવું કરવાથી તમારું સ્ક્રબ તૈયાર થઇ જશે. આ સ્ક્રબ બનાવ્યા પછી અડધું કાપેલું ટામેટું લો, અને આ સ્ક્રબને ટામેટાની મદદથી તમારા પગ પર લગાવો. તમારે આવી રીતે 10 થી 15 મિનિટ સુધી કરવાનું છે. ત્યાર બાદ ઠંડુ પાણી લઈને એને ધોઈ નાખો.

સ્કિનને ગોરી કરવા માટે માસ્ક :

જાણકારી માટે જણાવી દઈએ કે, સ્કિનને ગોરી કરવા માટેનો માસ્ક બનાવવા માટે ચોખાનો લોટ, મધ અને બટાકા લો. સૌથી પહેલા બટાકા લો અને પછી બટાકાને છીણી લો. પછી એનું જ્યુસ નીકાળી લો. ત્યારબાદ એક વાટકીમાં 2 ચમચી ચોખાનો લોટ, અને 2 ચમચી બટાકાનું જ્યુસ અને 1 ચમચી મધ એડ કરીને સારી રીતે મિક્ષ કરો. આના પછી તમારું માસ્ક તૈયાર થઇ જશે. આ માસ્કને પોતાના પગ પર લગાવો અને 10 થી 15 મિનિટ માટે એમ જ રહેવા દો અને પછી ઠંડા પાણીથી એને ધોઈ નાખો. આવું કરવાથી પણ પગનો રંગ ગોરો થઇ જશે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું.