TV પર દેખાતી હતી એ રાણી લક્ષ્મીબાઈ હવે દેખાય છે આટલી હોટ, ફોટા જોઇને તમે પણ ચકરાવે ચડી જશો

0
2410

આજકાલ ટીવી પર ફિલ્મોની સરખામણીએ સીરીયલ જોવા વાળાની સંખ્યામાં ઘણો વધારો જોવા મળી રહ્યો છે. અને આ બાબતે ઘર કુટુંબમાં બધાને જુદી જુદી સીરીયલ જોવાનું પસંદ હોય છે. પણ અમુક એવી સિરીયલો હોય છે, જે આખો કુટુંબ સાથે બેસીને જોય છે. અને એવી જ સિરીયલો માંથી એક હતી ‘ઝાંસી કી રાની.’ આ સીરીયલ પૂરી થયાને ઘણો સમય પસાર થઈ ગયો છે. પણ જયારે તે શરુ હતી ત્યારે ઘણા બધા લોકોને આ સીરીયલ જોવી પસંદ હતી.

આ સીરીયલ આપણા ઈતિહાસમાં અંગ્રેજોના છક્કા છોડાવનારી રાણી લક્ષ્મીબાઈના જીવન ઉપર આધારિત હતી. જણાવી દઈએ કે, આ સીરીયલમાં જે છોકરીએ લક્ષ્મીબાઈનું પાત્ર ભજવ્યું હતું તે છોકરી તે સમયે માત્ર ૧૧ વર્ષની હતી. પણ પોતાના અભિનય દ્વારા તેણે મોટા મોટા કલાકારોને પાછળ રાખી દીધા હતા.

અને એ ઉત્તમ અભિનય કરનારી છોકરીનું નામ છે અલકા ગુપ્તા. જે પોતાના અભિનયને કારણે દેશમાં જાણીતી થઇ ગઈ છે. લોકો તેના અભિનયના કારણે આ સિરીયલને પ્રાથમિકતા આપતા હતા. અલકાએ આ ભૂમિકા ભજવ્યાને ૯ વર્ષ પસાર થઇ ગયા છે, અને ત્યાર પછી વાળી અલકાને જોઇને તમે પણ તેના દીવાના થઇ જશો.

જણાવી દઈએ કે, અલકાએ ૭ વર્ષની ઉંમરમાં જ અભિનય કરવાનું શરુ કરી દીધું હતું. પણ તેને ઓળખ ૧૧ વર્ષની ઉંમરમાં ભજવેલા લક્ષ્મીબાઈના પાત્રથી મળી. હવે અલકાની ઉંમર ૨૨ વર્ષ થઇ ગઈ છે. અને તે ગ્લેમરસ ક્વીન બની ગઈ છે. સોશિયલ મીડિયા ઉપર છવાયેલ તેના ફોટા જોયા પછી ન જાણે કેટલા લોકો તેના દીવાના થઇ ગયા છે.

તે બાળપણમાં તો ઘણી ક્યુટ લાગતી જ હતી. પણ હવે તો એટલી સુંદર અને હોટ દેખાય છે કે, તેણે યુવાહ હૈયા ઉપર રાજ કરવાનું શરુ કરી દીધું છે. એના વાયરલ થઇ રહેલા ફોટા દ્વારા જાણી શકાય છે કે, તે જાણીતી હિરોઈનોને પણ ટક્કર આપી શકે છે. ઝાંસી કી રાની પછી એણે વીર શિવાજી, સાત ફેરે, ખેલતી હૈ ઝીંદગી આંખ મીંચોલી, દેવો કે દેવ મહાદેવ જેવી પ્રખ્યાત સીરીયલોમાં કામ કરી ચુકી છે.

ઘણા દિવસો પછી આવેલ એનો આ બોલ્ડ અવતાર જોયા પછી એટલું તો સ્પષ્ટ થઇ ગયેલ છે કે, અલકા બોલીવુડમાં સફળ થઈ શકે છે. જણાવી દઈએ કે અલકાએ 2 તેલુગુ, 1 બંગાલી અને 1 મરાઠી ફિલ્મમાં કામ કર્યું છે. તેમજ બોલીવુડમાં એણે ટ્રાફિક, મિસ્ટર કબાડી અને સીમ્બા ફિલ્મમાં કામ કર્યું છે.

થોડા સમય પહેલા શ્રુતિ હાસને કહ્યું હતું કે, અલકાનો ચહેરો મારી સાથે મળે છે. અને માત્ર આટલું કહેવાથી જ અલકા સુપરહિટ થઇ ગઈ. અને ઘણા લોકો એવુ માની રહ્યા છે કે અલકાનો શારીરિક દેખાવ એકદમ શિલ્પા શેટ્ટી જેવો છે. છેવટે આ ગ્લેમરસ છોકરીએ આવતા જ સૌના દિલ જીતી લીધા છે. એટલે એવું અનુમાન લગાવી શકાય કે, હવે તે દિવસ દુર નથી જ્યારે બોક્સ ઓફીસ ઉપર માત્ર અલકાનું જ નામ હશે.

સીરીયલની દુનિયામાં ખ્યાતી મેળવીને અલકાએ બોલીવુડમાં પણ સફળ થવાનું નક્કી કરી લીધું છે. હાલમાં અલકાના હોટ ફોટા સોશિયલ મીડિયા ઉપર જોરદાર વાયરલ થઇ રહ્યા છે. કારણ કે રાણી લક્ષીબાઈના પાત્રમાં જોયેલ છોકરી હવે એક બોલ્ડ અવતાર લઇ ચુકી છે.