ઉગ્રવાદીઓ સાથે લડાઈમાં શહિદ થયો આગ્રાનો લાલ, ગામમાં શોકની લહેર.

0
993

નમસ્કાર મિત્રો, તમારા બધાનું અમારા લેખમાં સ્વાગત છે. મિત્રો તમે જાણો જ છો કે આપણા દેશમાં આતંકવાદીઓનો કેવો ત્રાસ છે. એટલું જ નહિ આપણા દેશમાં આતંકવાદીઓ સિવાય ઉગ્રવાદીઓ અને ત્રાસવાદીઓ પણ પોતાના ખોટા ઉદ્દેશ્ય પુરા કરવા માટે કંઇક ને કંઇક કરતા જ રહે છે. તેઓ ગમે ત્યારે ગોળીબાર કરીને કે તોફાનો કરીને આપણા દેશની નિર્દોષ જનતાને પરેશાન કરતા રહે છે. એને લીધે આપણા દેશના કેટલાય લોકો મૃત્યુને ભેટે છે.

આવા ઉગ્રવાદીઓ અને આતંકવાદીઓનો સામનો કરવા માટે આપણા દેશના વીર જવાનો હંમેશા તૈયાર રહે છે. તેઓ દેશના લોકોની રક્ષા કરવા માટે પોતાનો જીવ પણ આપી દે છે. અને આજે અમે તમને હાલમાં જ બનેલી એક એવી જ દુઃખદ ઘટનાથી માહિતગાર કરાવવા જઈએ છીએ. જેમાં આપણા દેશનો એક વીર જવાન ઉગ્રવાદીઓ સાથેની લડાઈમાં શહિદ થયો છે. આવો જાણીએ.

આગ્રાના પોલીસ સ્ટેશન કાગારોલની હદમાં આવતા બિસલપુરના રહેવાસી અમિત ચતુર્વેદી અરુણાચલ પ્રદેશમાં ઉગ્રવાદીઓનો સામનો કરતી વખતે વીરગતીને પ્રાપ્ત થઇ ગયો. આ ઘટનાના એક દિવસ પહેલા જ એણે માતા પિતાને ફોન કરીને ઘરે આવવાની વાત કરી હતી. ત્રણ જુને એમનો દીકરો ઘરે આવવાનો હતો. પરંતુ હવે પરિવાર દીકરાના મૃત શરીરની રાહ જોઈ રહ્યા છે.

મળેલી જાણકારી અનુસાર પોલીસ સ્ટેશન કાગારોલની હદમાં આવતા ગામ બિસલપુરના રહેવાસી રામવીર ચતુર્વેદી નિવૃત્ત સુબેદાર છે. તેના ત્રણ દીકરા સેનામાં છે. અમિત ચતુર્વેદી એપ્રિલ ૨૦૧૪ માં સેનાની ૧૭ પેરાફિલ્ડ રેજીમેંટમાં ભરતી થયો હતો.

જે થોડા દિવસો પહેલા જ અરુણાચલ પ્રદેશમાં ઉગ્રવાદીઓના હુમલામાં શહીદ થઇ ગયો છે. એવું કહેવામાં આવે છે કે, એની પિતા સાથે ત્રણ જુનના રોજ ઘરે આવવા માટે ફોન ઉપર વાત થઇ હતી. પરંતુ આગ્રા સેનાની વડી કચેરી માંથી એ વીરગતીને પામ્યો છે એવો ફોન આવ્યો, અને પરિવારમાં ઉદાસીનતા છવાઈ ગઈ.

કહેવામાં આવે છે કે, ત્રણ જુનના રોજ અમિતનો જન્મ દિવસ હતો. અને અમિત પોતાના પરિવાર સાથે જન્મદિવસ મનાવવા માંગતો હતો. પરંતુ સંજોગો એવા બન્યા કે તેની વીરગતી થઇ ગઈ. ગામમાં અમિતની વીરગતીના સમાચાર સાંભળીને શોકનું વાતાવરણ છે. આખું ગામ પાર્થિવ શરીર ઘરે આવવાની રાહ જોઈ રહ્યું છે.

આજનો રજુ કરવામાં આવેલો આ આર્ટીકલ તમને લોકોને જરૂર પસંદ આવ્યો હશે. અને એવા જ વિશ્વાસ સાથે અમે તમને હ્રદયપૂર્વક વિનંતી કરીએ છીએ કે, આ આર્ટીકલને તમે તમારા મિત્રો અને સંબંધિઓને વધુમાં વધુ શેયર કરશો. જેથી આ આર્ટીકલ અંગેની માહિતી તેમના સુધી પણ પહોંચી શકે અને તેઓ તેનાથી માહિતગાર થઇ શકે, અને તેનો ઉપયોગ તેમના જીવનમાં પણ લઇ શકે. આ કાર્ય તો કોઈ પણ જરૂરિયાત વાળાને મદદ કરવા સમાન છે, અને પુણ્ય સમાન છે. કેમ કે તમારા શેયર કરવાથી જો કોઈ એક પણ વ્યક્તિના જીવનમાં ઉપયોગમાં આવી જાય છે, તો પણ ઘણું મોટું પુણ્યનું કામ કર્યા સમાન ગણાશે. તો તમે હ્રદયપૂર્વક શક્ય હોય એટલા વધુ માં વધુ લોકોને જરૂરથી શેયર કરો એવી અમે આશા રાખીએ છીએ, જય હિન્દ.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.