સુંદરતામાં બોલીવુડ એક્ટ્રેસને ટક્કર આપે છે આ ટીવી સ્ટાર્સની પત્નીઓ, જુઓ ફોટા.

0
287

આ ટીવી સ્ટાર્સની પત્નીઓ સુંદરતામાં બોલીવુડ એક્ટ્રેસથી જરાય ઓછી નથી, ફોટા જોઈને તમે પણ ફેન થઈ જશો. ઘણા કલાકારોએ પોતાના અભિનયને કારણે ટેલિવિઝન જગતમાં વિશેષ સ્થાન મેળવ્યું છે. આ કલાકારો જેટલા અભિનય માટે જાણીતા છે, એટલા જ તેમના મોહક લુકને કારણે પણ તેમને ઓળખવામાં આવે છે. આ જ કારણ છે કે ઘણી છોકરીઓ ટીવી કલાકારોના દેખાવ તરફ આકર્ષાય છે. સીરીયલમાં અલગ અલગ પાત્ર ભજવતા કલાકારો હંમેશા દરેક ઘરમાં પોતાની છાપ બનાવી લે છે. એટલું જ નહીં, આ કલાકારોનો હેન્ડસમ લુક જોઇને છોકરીઓ તેમના ઉપર ફિદા થઇ જાય છે. ઘણી છોકરીઓ તો આ અભિનેતાઓ સાથે લગ્ન કરવાનું સપનું પણ જોવા લાગે છે.

નોંધનીય છે કે ટીવી કલાકારોની ફેન ફોલોઇંગ પણ કરોડોમાં હોય છે. ઉપરાંત, તેઓ કરોડો લોકોના હૃદય પર રાજ કરે છે, પરંતુ શું તમે જાણો છો કે વાસ્તવિક જીવનમાં કોણ તેમના હૃદયમાં રાજ કરે છે? શક્ય છે કે તમારી પાસે આનો જવાબ નહીં હોય. તો ચાલો આજે અમે તમને તમારી પસંદગીના ટીવી કલાકારોની પત્નીઓ સાથે તમારો પરિચય કરરાવીએ. આ ટીવી કલાકારોની પત્નીઓ તેમની જેમ લોકપ્રિય ભલે ના હોય, પરંતુ સૌંદર્યમાં તો કોઈને પણ ટક્કર આપી શકે છે. કેટલાક અભિનેતાની પત્નીઓ તો એટલી બધી સુંદર છે કે બોલીવુડની અભિનેત્રીઓ પણ તેમની સુંદરતાની સામે પાણી ભરે. તો ચાલો જોઈએ કે આ યાદીમાં કોનો કોનો સમાવેશ થયો છે?

(1) અર્જુન બિજલાની : ટેલિવિઝનના લોકપ્રિય કલાકારોની યાદીમાં અર્જુન બિજલાની ટોચ પર છે. તેણે આજ સુધી ઘણી સિરિયલોમાં કામ કર્યું છે, જેના કારણે તેની ફેન ફોલોઇંગ ઘણી વધારે છે. એટલું જ નહીં, અભિનય ઉપરાંત તેના હેન્ડસમ લુકની પણ ખૂબ પ્રશંસા કરવામાં આવે છે. કરોડો દિલ પર રાજ કરનાર અર્જુન બિજલાનીએ નેહા સ્વામી સાથે વર્ષ 2013 માં લગ્ન કર્યા હતા. જણાવી દઈએ કે નેહા સ્વામી દેખાવમાં ખૂબ જ સુંદર છે. આ સિવાય જો આપણે નેહા સ્વામીના પ્રોફેશન વિશે વાત કરીએ તો તે વ્યવસાયે એક મોડેલ છે. આવી સ્થિતિમાં તેના ફોટા સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થાય છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર અર્જુન નેહાને એક મિત્રની પાર્ટીમાં મળ્યો હતો. આ પાર્ટીમાં જ નેહાની પહેલી ઝલક પર અર્જુન ફિદા થઇ ગયો હતો. એવું કહેવામાં આવે છે કે બંનેએ એકબીજાને 8 વર્ષ સુધી ડેટ કર્યા હતા, ત્યાર બાદ તેમણે લગ્ન કરવાનું નક્કી કર્યું હતું, અને આજે તેઓ તેમના લગ્ન જીવનમાં ઘણા ખુશ છે.

(2) વરુણ સોબતી : સીરીયલ ‘ઇસ પ્યાર કો ક્યા નામ દૂ’ થી ઘરે ઘરે પ્રખ્યાત થઈ ગયેલા વરુણ સોબતીએ 2010 માં પોતાની બાળપણની મિત્ર સાથે લગ્ન કર્યા હતા. તમને જણાવી દઈએ કે, વરુણ સોબતીએ અત્યાર સુધીમાં ઘણી સિરીયલોમાં પોતાનું નસીબ અજમાવ્યું છે, જેમાં તેને લગભગ બધામાં સફળતા મળી છે. વરુણ સોબતીએ તેની બાળપણની મિત્ર પશ્મીન મનચંદા સાથે પ્રેમ થઈ ગયો, ત્યારબાદ બંનેએ લગ્ન કરવાનું નક્કી કર્યું. એવું કહેવામાં આવે છે કે, બંને એકબીજાને ખૂબ સારી રીતે સમજે છે, જેના કારણે આજે સુખી જીવન જીવી રહ્યા છે.

જો વરુણ સોબતીની પત્ની પશ્મીન મનચંદા વિશે વાત કરીએ, તો તેણે ઓસ્ટ્રેલિયા યુનિવર્સિટીમાંથી ફાઇનાન્સમાં ગ્રેજ્યુએશન કર્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બંનેની પહેલી મુલાકાત 9 માં ધોરણમાં થઈ હતી, ત્યારબાદ બંને આજ સુધી એકબીજાની સાથે રહ્યા છે. અને હવે તેમને એક પુત્રી પણ છે.

