હળદર અને ગોળનો આ ઉપાય તમારી સમસ્યાઓ કરશે દૂર, માતા લક્ષ્મી દરેક ઈચ્છા કરશે પુરી

0
1696

માણસ પોતાના જીવનમાં એક નહિ અનેક પ્રકારની સમસ્યાઓમાંથી પસાર થાય છે. જો તેના જીવનમાં હાલમાં સારો સમય ચાલી રહ્યો છે, તો બની શકે છે કે આવનારા દિવસોમાં એણે કોઈને કોઈ તકલીફનો સામનો કરવો પડે. હંમેશા વ્યક્તિ માનસિક તણાવ, ધનની કમી, વેપારમાં આર્થિક નુકશાની થવી કે વેપાર સારી રીતે ન ચાલવો, વિચારેલા કાર્યોમાં અડચણો આવવા જેવી સમસ્યાઓનો સામનો કરતો રહે છે. દરેક વ્યક્તિ પોતાની મુશ્કેલીઓને વહેલી તકે ઉકેલવા માંગે છે. પરંતુ પ્રશ્ન એ રહે છે કે, છેવટે તે આ સમસ્યાઓથી કેવી રીતે બચી શકે?

જો તમે ઈચ્છો છો કે તમારી તકલીફો વહેલી તકે દુર થઇ જાય, તો આજે અમે તમને એવા થોડા અસરકારક ઉપાય જણાવવાના છીએ, જે કરીને તમારી દરેક તકલીફોનો ઉકેલ થઇ જશે. આ ઉપાયો કરવાથી તમારી ઉપર માતા લક્ષ્મીજીના પણ આશીર્વાદ જળવાઈ રહેશે. જેનાથી ધન સાથે જોડાયેલી ઘણી તકલીફો સાથે સાથે તમારી દરેક મનોકામના જરૂર પૂરી થશે.

આવો જાણીએ ક્યા ઉપાયો કરવાથી તકલીફો થઇ શકે છે દુર :

જો તમે તમારી ઇચ્છાઓ પૂરી કરવા માંગો છો, અને માતા લક્ષ્મીજીના આશીર્વાદ મેળવવા માંગો છો, તો તેના માટે તમે હળદરની સાત આખી ગાંઠો, ગોળ અને ૧ રