12 મું નાપાસ બન્યો IAS, UPSC ની પરીક્ષા વખતે અપનાવી હતી આ ખાસ ટ્રીક

0
629

મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના રહેવા વાળા સૈય્યદ રિયાજ અહમદ 12 માં ધોરણમાં એક વિષયમાં ફેલ થઈ ગયા હતા. પછી તેમણે પોતાના ભણતરની રીત એવી રીતે બદલી કે, તે દરેક વખતે હંમેશા અવ્વ્લ આવતા રહ્યા. તેમના પગલાં આગળ વધ્યા તો તેમણે પહેલા MPSC માં સેકન્ડ રેંક મેળવ્યો અને રેંજ ફોરેસ્ટ ઓફિસર બન્યા, પછી એ નોકરીમાં રહીને યુપીએસસી 2018 પાસ કરી. ન્યુઝ એજન્સી સાથે વાતચીત દરમિયાન રિયાઝ અહમદે પ્રીલિમ્સની તૈયારીને ટિપ્સ શેયર કરી. આવો એના વિષે જાણીએ.

રિયાજ અહમદ કહે છે કે, હવે યુપીએસસી પ્રીલિમ્સની પરીક્ષાને ફક્ત થોડા દિવસ જ બાકી છે. એવામાં હું એ લોકો વિષે સમજી શકું છું, જે પહેલી વાર પ્રીલિમ્સમાં બેસી રહ્યા છે. હું પણ પહેલી વાર પ્રીલિમ્સ સમયે ઘણો ચિંતામાં હતો કે છેવટે શું વાંચું અને શું છોડું? હું એવા લોકો સાથે પોતાની ટ્રીક શેયર કરવા માંગુ છું, જેને તેઓ પણ અપનાવી શકે છે.

રિવીઝન, રિવીઝન અને ફક્ત રિવીઝન :

UPSC પ્રીલિમ્સના તાળાની એક જ ચાવી છે, તે છે રિવીઝન. હવે ફક્ત એટલો જ સમય છે, જેમાં તમે પહેલા ભણેલો બધો કોર્સ રિવાઇઝ કરી શકો છો. તેના સિવાય તમે બીજી વસ્તુ જે કરી શકો છો, તે છે ગ્રુપ ડિસ્કશન. આ ડિસ્કશન યુપીએસસીના સવાલો પર જ હોવું જોઈએ.

રોજ એક મોક ટેસ્ટ આપો :

પ્રીલિમ્સની છેલ્લી ઘડીએ તૈયારી માટે રોજ એક મોક ટેસ્ટ આપવી ઘણી જરૂરી છે. આ ટેસ્ટ આપીને તમે આને જવાબવહી સાથે સરખાવો. જ્યાં ચૂક થઈ રહી છે, તેને સુધારો પણ પોતાને ડિમોટિવેટ ન કરો. તેના સિવાય મેપ રીડિંગ પણ જરૂરી છે.

રિયાજ અદમદ કહે છે કે, તૈયારીના આ છેલ્લા દિવસોમાં નેશનલ પાર્ક અને વાઈલ્ડ લાઈફ સેંચ્યુરી જેવા વિષયોને એક વાર ફરીથી યાદ કરી લો. ધ્યાન રહે કે, આ દરમિયાન તમે દરેક વિષયોને સ્લોટમાં વહેંચીને વાંચો. ટાઈમ મેનેજમેન્ટ પણ પ્રીલિમ્સની તૈયારી માટે ખુબ જરૂરી છે.

પ્રીલિમ્સની તૈયારી દરમિયાન તમે દરેક પ્રકારના રિપોર્ટ જેવા કે, ઈઝ ઓફ ડુઇંગ બિઝનેસ ઇંડેક્સ ઓફ નેશનલ એંડ ઇન્ટરનેશનલ બોડીસ વગેરે વાંચી લો. તેના સિવાય સરકારી રિપોર્ટ જરૂર પુનરાવર્તિત કરી લો.

કાંઈ પણ નવું ન વાંચો :

આ એ સમય છે જયારે તમે ન્યુઝ પેપર વાંચવાનું બંધ કરી શકો છો. તેના સિવાય કાંઈ પણ નવું વાંચવાથી બચો. ન્યુઝપેપર વાંચવાની જગ્યાએ તમે ન્યુઝ પેપરમાંથી જે નોટ્સ બનાવી છે તેને ફરીથી યાદ કરો.

વર્ષ 2013 માં સૈયદ રિયાજે પૂનામાં રહીને યુપીએસસીની તૈયારી કરી હતી. રિયાજ કહે છે કે, મને કાંઈ ખબર ન હતી, ન ટેસ્ટ સિરીઝ વિષે ખબર હતી, ન તૈયારીની અલગ અલગ રીતો વિષે જ્ઞાન હતું. પછી 2014 માં પહેલું અટેપ્ટ કર્યું અને પ્રીલિમ્સમાં ફેલ થઈ ગયો.

ત્યારે વિચાર્યું કે કાંઈ વાંધો નહિ, પછી 2015 માં જામિયાની આઈએએસ એકેડમીમાં એડમિશન લીધું. પછી 2015 માં પ્રીલિમ્સ આપી. એ વર્ષની પરીક્ષામાં 93 સવાલ કર્યા, નેગેટિવને કારણે એક માર્કથી પ્રીલિમ્સ પાસ ના થઇ, તો લોકોએ સવાલ ઉઠાવવાના શરૂ કરી દીધા. મિત્રોએ કહ્યું કે, તૈયારી ઠીક નથી. ત્યારે હું સમજ્યો કે ખોટી સ્ટ્રેટેજીને કારણે આવું થયું.

બનાવી પોતાની 123 સ્ટ્રેટેજી :

રિયાજે ત્યારે પ્રીલિમ્સની પોતાની સ્ટ્રેટેજી બનાવી અને તેને 123 સ્ટ્રેટેજી નામ આપ્યું. તે જણાવે છે કે, 1 એટલે કે જે સવાલોને લઈને હું કોન્ફિડન્ટ છું તેને પહેલા કરવાના હતા. પછી 2 નંબર પર જે સવાલ જેમાં મૂંઝવણમાં હોઉં તેને પહેલી વારમાં છોડી દેતો હતો. પછી 3 જે બિલકુલ આવડત ન હતા, તેને સંપૂર્ણ રીતે છોડી દેતો હતો. 1 નંબર વાળા કર્યા પછી 2 નંબર વાળા ફેક્ટરી પર આવીને ઉકેલતો હતો.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.