ઇન્ટરવ્યૂમાં પૂછ્યું – વાહનોના ટાયરનો રંગ ફક્ત કાળો જ કેમ હોય છે? મળ્યો એવો જવાબ કે હલી ગયા જજ

0
3499

મિત્રો દરરોજ તમે ઘણી બધી ગાડીઓ જોતા હશો. અને તમે ગાડીઓ પણ ચલાવો છો. અને તમને એ વાત ખબર હશે કે ગાડીઓનો સૌથી મહત્વપૂર્ણ ભાગ હોય છે ટાયર. ટાયર વિના વાહન ચલાવવું શક્ય નથી, પછી ભલે તે ટુ વ્હીલર કોઈ કે ફોર વ્હીલર વાહન. પણ શું તમે ક્યારે એ વાત પર ધ્યાન આપ્યું છે, કે વાહનોના ટાયર હંમેશા કાળા રંગના જ કેમ હોય છે? જયારે ગાડીઓ તો અલગ અલગ કલરની હોય છે, તો હંમેશા ટાયર જ શા માટે એક જ કલરના હોય છે? આવો આજે તમને એની પાછળનું રહસ્ય જણાવીએ.

એ વાત તો તમે બધા જાણો જ છો, કે ટાયર રબરથી બને છે. હવે પ્રાકૃતિક રબરનો રંગ તો ગ્રે હોય છે, તો પછી ટાયર કાળું કેમ? તો જણાવી દઈએ કે ટાયર બનાવતા સમયે રંતેનો ગ બદલવામાં આવે છે, અને આ રંગ ગ્રે માંથી કાળો થઇ જાય છે. ટાયર બનાવની પ્રક્રિયાને વલ્કેનાઇઝેશન કહેવાય છે. ટાયર બનાવવા માટે પ્રાકૃતિક રબરમાં કાળું કાર્બન ઉમેરવામાં આવે છે. એવું એટલા માટે કરવામાં આવે છે, જેથી રબર જલ્દી ઘસાય નહિ.

જણાવી દઈએ કે જો સાદા રબરનું ટાયર 10 હજાર કિલોમીટર ચાલી શકે છે, તો કાર્બન યુક્ત ટાયર 1 લાખ કિલોમીટર કે તેનાથી વધારે ચાલી શકે છે. એટલે કે જો ટાયરમાં સાધારણ રબર વાપરવામાં આવે છે, તો એ જલ્દી જ ઘસાય જાય છે અને વધારે દિવસ ચાલી શકે નહિ. એટલા માટે એમાં કાળુ કાર્બન અને સલ્ફર ઉમેરવામાં આવે છે, જેનાથી ટાયર ઘણા દિવસો સીધી ચાલે છે.

તમારી જાણકારી માટે જણાવી દઈએ કે કાળા કાર્બનની પણ ઘણી શ્રેણી હોય છે. અને રબર નરમ હોય કે કડક એ વાત એના પર આધાર રાખે છે, કે તેમાં કઈ શ્રેણીનું કાર્બન તેમાં મિક્ષ કરવામાં આવ્યું છે. જણાવી દઈએ કે નરમ રબર વાળા ટાયરોની પકડ મજબૂત હોય છે, પરંતુ તે જલ્દી ઘસાઈ જાય છે. જયારે કડક ટાયર સરળતાથી ધસતાં નથી અને વધારે દિવસ સુધી ચાલે છે.

તેમજ ટાયર બનાવતા સમયે એમાં સલ્ફર પણ મિક્ષ કરવામાં આવે છે, અને કાળું કાર્બન હોવાના કારણે આ ઘસારો ઓછો થઇ જાય છે. તો હવે તમે સમજી ગયા હશો કે ટાયરનો રંગ હંમેશા કાળો કેમ હોય છે. જેથી તમારો ખર્ચ પણ ઓછો થાય અને ટાયરની લાઈફ પણ વધારે રહે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.