ચા-કોફીની જગ્યાએ ઉકાળો, જાનૈયાનું સ્વાગત ગુલાબ જળથી નહિ પણ સેનિટાઇઝરથી કર્યું.

0
433

ચા-કોફીની જગ્યાએ ઉકાળો અને ગુલાબ જળની જગ્યાએ સેનિટાઇઝર દ્વારા જાનૈયાનું સ્વાગત

મંડપમાં બેસેલા વરરાજાને પીઠી ચોળવા પહેલા પોતાના હાથોમાં સેનિટાઇઝર લગાવવામાં આવી રહ્યું છે. પંડિત પણ માસ્ક પહેરીને મંત્રનું ઉચ્ચારણ કરી રહ્યા છે. જાનૈયાઓ પર સેનિટાઇઝર ભેળવેલું અત્તર છાંટવામાં આવી રહ્યું છે. કોરોના કાળમાં લગ્નના રીતિ-રિવાજોમાં પણ એવા ઘણા પરિવર્તન કરવામાં આવ્યા છે.

મનેરના રામાધાર નગરમાં અરુણ કુમારના પુત્ર ડો. કુંદન કુમારના લગ્ન 28 જૂને છે. શુક્રવારના રોજ પીઠી અને માંડવાનો કાર્યક્રમ હતો. વરરાજા સાથે ઘરે આવેલા દરેક મહેમાન માસ્કમાં જોવા મળ્યા. મહિલાઓ પણ માસ્ક પહેરીને લગ્નના મંગળ ગીત ગાતી રહી.

કંકોત્રીમાં છપાવ્યું – માસ્ક પહેરીને જ આવવું :

અરુણ કુમાર કહે છે, અમે તો લગ્નની કંકોત્રી પર જ છપાવી દીધું છે કે, લગ્નના કાર્યક્રમોમાં માસ્ક પહેરીને આવવું જરૂરી છે. છતાં પણ જે લોકો માસ્ક વગર સમારોહ સ્થળ સુધી આવશે, તેમના માટે ગેટ પર માસ્કની સગવડ કરવામાં આવી છે. તે સિવાય દરબાન, જાનૈયા અને ઘરના બંને પક્ષના લોકોને સેનિટાઇઝ કર્યા પછી જ અંદર પ્રવેશ આપશે.

વરરાજાના કાકા લાલ બાબૂ પ્રસાદ કહે છે, છેલ્લા ઘણા દિવસોથી સમાચારોમાં લગ્ન-કાર્યક્રમ દરમિયાન વરરાજા અથવા અન્ય પરિવારજનોના સંક્રમિત થવાના સમાચાર છપાઈ રહ્યા છે. આ કારણે જ બધા પરિવર્તન કરવામાં આવ્યા છે.

ઇવેંટ કંપનીઓએ પણ બદલ્યા પ્લાન :

પર્પલ પાઈ ઇવેંટ કંપનીની મેનેજર આયુષી કોચરે કહ્યું કે, જાનૈયાઓના સ્વાગત માટે પ્રવેશ દ્વાર પર પહેલા અત્તર છાંટવામાં આવતું હતું, હવે અત્તરમાં સેનિટાઇઝર મિક્સ કરીને સ્વાગત કરવામાં આવી રહ્યું છે. પ્લેટમાં પહેલા ગુલાબના ફૂલ મુકવામાં આવતા હતા, તો હવે માસ્ક અને સેનિટાઇઝરના નાના-નાના ડબ્બા મુકવામાં આવી રહ્યા છે. હોલ અથવા ગેટને સજાવવા માટે પ્રાકૃતિક અને કુત્રિમ ફૂલોને સેનિટાઇઝ કરીને લગાવવામાં આવી રહ્યા છે. બ્યુટી પાર્લરમાં મેકઅપ આર્ટિસ્ટ પણ પીપીઈ કીટ પહેરીને કન્યાને તૈયારી કરી રહી છે.

મેન્યુ બદલ્યું, ચા-કોફીની જગ્યાએ ઉકાળો :

કોરોનાએ લગ્નમાં ખાવા-પીવાનું મેન્યુ પણ બદલી નાખ્યું છે. જાનૈયાઓના સ્વાગત માટે હાલના દિવસોમાં ચા-કોફી અથવા કોલ્ડડ્રીંકની જગ્યાએ તુલસી, આદુ, લવિંગ વગેરેથી તૈયાર કરેલો ઉકાળો આપવામાં આવી રહ્યો છે. ભોજન બનાવતા કારીગર પણ હાથમાં ગ્લવ્સ પહેરે છે અને માથાને ઢાંકીને રાખે છે. ક્રોકરી વાળી પ્લેટની જગ્યાએ ડિસ્પોઝેબલ પ્લેટનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, જેથી કોરોના સંક્રમણનો ભય ઓછો થાય.

આ માહિતી જાગરણ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.