ટ્વીટરે કહ્યું – પીધા પછી ટ્વીટ કરવી નહિ, એના પર લોકોના જવાબ સાંભળીને અમે થઇ જશો લોટપોટ

0
545

‘Don’t drink and drive’ એટલે કે દારૂ પીને ગાડી ચલાવવી નહિ જેવા બોર્ડ તમે રસ્તામાં ઘણી જગ્યાએ જોયા હશે. આવા બોર્ડ લોકોની સેફટી માટે લગાવવામાં આવ્યા હોય છે, કારણ કે નશો ચઢ્યા પછી વ્યક્તિ પોતાના પર નિયંત્રણ નથી રાખી શકતો, તો એવામાં વાહન પર નિયંત્રણ રાખવું શક્ય નથી હોતું. અને ડ્રિન્ક કર્યા પછી ગાડી ચલાવવા અકસ્માત થવાના ચાન્સ વધી જાય છે.

હવે આવા પ્રકારના બોર્ડ પરથી પ્રેરણા લઈને ટ્વીટરે પોતાના યુઝર્સને ચેતવણી ભરેલી ટ્વીટ કરી છે કે, ‘Don’t drink and tweet’ એટલે કે દારૂ પીને ટ્વીટ કરવી નહિ. 11 જાન્યુઆરીએ ટ્વીટર દ્વારા કરવામાં આવેલી આ ટ્વીટ હવે સોશિયલ મીડિયાની ગલીઓમાં ચર્ચાનો વિષય બની ગઈ છે. એનો અંદાજો તમે એ વાત પરથી લગાવી શકો છો કે, આ ટ્વીટ લખ્યા પછી તેના પર 1 લાખથી વધારે રી-ટ્વીટ અને 3 લાખથી વધારે લાઈક્સ મળી ચુક્યા છે.

અને હા જો તમે જાણવા માંગતા હોય કે, પીધા પછી ટ્વીટ ન કરવાની વાત પર લોકો શું કહી રહ્યા છે? તો નીચે આપવામાં આવેલી ટ્વીટ પર એકવાર નજર ફેરવી લો.

આ માહિતી ફીરકી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.