માર્કેટમાં આવવાની છે 20 રૂપિયાની નવી નોટ, આવા છે એના ફીચર્સ, જાણો વધુ વિગત

0
653

૮ નવેમ્બર ૨૦૧૬ ની નોટબંધી થયા પછી ચલણ બદલવાની જે પરંપરા શરુ થઇ તે હવે છેલ્લા તબ્બકામાં આવી ગઈ છે. ૨૦૦૦, ૫૦૦, ૨૦૦, ૧૦૦, ૫૦, ૧૦ રૂપિયાની નોટ પછી મોદી સરકારે ચલણમાં રહેલી ૨૦ રૂપિયાની નોટને પણ છેલ્લે બદલવાનો નિર્ણય કરી લીધો છે.

જાણકારી માટે જણાવી દઈએ કે, રીઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ પોતાની વેબસાઈટ ઉપર નવી નોટના ફીચર્સ શુક્રવારે જાહેર કરી દીધા છે.

રીઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ ટૂંક સમયમાં ૨૦ રૂપિયાની નવી નોટ બહાર પાડવાની જાહેરાત કરી છે. મહાત્મા ગાંધીની નવી સીરીઝ હેઠળ બહાર પડનારી આ નોટ ઉપર અર્જિત પટેલની જગ્યાએ આવેલા ગવર્નર શશીકાંત દાસની સહી હશે.

૨૦ રૂપિયાની પહેલાથી ચલણમાં રહેલી તમામ નોટો લીગલ ટેન્ડર રહેશે :

રીઝર્વ બેંકે સ્પષ્ટતા કરી છે કે, ૨૦ રૂપિયાની પહેલાથી ચલણમાં રહેલી તમામ નોટ લીગલ ટેન્ડર બની રહેશે. એટલે કે નવી નોટની સાથે સાથે જૂની નોટો પણ ચલણમાં રહેશે. આ નવી નોટની સાઈઝ 63 mm x 129 mm રહેશે. બાકી બીજા બધા ફીચર એવા જ રહેશે, જે પહેલાની બહાર પાડેલી નોટમાં છે.

ઈલોરાની ગુફાઓના ચિત્ર :

રીઝર્વ બેંક તરફથી આપવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, ૨૦ રૂપિયાની નવી નોટ થોડા લીલા-પીળા રંગની હશે. નોટની પાછળ દેશના સાંસ્કૃતિક વારસાને દર્શાવતી ઈલોરાની ગુફાઓનું ચિત્ર છે.

ગણતરી મુજબ હવે ખરેખર બદલાશે :

૨૦૧૬ માં નોટબંધી પછી ૨૦૦૦, ૫૦૦, ૨૦૦, ૧૦૦, ૫૦, ૧૦ રૂપિયાની નોટ પણ બહાર પડી ચુકી છે, ૨૦ રૂપિયાની નોટ બદલવાનો પણ અંદાઝ બાંધવામાં આવી રહ્યો હતો. જેમ કે હવે ખરેખર બદલવામાં આવશે.

ચલણમાં રહેલી કુલ નોટોની સંખ્યાના ૯.૮ ટકા :

રીઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના આંકડા મુજબ, ૩૧ માર્ચ ૨૦૧૬ સુધી ૨૦ રૂપિયાની નોટોની સંખ્યા ૪.૯૨ અબજ હતી, જે માર્ચ ૨૦૧૮ સુધી ૧૦ અબજ થઇ ગઈ. આ ચલણમાં રહેલી કુલ નોટોની સંખ્યા ૯.૮ ટકા છે. ધ્યાન રહે કે જૂની નોટો પણ ચલણમાં રહેવાની છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારા એક શેયરથી કોઈના જીવનમાં ઘણો મોટો ફાયદો થઇ શકે છે, અને તેનું ફળ કુદરત તમને જરૂર આપે છે. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.