યુજીસીએ જાહેર કરી 23 બોગસ યુનીવર્સીટીની યાદી, ભૂલથી પણ ન લેતા તેમાં એડમિશન.

0
581

આજના સમયમાં શિક્ષણ માટેની ડીગ્રી મેળવવા માટે ઘણી હરીફાઈ જોવા મળે છે, અને તે ડીગ્રી વિદ્યાર્થીઓ કોઈ પણ પ્રકારે મેળવવા પ્રયાસ કરતા જોવા મળે છે, અને તેના માટે વિદ્યાર્થી ઘણા બધા પૈસા પણ ખર્ચ કરીને પણ ડીગ્રી મેળવતા હોય છે. તે વાત તો સામાન્ય છે. પરંતુ ઘણા વિદ્યાર્થીઓ આ પ્રકારની ડીગ્રીઓ મેળવવા માટે એવી સંસ્થાઓમાં પણ અભ્યાસ કરીને ડીગ્રી મેળવતા હોય છે, જે સંસ્થાઓ સરકાર માન્ય ન હોવાથી તે ડીગ્રી માન્ય ગણવામાં આવતી નથી.

સૌથી વધુ બોગસ યુનીવર્સીટીઓ યુપી અને દિલ્હીમાં આ સંસ્થાઓની ડીગ્રીને માન્યતા નહિ આપવામાં આવે

દેશભરની યુનીવર્સીટીઓ અને કોલેજોની માન્યતા આપનારી નિયામક યુનીવર્સીટી અનુદાન આયોગ (યુજીસી) એ ૨૩ બોગસ અને અમાન્ય યુનીવર્સીટીઓની યાદી બહાર પાડી છે. યુજીસી સચિવ રજનીશ જઈને જણાવ્યું કે દેશના જુદા જુદા ભાગોમાં ચાલી રહેલી આ ૨૩ સ્વાયત અને અમાન્ય સંસ્થાઓ યુજીસીનું ઉલંઘન કરી રહી છે.

એજન્સીના સમાચાર મુજબ યુજીસીના વિદ્યાર્થીઓને સુચના આપવામાં આવે છે કે આ સંસ્થાઓમાં ભૂલથી પણ પ્રવેશ ન લેશો. આ બોગસ યુનીવર્સીટીમાં સૌથી વધુ આઠ ઉત્તર પ્રદેશમાં અને પછી દિલ્હીમાં છે. કેરળ, કર્ણાટક, મહારાષ્ટ્ર અને પોંડીચેરીમાં એક એક બોગસ યુનીવર્સીટી છે. આ સંસ્થાઓની ડીગ્રીને માન્યતા નહિ આપવામાં આવે.

ઉત્તર પ્રદેશમાં બોગસ યુનીવર્સીટી-સંસ્થાઓ

ગાંધી હિન્દી વિદ્યાપીઠ (ઇલાહાબાદ), મહિલા ગ્રામ વિદ્યાપીઠ (ઇલાહાબાદ), નેશનલ યુનીવર્સીટી ઓફ ઇલેક્ટ્રો કોમ્પ્લેક્ષ હોમ્યોપેથી (કાનપુર), નેતાજી સુભાષચંદ્ર બોસ યુનીવર્સીટી (અલીગઢ), મહારાણા પ્રતાપ શિક્ષા નિકેતન વિદ્યાલય (પ્રતાપગઢ), ઉત્તર પ્રદેશ વિશ્વવિદ્યાલય (કોસીકલા ઇન્દ્રપ્રસ્થ શિક્ષા પરિષદ (નોયડા ફેસ ૨), ગુરુકુળ વિશ્વવિદ્યાલય (વૃંદાવન)

દીલ્હીમાં સંસ્થાઓ

યુનાઈટેડ નેશન્સ યુનીવર્સીટી, વોકેશનલ યુનીવર્સીટી, એડીઆર-સેન્ટ્રલ જ્યુડીશીયલ યુનીવર્સીટી, વારાણસે સંસ્કૃત વિશ્વવિદ્યાલય (જગતપૂરી), કમર્શિયલ યુનીવર્સીટી લીમીટેડ (દરિયાગંજ), ઇન્ડિયન ઇન્સ્ટીટયુટ ઓર સાયન્સ એંડ એન્જીનીયરીંગ

બિહાર : મેથીલી યુનીવર્સીટી (દરભંગા)

મધ્યપ્રદેશ : કેશરવાની વિદ્યાપીઠ (જબલપુર)

પશ્ચિમ બંગાળ : ઇન્ડિયન ઇન્સ્ટીટયુટ ઓફ અલ્ટરનેટીવ મેડીસીન (કોલકતા)

કર્ણાટક : બાડાગાનવી સરકાર વર્ડ ઓપન એજ્યુકેશન સોસાયટી (બેલગામ)

કેરળ : સેન્ટ જોન્સ યુનીવર્સીટી (કૃષ્ણાટ્ટમ)

મહારાષ્ટ્ર : રાજા અરેબીક યુનીવર્સીટી (નાગપુર)

તમિલનાડુ : ડી ડી બી સંસ્કૃત વિશ્વવિદ્યાલય (ત્રિચી)

ઓડીશા : નવભારત શિક્ષા પરિષદ (રાઉરકેલા)

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારા એક શેરથી કોઈના જીવનમાં ઘણો મોટો ફાયદો થઇ શકે છે, અને તેનું ફળ કુદરત તમને જરૂર આપે છે. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

આ માહિતી મનીભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.