ટીવી સીરીયલની આ પ્રસિદ્ધ અભિનેત્રી હવે બનશે ઋતિક રોશનની પત્ની, જાણો શું છે આનું કારણ.

0
3801

મિત્રો, બોલીવુડ અને ગ્લેમરની આ ચકાચોંધ દુનિયામાં ક્યારે શું થઇ જાય, એનો કોઈ ભરોષો નથી. આ ઇન્ડસ્ટ્રીમાં નવા સંબંધ બને છે અને થોડીવારમાં તૂટી પણ જાય છે. બોલીવુડમાં જોડીઓ તૂટવાના ઘણા કિસ્સાઓ તમે જોયા હશે. કલાકારોના સંબંધો વિષે એમના ફેન્સને પણ ભરોષો નહિ હોતો કે આવું પણ કંઈક થશે. હમણાં જે સુપરસ્ટારના સંબંધના ઉદાહરણ અપાય છે, કદાચ તે સમય જતા તૂટી પણ શકે છે.

પર્દાનું આકર્ષણ હોય છે જોવા લાયક :

મિત્રો, આજે અમે તમને તૂટેલા સંબંધ વિષે નથી જણાવવાના. પણ આજે અમે તમને સિનેમાની દુનિયાના એક એવા નવા સંબંધના વિષે જણાવવા જઈ રહ્યા છે, જેના વિષે જાણીને તમે ચકિત રહી જશો. તમે વિચારમાં પડી જશો કે, એવું કેવી રીતે થઇ શકે છે? પરંતુ આ સત્ય છે. પર્દાની દુનિયામાં વાત મોટા પર્દાની હોય કે નાના પર્દાની બંનેનું આકર્ષણ જોવા લાયક હોય છે. જે એક વાર પર્દાની દુનિયામાં જોડાઈ જાય છે, તે પોતાને અલગ કરી શકતો નથી.

નાના પર્દાના કલાકારોએ મહેનત કરીને એમાંથી બહાર નીકળીને મોટા પર્દા પર પોતાનું નામ બનાવ્યું છે. અને અત્યાર સુધી ઘણા અભિનેતા અને અભિનેત્રીઓએ ટીવી ઇન્ડસ્ટ્રી માંથી આવીને બોલીવુડમાં નામ કમાયું છે. આમાંથી સૌથી પહેલું નામ શાહરૂખ ખાનનું છે. તેમણે નાના પર્દાથી મોટા પર્દા પર ફિલ્મો કરી અને આજે તે બોલીવુડના સફળ એક્ટર છે.

અને એ ઉપરાંત નાના પર્દા પરથી મોટા પર્દા પર આવવા વાળા લોકોમાં સુશાંત સિંહ રાજપૂત, મૌની રોય અને અંકિતા લોખંડે પણ મુખ્ય છે. જણાવી દઈએ કે, મૌની રોય બોલીવુડના ખિલાડી અક્ષય કુમાર સાથે ફિલ્મ ગોલ્ડમાં જોવા મળી હતી.

મૃણાલ બનવા જઈ રહી છે ઋતિક રોશનની પત્ની :

અને આ યાદીમાં હજુ એકટ્રેસનું નામ જોડાઈ ગયું છે. હા, અમે જે એકટ્રેસની વાત કરી રહ્યા છીએ તેમનું નામ છે મૃણાલ ઠાકુર. જાણકારી માટે જણાવી દઈએ કે, મૃણાલ ઠાકુર ‘કુમ-કુમ ભાગ્ય’ માં પ્રજ્ઞાની બહેન બુલબુલનું પાત્ર ભજવી રહી છે.

મળેલી જાણકારી અનુસાર મૃણાલ ઠાકુર બોલીવુડ અભિનેતા ઋતિક રોશનની પત્ની બનવા જઈ રહી છે. હા, મૃણાલ ઠાકુર બનશે ઋતિક રોશનની પત્ની પરંતુ ફક્ત ફિલ્મમાં. જાણવામાં આવ્યું છે કે, ઋતિક રોશનની આવનારી ફિલ્મ ‘સુપર 30’ માં મૃણાલ ૠતિકની પત્નીની ભૂમિકામાં જોવા મળશે.

મૃણાલ હકીકતમાં ઘણી ગ્લેમરસ છે :

એવી જાણકારી મળી છે કે, સુપર 30 માં મૃણાલ ઠાકુર ઋતુ રશ્મિનો રોલ નિભાવશે. ઋતિકની આ ફિલ્મ ‘સુપર 30’ ના ફાઉન્ડર આનંદ કુમારના જીવન ઉપર બનાવવામાં આવી રહી છે. આનંદ કુમાર શિક્ષણ જગતના હીરો કહેવામાં આવે છે. મૃણાલ ઠાકુર ટીવી સિરિયલ ‘મુજસે કુછ કહતી… યે ખામોશીયા’, ‘હર યુગ મેં આયેગા એક અર્જુન’, ‘કુમ કુમ ભાગ્ય’, ‘નચ બલિયે 7’ અને ‘સૌભાગ્ય લક્ષ્મી’ માં કામ કર ચુકી છે.

મૃણાલે જણાવ્યું હતું કે, આ તેમની પહેલી બોલીવુડ ફિલ્મ છે. અને એને લઈને તે ઘણી એક્સાઈટેડ છે. આ ફિલ્મમાં મૃણાલને ખુબ સાધારણ દેખાડેલી છે, પરંતુ અસલી જિંદગીમાં તે ખુબ હોટ અને ગ્લેમરસ છે.