તૂટેલા પાટા ઉપર ઘણી ઝડપથી આગળ વધી રહી હતી ટ્રેન, ગરીબ બાપ-દીકરી વચ્ચે ઉભા રહી ગયા, પછી થયું કાંઈક આવું.

0
1592

બાપ દીકરીની જોડીએ પોતાના જીવને જોખમમાં મુકીને અટકાવી રેલ દુર્ઘટના, બચાવ્યા હજારોના જીવ

હંમેશા જોવા મળે છે કે જે લોકોના ઘરમાં પૈસા ઓછા હોય છે, તેમનું દિલ ઘણું મોટું હોય છે. ઘણી વખત એ લોકો કાંઈક એવું કામ કરી જાય છે. જે કરવાનું સાહસ શ્રીમંત લોકો પાસે પણ નથી હોતું. તેવી જ એક ઘટના ત્રિપુરાના ધનચારા ગામમાં જોવા મળી છે. અહિયાં એક ગરીબ બાપ દીકરીની જોડીએ પોતાના જીવના જોખમે હજારો લોકોના જીવ બચાવ્યા છે. તેના વિષે જાણીએ, આ છે સ્વપણ અને તેની ૯ વર્ષની દીકરી સોમતી.

સ્વપન અને સોમતીને કારણે જ એક ઘણી મોટી રેલ દુર્ઘટના થવાથી અટકી ગઈ અને સેંકડો લોકોના જીવ પણ બચી ગયા. આ વાત બાંગ્લાદેશ અને મ્યાનમારના રસ્તામાં આવતા ત્રિપુરાના ધનચારાથી શરુ થાય છે. અહિયાં સ્વપ્ન પોતાના ૭ સભ્યો વાળા કુટુંબ સાથે ઘણી ગરીબી ભરેલી સ્થિતિમાં રહે છે.

સ્વપ્નના ઘરમાં ઘણી વખત ખાવાનું બનાવવા માટે કાંઈ રહેતું ન હતું. તેવા માં એક દિવસ પોતાના પરિવારને ભૂખ્યા રાખવાને બદલે કાંઈક અલગ કરવાનું વિચાર્યું. તે પોતાની દીકરી સોમતીને ઘરની બાજુમાં આવેલા જંગલમાં ફળ વીણવા લઇ ગયા. જંગલમાં ફળ વીણવા સાથે તે ઝાડમાંથી વાંસ પણ કાપવા લાગ્યો. જેથી તે વેચીને થોડા પૈસા કમાઈ શકે.

તે દરમિયાન તેણે જોયું કે એક દિવસ પહેલા થયેલા ભારે વરસાદથી એક વિસ્તારમાં ઘણું નુકશાન થયું છે. તે કારણે જ રેલ્વેના એક પાટાને પણ નુકશાન થયું છે, તેવામાં જો ટ્રેન અહિયાથી પસાર થાય તો તે ભાંગીને નીચે પાણીમાં પડી શકે છે. તેમાં હજારો જીવ જશે. તેવામાં સ્વપન ત્યાં પાટા ઉપર બેસી ટ્રેન આવવાની રાહ જોવા લાગ્યા. જેથી તે અકસ્માતને અટકાવી શકાય.

આમ તો આ એરિયામાં માત્ર એક જ ટ્રેન ચાલે છે એટલા માટે સ્વપનને તેના આવવાની રાહ જોવામાં કલાકો સુધી ત્યાં બેસવું પડ્યું. જરા વિચારો તે સમયનો ઉપયોગ તે વાંસ કાપી અને તેણે વેચીને કુટુંબનું પેટ ભરવામાં કરી શકતો હતો પરંતુ તેના માટે બીજા લોકોનો જીવ બચાવવું પ્રાથમિકતા હતી. થોડા કલાકો રાહ જોયા પછી સ્વપ્ને ટ્રેનના આવવાનો અવાજ સાંભળ્યો.

ઝડપથી આવી રહેલી આ ટ્રેનને રોકવા માટે સ્વપન પાટાની વચ્ચે ઉભો થઇ ગયો અને પોતાનો શર્ટને બે ભાગમાં ફાડીને ઝંડાની જેમ ઉપયોગ કરવા લાગ્યો. ત્યાં રેલ્વેમાં બેઠેલા એન્જીનીયર અને ડ્રાઈવર તે હોર્ન વગાડવા લાગ્યા અને ટ્રેન તે સ્પીડમાં જ આગળ વધવા લાગી.

જયારે સ્વપનને ખબર પડી કે ટ્રેન એમ નહિ અટકે તો તેણે પોતાની સાથે ૯ વર્ષની દીકરી સોમતીને પણ ઉભી રાખી દીધી. વધુ ઝડપથી ટ્રેનની સામે ઉભા રહેવામાં સોમતી ડરવા લાગી પરંતુ તેને પિતાએ હિંમતથી કામ લેવા કહ્યું અને લોકોના જીવ બચાવવાની વાત કરી.

છેવટે ટ્રેન નુકશાનવાળા પાટાના થોડા મીટર પહેલા ઉભી રહી ગઈ. જયારે ટ્રેનના ડ્રાઈવર સોનુ કુમાર મંડલને સંપૂર્ણ ઘટનાની ખબર પડી, તો તે વધુ ઈમ્પ્રેશ થયો કે તેણે બાપ દીકરી સાથે એક ફોટો પણ લીધો. પાછળથી તેણે આ વાતને ફેસબુક ઉપર પણ શેર કરી. ઝડપથી આ બહાદુર બાપ દીકરીની જોડી ફેમસ થઇ ગઈ.

ત્યાર પછી ત્રિપુરાના આરોગ્ય, સાયન્સ અને ટેક મીનીસ્ટર સુદીપ રોય બર્મને ધન્યવાદ કહેવા પોતાના ઘરે જમવા માટે બોલાવ્યા. તેની સાથે જ સ્વપનને રેલ્વેબોર્ડમાં નોકરી આપવામાં આવી અને એક રેલ્વે સ્ટેશનનું નામ જ તેના નામ ઉપરથી રાખવામાં આવ્યું. સ્વપન ભણેલા ગણેલા નથી એટલા માટે શિક્ષણ લેવા માટે વર્ગની પણ વ્યવસ્થા કરવામાં આવી. તે ઉપરાંત ટ્રેનમાં મુસાફરી કરી રહેલા ૨ હજાર પ્રવાસીઓનો જીવ બચાવવા માટે ઘણા લોકોએ તેને પૈસા મોકલવાનું શરુ કરી દીધું, જેની રકમ ૩ લાખ ઉપર થઇ ગઈ.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.