મજેદાર જોક્સ : બે ભિખારી એકબીજા સાથે વાત કરી રહ્યા હતા, પહેલો ભિખારી : યાર તે વ્યક્તિ તને આટલા બધા ટાઈમ સુધી…

0
496

અમે તમારા માટે અમુક મજેદાર જોક્સ લઈને આવ્યા છીએ જે આજકાલ સોશિયલ મીડિયા પર ઘણા ટ્રેન્ડિંગ છે. અમને આશા છે કે આ જોક્સ વાંચીને તમારું હાસ્ય નહિ અટકે. તો ચાલો શરૂ કરીએ હસવા-હસાવવાનો આ સિલસિલો.

જોક્સ 1 :

આજે સવાર સવારમાં પતિ થોડો વધારે આધ્યાત્મિક થઈ ગયો અને આંખ બંધ કરીને વિચારવા લાગ્યો,

હું કોણ છું? ક્યાંથી આવ્યો છું? શા માટે આવ્યો છું?

એટલામાં રસોડામાંથી અવાજ આવ્યો…

એક નંબરના આળસી છો તમે, ખબર નહિ કઈ દુનિયામાંથી મારો સમય બરબાદ કરવા માટે અહીં આવ્યા છો,

ઉઠો અને નાહીને કામ પર જાવ.

પતિએ મનમાં આભાર વ્યક્ત કરતા કહ્યું, મારા ત્રણેય પ્રશ્નોના વગર માંગ્યે જવાબ મળવાથી મને સંપૂર્ણ જ્ઞાનની પ્રાપ્તિ થઈ ગઈ,

જય હો મારી પત્નીની.

જોક્સ 2 :

પત્ની : એવો કયો કાયદો છે કે, તમને હું જ ખાવાનું બનાવીને આપું?

પતિ : આ આખી દુનિયાનો કાયદો છે કે, કેદીને ખાવાનું સરકાર જ આપે છે.

જોક્સ 3 :

પત્નીએ રસોડામાંથી નીકળતા કહ્યું,

પત્ની : સાંભળો, આજકાલ હું ઘણી સુંદર થતી જઈ રહી છું.

પતિ : તને કઈ રીત ખબર પડી?

પત્ની : જુઓને આજકાલ મારી સુંદરતા જોઈને રોટલીઓ પણ બળવા લાગી છે.

જોક્સ 4 :

ચિંટુ : મમ્મી મારો ફોન ખરાબ થઈ ગયો છે.

મમ્મી : ફિર સે કહો… કેહતે રહો…. અચ્છા લગતા હૈ…

ચિંતુનું મોઢું જોવા લાયક હતું.

જોક્સ 5 :

પુરુષ ઈચ્છે છે કે તેની જીવનસાથી વિશ્વ સુંદરી જેવી દેખાય,

અને ગંગુ બાઈની જેમ કામ કરે.

જયારે મહિલા ઈચ્છે છે કે તેનો જીવનસાથી અંબાણી જેટલું કમાઈ,

અને મનમોહન સિંહની જેમ ચૂપ રહે.

જોક્સ 6 :

પંડિતજી ચિંતુને બોલ્યા : દીકરા તારી કુંડળીમાં ઘણું ધન છે.

ચિંતુ : એ બધું તો ઠીક છે પંડિતજી, હવે એ જણાવો તેને કુંડળીમાંથી એકાઉન્ટમાં કઈ રીતે ટ્રાન્સફર કરવું?

પંડિત બેભાન.

જોક્સ 7 :

એ તો સારું છે ગાંડી મેં તારા સિવાય બીજી કોઈ છોકરી તરફ જોયું નથી,

નહિ તો ખબર નહિ કદાચ દરેક ગલીમાં મારું સાસરું હોત.

આવું સ્ટેટસ રાખવાવાળા છોકરા બજરંગ દલમાં શામેલ થઈ રહ્યા છે.

જોક્સ 8 :

પત્ની : તમારું મગજ એકદમ સડી ગયું છે.

પતિ : હા કદાચ તને વધારે ખબર હશે, રોજ તું જ ખાય છે ને એટલે.

જોક્સ 9 :

જે છોકરીઓ સ્કૂલમાં મારી સાથે વાત કરતી ન હતી,

તે આજે ફેસબુક પર મેસેજ કરે છે “Nice Pic”

અરે પાગલ સ્કૂલમાં આંધળી હતી કે શું?

જોક્સ 10 :

બેંક મેનેજર : કેશ ખલાસ થઇ ગયું છે કાલે આવજો.

છગન : પણ મને મારા પૈસા અત્યારે જ જોઈએ છે.

બેંક મેનેજર : જુઓ તમે ગુસ્સો ના કરો, શાંતિથી વાત કરો.

છગન : ઠીક કે બોલાવો શાંતિને આજે તેની સાથે વાત કરીશ.

જોક્સ 11 :

બે ભિખારી એકબીજા સાથે વાત કરી રહ્યા હતા,

પહેલો ભિખારી : યાર તે વ્યક્તિ તને આટલા ટાઈમ સુધી શું પૂછી રહ્યો હતો?

બીજો ભિખારી : તે પૂછી રહ્યો હતો કે હું કેટલા કમાઉ છું.

પહેલો ભિખારી : તો તે કહ્યું?

બીજો ભિખારી : હું ચૂપ રહ્યો?

પહેલો ભિખારી : કેમ?

બીજો ભિખારી : મને લાગ્યું કે તે વ્યક્તિ ઇન્કમ ટેક્સવાળો હતો.

જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને લાઈક અને શેયર જરૂર કરજો.

આ માહિતી ઇન્ડિયા ફીડ્સ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.