ટ્વીટર યુઝર્સનો દાવો – કર્ણાટકના આ યુવકે તોડ્યો ઉસેન બોલ્ટનો રેકોર્ડ

0
413

સોશિયલ મીડિયા પર કર્ણાટકના એક યુવકની ચર્ચા ખુબ જોશથી થઈ રહી છે. ટ્વીટર યુઝર દાવો કરી રહ્યા છે કે, તે યુવકે 100 મીટરની એક રેસ ફક્ત 9.55 સેકન્ડમાં પુરી કરી છે. તમને જણાવી દઈએ કે, વિશ્વ પ્રસિદ્ધ એથલીટ ઉસેન બોલ્ટે 100 મીટર રિલે દોડ 9.58 સેકન્ડમાં પુરી કરીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. તે સમયે એવું કહેવામાં આવી રહ્યું હતું કે, ઉસેનના રેકોર્ડને કોઈ નહિ તોડી શકે. પણ આ 28 વર્ષના યુવકે આ રેકોર્ડ તોડ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.

13.62 સેકન્ડમાં પૂરું કર્યું 142.5 મીટરનું અંતર :

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વીટર પર શેયર કરવામાં આવેલી જાણકારીઓ અનુસાર આ કીર્તિમાન બનાવવા વાળા યુવકનું નામ શ્રીનિવાસ ગોવડા છે. શ્રીનિવાસ કર્ણાટકના દક્ષિણ કન્નડ જિલ્લાના મોડાબિદ્રી વિસ્તારના રહેવા વાળા છે. ટ્વીટર યુઝરના દાવા અનુસાર શ્રીનિવાસે આ રેકોર્ડ પાડાની દોડમાં બનાવ્યો જેને ‘કંબાલા’ નામથી ઓળખવામાં આવે છે. આ રેસ પાણીથી ભરેલા ડાંગરના ખેતરમાં આયોજિત કરવામાં આવે છે. શ્રી નિવાસે આ રેસમાં 142.5 મીટરનું અંતર 13.62 સેકન્ડમાં પૂરું કર્યું. તેનો અર્થ એ થયો કે, તેમણે 100 મીટરનું અંતર ફક્ત 9.55 સેકન્ડમાં પૂરું કર્યું.

ટ્વીટર પર રેસનો વિડીયો પણ આવ્યો :

કર્ણાટકના યુવકની એક ખાસ વાત એ છે કે, ઉસેન બોલ્ટે પોતાનો આ રેકોર્ડ સૂકી જમીન પર બનાવ્યો હતો, જયારે શ્રીનિવાસે આ રેકોર્ડ પાણી ભરેલા ખેતરમાં પાડાની જોડી સાથે દોડીને બનાવ્યો છે. આ રેસનો વિડીયો પણ ટવીટર પણ અમુક લોકોએ શેયર કર્યો છે. વિડીયોમાં શ્રીનિવાસ પાડાના જોડા સાથે ભાગતા દેખાઈ રહ્યા છે.

દુનિયાના સૌથી ઝડપી એથલીટ ઉસેન બોલ્ટ :

જમૈકાના રહેવા વાળા ઉસેન બોલ્ટને દુનિયાના સૌથી ઝડપી એથલીટ માનવામાં આવે છે. બોલ્ટે 100 મીટર, 200 મીટર અને 4*100 રીલે દોડમાં વર્લ્ડ રેકોર્ડ બનાવી રાખ્યો છે. બોલ્ટે 11 વાર દોડમાં વિશ્વ ચેમ્પિયન બનવાનો રેકોર્ડ બનાવ્યો છે. તેમણે દોડમાં જ 8 ઓલમ્પિક મેડલ જીત્યા છે. બોલ્ટે 100 મીટર દોડવાનો વિશ્વ રેકોર્ડ 9.58 સેકન્ડમાં બનાવ્યો હતો. જો કે હવે બોલ્ટ કરિયરમાંથી સન્યાસ લઈ ચુક્યા છે.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.