ટીવી ઇન્ડસ્ટ્રીમાં કાસ્ટિંગ કાઉચ : ‘કસોટી જિંગદી કી 2’ ની એક્ટ્રેસ બોલી – મને કોઈની સાથે સુવા માટે…

0
130

કસોટી જિંગદી કી 2 ની એક્ટ્રેસે કાસ્ટિંગ કાઉચ વિષે કહી આ વાત કહ્યું – મને કોઈની સાથે સુવા માટે કહેવામાં આવે છે. ‘કસૌટિ જિંદગી કી 2’ માં કુકી બજાજની ભૂમિકા નિભાવી ચૂકેલી અભિનેત્રી અદિતિ સનવાલે એક ઇન્ટરવ્યુમાં કાસ્ટિંગ કાઉચ વિશે વાત કરી હતી. જો તેમની વાત માનીએ, તો તેમના ફોન પર ઘણીવાર વલ્ગર મેસેજીસ આવે છે. અદિતિના જણાવ્યા અનુસાર, “એક્ટર્સ હોવાને કારણે અમારા ફોન નંબર્સ ઘણા મીડિયા અને પીઆર જૂથો સાથે શેયર થાય છે, અને કાસ્ટિંગ એજન્ટને એ સરળતાથી મળી રહે છે.”

‘મને સાથે સૂવાનું કહેવામાં આવે છે’ : સ્પોટબોઇસ સાથે વાત કરતાં અદિતિએ આગળ કહ્યું કે “કેટલીક વાર મને એવા મેસેજ મળે છે, જેમાં મને કોઈની સાથે સૂવા અથવા કોઈની સાથે લગ્ન કરવાનું કહેવામાં આવે છે. મને નથી લાગતું કે આ લોકો અસલી છે. તેથી હું તેમને બ્લોક કરી દવ છું. હું સફળતા માટે કોઈપણ શોર્ટકટ પર વિશ્વાસ નથી કરતી. માત્ર સખત મહેનત મહત્વ ધરાવે છે. એવું કહેવામાં આવે છે કે ઈંડસ્ટ્રીમાં ઘણા મહાન લોકો પણ છે.”

‘કાસ્ટિંગ કાઉચ ઈંડસ્ટ્રીની ગંભીર વાસ્તવિકતા’ : અદિતિ જણાવે છે, “કાસ્ટિંગ કાઉચ ઈંડસ્ટ્રીની ગંભીર વાસ્તવિકતા છે, જેનો અનુભવ પુરુષો અને સ્ત્રીઓ બંનેએ કર્યો છે. સૌથી મોટી સમસ્યા એ છે કે આજે પણ કાસ્ટિંગ અને ઓડિશન પ્રક્રિયા ખૂબ જ અસંગઠિત છે. તેથી આવા ખરાબ તત્વોથી દૂર રહેવાની જરૂર છે. જે ઈંડસ્ટ્રીને કલંકિત કરે છે.”

‘ઉદ્યોગમાં આર્થિક છેતરપિંડી પણ છે’ : અદિતિનું માનીએ તો મનોરંજન ઉદ્યોગમાં કાસ્ટિંગ કાઉચ જ નહીં, આર્થિક છેતરપિંડી પણ ઘણી થાય છે. તે કહે છે, “અહીં ઘણા લોકો છે, જે તમને પૈસાના બદલામાં કામ આપવાનું વચન આપે છે. મારી કારકિર્દીના શરૂઆતના દિવસોમાં મારો પણ એવા લોકો સાથે સામનો થયો છે. પરંતુ ભગવાનનો આભાર કે હું આવી જાળમાં ના ફસાઈ.”

અદિતિના મતે, આવા લોકો તમને મનાવવા માટે મોટા સેલેબ્સ સાથે પોતાનો ફોટાઓ બતાવે છે, અને તેમના ટાર્ગેટ મોટે ભાગે મુંબઇની બહારના સ્ટ્રગલિંગ આર્ટિસ્ટ હોય છે.

છેતરપિંડી કરનાર કેવી રીતે કાર્ય કરે છે? તેના જવાબમાં અદિતિએ કહ્યું, “પહેલા તેઓ તમારી પાસે કેટલાક ફોટોગ્રાફ્સ માંગે છે. ત્યારબાદ તમને પસંદ કરેલા છે એમ કહીને તમારી પાસે ઓડિશનનો વીડિયો મંગાવવામાં આવે છે. તે પછી તેઓ તમારી પાસે રજીસ્ટ્રેશન ફીના નામે પૈસા માંગે છે, અને તમને કોન્ટ્રાકટ પણ મોકલે છે. એકવાર જેવા તેમના ખાતામાં પૈસા પહોંચે છે, તેઓ અદૃશ્ય થઈ જાય છે અને પછી તમે કંઈ કરી શકતા નથી.”

આ માહિતી દૈનિક ભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.