બોલીવુડ ફિલ્મોમાં દેખાઈ ચુક્યા છે ટીવીના આ સુપર સ્ટાર્સ, પરંતુ કોઈએ ઓળખ્યા પણ નહિ

0
505

ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં દરરોજ લાખો લોકો પોતાનું નસીબ અજમાવે છે. પરંતુ ખુબ જ ઓછા લોકોને સફળતા નસીબમાં હોય છે. બોલીવુડના કિંગ ખાન એવા જ એક કલાકાર છે, જે પોતાના સપના પુરા કરવા માટે દિલ્હીથી માયાનગરી મુંબઈ આવ્યા હતા. શાહરૂખ ખાને પોતાની કારકિર્દીની શરુઆત નાના પડદાથી કરી હતી, ત્યાર પછી તેમણે ક્યારે પણ પાછા વળીને જોયું નથી.

પરંતુ બધાનું નસીબ શાહરૂખ ખાન જેવું નથી હોતું. આજના સમયમાં નાના પડદા ઉપર કામ કરવાવાળા દરેક કલાકાર મોટા પડદા ઉપર કામ કરવા માંગે છે. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે, ટીવી ઈન્ડસ્ટ્રીના ઘણા મોટા કલાકારો મોટા પડદા ઉપર જોવા મળી ચુક્યા છે. તે વાત અલગ છે કે લોકોનું ધ્યાન તેની ઉપર ગયું ન હતું.

ફિલ્મમાં પ્રસિદ્ધ કલાકારો હોવાને કારણે જ આ કલાકારો દર્શકોનું ધ્યાન તેમની તરફ નથી ખેંચી શક્યા. આજની આ પોસ્ટમાં અમે તમને ટીવીના થોડા એવા કલાકારો વિષે જણાવવા જઈ રહ્યા છીએ, જે બોલીવુડ ફિલ્મોમાં જોવા તો મળ્યા પરંતુ ફેંસની નજરોમાં આવ્યા નહિ.

કરણ વાહી :

કરણ વાહી ટીવી ઈન્ડસ્ટ્રીના જાણીતા કલાકાર છે. અને ઘણી સુપરહિટ સીરીયલોમાં કામ કરી ચુક્યા છે. થોડા સમય પહેલા આદિત્ય ચોપડા અને પરીણીતી ચોપડાની ફિલ્મ ‘દાવત-એ-ઈશ્ક’ આવી હતી, અને આ ફિલ્મમાં કરણ વાહી પણ હતા. આ ફિલ્મના ગીત ‘શાયરાના’ માં કરણ વાહી પરીણીતી સાથે રોમાન્સ કરી રહ્યા હતા.

સુમોના ચક્રવર્તી :

‘કોમેડી નાઈટ્સ વિથ કપિલ’ માં કપિલ સાથે લગ્નના સપના જોનારી સુમોના ચક્રવર્તી સુપરહિટ ફિલ્મ ‘બર્ફી’ માં જોવા મળી હતી. આ ફિલ્મમાં તેણે ઈલીયાના ડીક્રુઝની મિત્રનું પાત્ર ભજવ્યું હતું. તે સિવાય તે ‘કિક’ ફિલ્મમાં પણ થોડી વાર માટે જોવા મળી હતી.

રશ્મી દેસાઈ :

રશ્મી દેસાઈ નાના પડદાની પ્રસિદ્ધ અભિનેત્રી છે. તેમણે સુપરહિટ સીરીયલ ‘ઉતરન’ માં તપસ્યાનું પાત્ર ભજવ્યું હતું. ફિલ્મ ‘દબંગ ૨’ ના ગીત ‘દગા બાજ’ માં રશ્મી દેસાઈ જોવા મળી હતી, પરંતુ કદાચ જ લોકોનું ધ્યાન તેની ઉપર ગયું હોય.

મોની રોય :

સૌને લાગે છે કે, નાના પડદાની પ્રસિદ્ધ અભિનેત્રી મોની રોયે ફિલ્મ ‘ગોલ્ડ’ થી ડેબ્યુ કર્યું છે. પરંતુ ફિલ્મ ‘ગોલ્ડ’ થી ડેબ્યુ કરતા પહેલા પણ તે મોટા પડદા ઉપર કામ કરી ચુકી છે. ફિલ્મ ‘રન’ ના ગીત ‘નહિ હોના નહિ હોના’ માં મોની રોય જોવા મળી હતી.

જેનીફર વિંગેટ :

જેનીફર વિંગેટનું નામ નાના પડદાની સૌથી પ્રસિદ્ધ અભિનેત્રીઓમાં રહેલું છે. આજે તેને નાના પડદાની દીપિકા પાદુકોણ કહેવામાં આવે છે. જેનીફર વિંગેટ બોલીવુડમાં પોતાનું ડેબ્યુ ‘લવ કિયા ઓર લગ ગઈ’ થી કરી ચુકી છે, પરંતુ ફિલ્મ ફ્લોપ થવાને કારણે જ તેને ઓળખાણ ન મળી શકી.

કરન ટેકર :

કરન ટેકર પણ ટીવી ઈન્ડસ્ટ્રીના પ્રસિદ્ધ કલાકાર છે. તેને તમે શાહરૂખ અને અનુષ્કાની ફિલ્મ ‘રબ ને બના દી જોડી’ માં જોયા હશે. ફિલ્મના ગીત ‘ચલતે ચલતે’ માં કરન ટેકર જોવા મળ્યા હતા, પરંતુ શાહરૂખ સામે તેને કોઈએ ધ્યાનમાં લીધા ન હતા.

સંજીદા શેખ :

ફિલ્મ ‘બાગબાન’ માં સંજીદા શેખ નાના એવા રોલમાં જોવા મળી હતી. પરંતુ તેણે કાંઈ વિશેષ સફળતા ન મળી. ઓળખાણ તેને નાના પડદાએ જ અપાવી.

સના ખાન :

સના ખાન બીગ બોસમાં ખાસ કરીને કંટેસ્ટેન્ટ તરીકે જોવા મળી હતી. આ શો થી ઓળખ ઉભી થયા પછી તેમણે પોતાનું લક ફિલ્મ ‘જય હો’ માં અજમાવ્યું. ફિલ્મમાં તેણે ડેનીની દીકરીનું પાત્ર ભજવ્યું હતું.

કરણ પટેલ :

કરણ પટેલ ટીવીના પ્રસિદ્ધ કલાકાર છે. સીરીયલ ‘યે હે મોહબ્બતે’ માં તેમના દ્વારા ભજવવામાં આવેલા ‘રમન’ નું પાત્ર ઘણું ફેમસ થયું હતું. કરણે ફિલ્મ ‘સીટી ઓફ ગોલ્ડ’ થી બોલીવુડમાં ડેબ્યુ કર્યું હતું. પરંતુ ફિલ્મ સુપરફ્લોપ સાબિત થઈ હતી.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.