(3) નકુલ મહેતા : સિરિયલ ઇશ્કબાઝમાં શિવાય સિંહ ઓબેરોયનો રોલ કરનાર નકુલ મહેતા દરેક ઘરમાં ઓળખાય છે. એટલું જ નહીં, નકુલ મહેતા તેના દેખાવને કારણે છોકરીઓના દિલ પર રાજ કરે છે, પરંતુ તેના દિલમાં કોઈ અભિનેત્રી નહીં પણ સ્ટેજ પરફોર્મર છે. નકુલ મહેતાએ જાનકી પારેખ સાથે 2012 માં લગ્ન કર્યા હતા. જાનકી પારેખ વ્યવસાયે ગાયક છે અને સ્ટેજ પરફોર્મર છે, જેણે આંતરરાષ્ટ્રીય કક્ષાએ પણ પ્રદર્શન કર્યું છે. જો કે, જાનકી ખૂબ લોકપ્રિય નથી, પરંતુ તે દેખાવમાં ખૂબ જ સુંદર છે.

(4) અનસ રાશીદ : સિરિયલ ‘દિયા ઔર બાતી’ માં સૂરજ રાઠીની ભૂમિકા ભજવનાર અનસ રાશિદ ઘરે ઘરે જાણીતો છે. આ સિરિયલને કારણે લોકો તેને વાસ્તવિક જીવનમાં પણ સુરજ રાઠી કહે છે. જોકે, હવે આ સિરિયલ પૂરી થઈ ગઈ છે, પરંતુ તેની યાદો લોકોના મગજમાં હજી પણ તાજી છે. અનસ રાશિદે વર્ષ 2017 માં હીના ઇકબાલ સાથે લગ્ન કર્યા હતા. જણાવી દઈએ કે હીના કોર્પોરેટ પ્રોફેશનલ છે. વળી, હીના અનસથી 14 વર્ષ નાની છે. બંનેના એરેન્જ મેરેજ થયા હતા. આજે તેમની એક પુત્રી પણ છે, જે ખૂબ જ સુંદર અને ક્યૂટ છે.

(5) સૌરભ રાજ : ઘણી ધાર્મિક સિરિયલોમાં કામ કરી ચુકેલા સૌરભ રાજ છોકરીઓમાં ખૂબ જ લોકપ્રિય છે. લાખો છોકરીઓ સૌરભ રાજના દેખાવ તરફ આકર્ષાય છે, પરંતુ તેના દિલમાં કોઈ બીજુ રાજ કરે છે, જેની સાથે તેણે લગ્ન કર્યાં છે. સૌરભ રાજ જૈને વર્ષ 2010 માં રિદ્ધિમા સાથે લગ્ન કર્યા હતા. બંને એકબીજાને લગભગ 3 વર્ષથી ડેટ કરી રહ્યા હતા, ત્યારબાદ બંનેએ લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. તમને જણાવી દઈએ કે, આ બંનેની મુલાકાત એક ડાન્સ ઇન્સ્ટિટ્યૂટમાં થઈ હતી. રિદ્ધિમા વ્યવસાયે સોફ્ટવેર એન્જિનિયર છે. એટલું જ નહીં, બંને નચ બલિયેમાં સાથે જોવા મળ્યા છે.

(6) જય સોની : સીરીયલ સસુરાલ ગેંદા ફૂલથી ઘરે ઘરે પ્રખ્યાત થયેલા જય સોનીની પત્ની પણ ખૂબ જ સુંદર છે. જય સોનીએ અત્યાર સુધી અનેક સિરીયલોમાં પોતાનું નસીબ અજમાવ્યું છે. હવે તેના અભિનય અને તેના દેખાવના લાખો લોકો દીવાના છે. જય સોનીએ 2014 માં પૂજા શાહ સાથે લગ્ન કર્યા હતા. પૂજા શાહ વ્યવસાયે ફુટવેર ડિઝાઇનર છે. જણાવી દઈએ કે, આ બંનેના અરેન્જ મેરેજ છે, પરંતુ હવે બંનેમાં ખૂબ પ્રેમ છે. બંનેને જોતા એવું લાગે છે કે, જાણે તે એકબીજા માટે જ બન્યા હોય. જણાવી દઈએ કે બંને નચ બલિયેમાં જોવા મળ્યા હતા.

(7) રજત ટોકસ : રજત ટોકસે ઘણી સિરિયલોમાં કામ કર્યું છે, પરંતુ તેમને ધરમ-વીરથી સાચી ઓળખ મળી. તેમના ચાહકો આજે પણ તેમને જોધા અકબર અને ધરતીના વીર યોદ્ધા પૃથ્વીરાજ ચૌહાણ તરીકે ઓળખે છે. એટલું જ નહીં, તે નાગિન શોમાં પણ જોવા મળ્યા છે. રજત ટોકસે 2015 માં થિયેટર કલાકાર સૃષ્ટિ નાયર સાથે લગ્ન કર્યા હતા. સૃષ્ટિ નાયર દેખાવમાં ખૂબ જ સુંદર છે. બંને વચ્ચે ખૂબ જ પ્રેમ છે. એવું કહેવામાં આવે છે કે, રજત ટોકસ હંમેશાં સૃષ્ટિની ઝલક મેળવવા માટે બેબાકળા રહે છે. આ જ કારણ છે કે આ બંનેનું લગ્ન જીવન ખૂબ સારી રીતે પસાર થઈ રહ્યું છે.

આ માહિતી ઇન્ડિયાફીડ્સ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.