દરરોજ 170 નિરાશ્રય માતા-પિતાને જમવાનું આપે છે આ બંને ભાઈ, મફતમાં ઈલાજ પણ કરાવે છે, જાણો કારણ

0
2224

આજે પણ દુનિયામાં ઘણા એવા માતા પિતા છે, જેને ઘડપણમાં સાથ આપવા વાળું કોઈ નથી, કે પછી બાળકો એમને સાથ આપવા નથી માંગતા. તે ઘરડા લોકો એકલા ઘણી મુશ્કેલી સાથે પોતાનું જીવન પસાર કરે છે. તેવામાં ગુજરાતના સુરતના અલથાણમાં રહેતા બે સગા ભાઈ ગૌરાંગ અને હિમાંશુ સુખાડીયા આવા પ્રકારના ઘરડાના જીવનના તારણહાર બન્યા છે.

આમ તો ગૌરાંગ અને હિમાંશુ ૨૦૧૬થી દરરોજ ૧૭૦ નિરાશ્રય ઘરડા માતા પિતાને મફતમાં ભોજન ખવરાવે છે. તેની સેવા માત્ર ખાવા સુધી જ મર્યાદિત નથી રહેતી, પરંતુ તે તેમની આરોગ્ય, સારવાર અને બીજી જરૂરિયાતોની બાબતમાં પણ મદદ કરે છે.

આ કાર્યની શરુઆત ત્યારે થઇ જયારે બંને ભાઈઓએ પોતાના પિતાને એક કાર અકસ્માતમાં ગુમાવી દીધા હતા. જયારે તે અકસ્માત થયો હતો તો કારમાં ગૌરાંગ અને તેના પિતા મુસાફરી કરતા હતા. અકસ્માત પછી પિતાનું અવસાન થઇ ગયું જયારે ગૌરાંગ બચી ગયો. ત્યાર પછી ગૌરાંગને હંમેશા એ વાત ખટકતી હતી કે, તે ક્યારેય પોતાના પિતા માટે કાંઈ ન કરી શક્યા.

બસ ત્યારથી તેને આઈડિયા આવ્યો કે, તેણે પોતાના માતા પિતા માટે ભલે કાંઈ નથી કર્યું પરંતુ તે બીજા લોકોના માતા પિતા માટે કંઈક ને કંઈક જરૂર કરી શકે છે. બસ ત્યારથી બંને ભાઈઓએ ઘરડા અને નિસહાય માતા પિતાના ઘરે ટીફીન મોકલવાનું શરુ કરી દીધું.

ધંધાથી આ બંને ભાઈ ખાવા પીવાની દુકાન ચલાવે છે, અને સાથે જ પ્રોપર્ટી ઇન્વેસ્ટમેન્ટનું કામ પણ કરે છે. જયારે તેમણે આ કામ શરુ કર્યું હતું તો તેઓ માત્ર ૪૦ વૃદ્ધોને ખાવાનું મોકલતા હતા. પછી ધીમે ધીમે તે સંખ્યા વધીને ૧૭૦ સુધી પહોચી ગઈ. તેમને ખાવાનુ મોકલવાનું કામ દરરોજ થાય છે. કોઈ દિવસ રજા નથી રહેતી.

તેમનું ખાવાનું બનાવવા માટે કર્મચારી રાખ્યા છે. ટીફીન પહોચાડવાનું કામ ચાર ઓટો રીક્ષા વાળા મળીને કરે છે. આ કામમાં દર મહીને ૧ લાખ ૭૦ હજાર રૂપિયા સુધી ખર્ચ થઇ જાય છે. તેમ છતાં પણ તેમણે ક્યારેય કોઈ પાસે મદદ પણ માંગી નથી. ગૌરાંગ જણાવે છે કે, ક્યારે ક્યારે લોકો જાતે પોતાની ઇચ્છાથી મદદ કરવા જરૂર આવતા રહે છે.

ગૌરાંગ જણાવે છે કે, જયારે એક બાળક પોતાના માતા પિતાને છોડી દે છે તો તે ઘણું દુઃખદાયક હોય છે. હવે હું તે દુઃખ ઓછું તો નથી કરી શકતો પરંતુ તેની સાથે વહેંચી જરૂર શકું છું. તે કારણ છે કે ગૌરાંગ નિરાશ્રય વ્રુદ્ધોને ખાવાનું મોકલવા ઉપરાંત ક્યારે ક્યારે તેમની પાસે જઈને તેમના હાલચાલ પણ લેતા રહે છે.

તે એ પણ જાણે છે કે તેમના દીકરાઓએ તેમને કયા કારણથી ત્યજી દીધા. એટલું જ નહિ તેમની દવાઓ, ગોળી, આંખોના ચશ્માં અને બીજી સારવારનું પણ તેઓ ધ્યાન રાખે છે. આ સંપૂર્ણ કામ ઉપર ગૌરાંગ ધ્યાન રાખે છે.

એ કામને લઈને પોતાની સૌથી મોટી ઉપલબ્ધીનું વર્ણન કરતા ગૌરાંગ જણાવે છે કે, ઘણી વખત એવું પણ થાય છે કે જયારે હું આ વૃદ્ધ માતા પિતાનું આટલું ધ્યાન રાખું છું, તો તેમના બાળકો શરમના માર્યા તેને પોતાની સાથે લઇ જાય છે. આ બંને ભાઈ અમારા બધા માટે એક પ્રેરણા છે. તેને અમારી સલામ.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.