આ 3 કામને આવી રીતે ઉભડક બેસીને કરો, અને પછી જુઓ એનો ચમત્કાર.

0
2513

મિત્રો, આજના આ લેખમાં ઉભડક બેસીને અમુક કામ કરવાથી કેવા ફાયદા થાય એના વિષે અમે તમને જણાવવાના છીએ. જણાવી દઈએ કે, જો તમે ઉભડક સ્થિતિમાં બેસશો, તો તમે તમારા શરીરને ઘણા બધા ફાયદા પહોંચાડી શકો છો. તમે લોકોએ તો ગામડાના લોકોને હંમેશા ઉભડક સ્થિતિમાં બેસેલા જોયા હશે. ગામડામાં આવી રીતે બેસવું સામાન્ય વાત ગણવામાં આવે છે. પણ જો તે વ્યક્તિ શહેરમાં આવી રીતે ચાર લોકો વચ્ચે બેસી જાય, તો લોકો તેને આશ્ચર્યજનક દ્રષ્ટિથી જુવે છે. તેઓ તેને ગામડિયો સમજવા લાગે છે અને ઘણી વખત તેની મજાક પણ ઉડાવે છે.

આજના મોર્ડન જમનામાં લોકોએ ઉભડક બેસવાને કારણે ઘણી વખત અપમાન પણ સહન કરવું પડે છે. જો કોઈ વ્યક્તિનો પરિચિત વ્યક્તિ જાહેરમાં આવી રીતે બેસી જાય, તો તેમને ઘણી શરમ આવે છે અને તે તેને સીધા બેસવા માટે ટકોર કરે છે. પણ મિત્રો તમને એ જાણીને નવાઈ લાગશે કે, ઉભડક સ્થિતિમાં બેસવાથી ઘણા ચોંકાવનારા ફાયદા થાય છે.

જાણકારી માટે જણાવી દઈએ કે, ગામડામાં મજુર અને ખેડૂત વર્ગ હંમેશા આ સ્થિતિમાં જ બેસે છે, જેને કારણે તે આપણા શહેર વાળાની સરખામણીમાં વધુ મજબુત પણ હોય છે. અને આ વાતને ધ્યાનમાં રાખીને આજે અમે તમને જણાવીશું કે, ક્યા ક્યા કામ કરતી વખતે તમારે ઉભડક સ્થિતિમાં બેસવું જોઈએ. તો આવો એક એક કરીને આ કામ વિષે જાણીએ.

શૌચ કરતી વખતે :

તમને ખબર નહિ હોય તો જણાવી દઈએ કે, વિજ્ઞાન પણ આ વાત માને છે કે ઉભડક સ્થિતિમાં બેસીને શૌચ કરવાથી આપનું પાચનતંત્ર મજબુત બને છે અને પેટ જલ્દી સાફ થાય છે. આપણા આંતરડાની બનાવટ કાંઈક એ પ્રકારની હોય છે કે, જો તમે આ સ્થિતિમાં બેસીને શૌચ કરો છો તો મળને આપણા શરીરમાંથી ઝડપથી અને કોઈ પણ જાતની તકલીફ વગર બહાર કાઢી શકાય છે. આ ટેકનીક ધીમે ધીમે પશ્ચિમી દેશોમાં પણ પોપુલર થઈ રહી છે.

તો પછી તમે પણ પેટ સાફ ન થાય, તો વેસ્ટર્ન ટોયલેટનો ઉપયોગ કરવાને બદલે આ દેશી પદ્ધતિને અપનાવી લેવી. એનાથી પેટ સારી રીતે સાફ થઈ જશે. જયારે તમે આ ટેકનીકમાં શૌચ કરવા જાવ તો પહેલા એક થી દોઢ લીટર પાણી પી લો. ત્યાર પછી આ પોઝીશનમાં બેસી જાવ અને વચ્ચે વચ્ચે પંજાના બળ ઉપર આગળની તરફ તમારા દાંત ભીસો. આમ કરવાથી મોટામાં મોટી કબજિયાત ઠીક થઈ જશે અને પેટ જલ્દી સાફ થશે.

દાતણ કરતી વખતે :

બીજું કામ જે તમારે ઉભડક સ્થિતિમાં બેસીને કરવાનું છે એ છે દાતણ કરવાનું. આ સ્થિતિમાં બેસીને તમે આંગળીઓથી દાંતની માલીશ કરો, અને તમારા ગળાને સાફ કરો. આમ કરવાથી તમારું પાચનતંત્ર મજબુત બનશે, આંખોની દ્રષ્ટિ વધશે અને વાળનું ખરવાનું પણ ઓછું થશે.

ભોજન કરતી વખતે :

જણાવી દઈએ કે, ઉભડક બેસીને ભોજન કરવાથી ખાવાનું જલ્દી પચે છે. એનું કારણ એ છે કે, ખાતી વખતે આ સ્થિતિમાં બેસવાથી ગુરુત્વ નાભિમાં જાય છે જેથી ભોજન પચવામાં સરળતા રહે છે. સાથે જ તેનાથી એસીડીટી પણ નહીં થાય, પેટ પણ બહાર નહીં નીકળે અને ઓડકાર આવશે. તેમજ આ સ્થિતિમાં બેસીને ભોજન કરવાથી દૂધ કાઢવામાં મહિલાઓને ઘણો ફાયદો મળે છે. અને તેનાથી એડી, કમર, સાંધાના દુ:ખાવા વગેરે જેવી તકલીફ થતી નથી.

હવે પછી જો ક્યારે પણ કોઈ ઉભડક બેસવાને કારણે મજાક ઉડાવે તો તેને આ ફાયદા ગણાવીને તેનું મોઢું બંધ કરી દેજો.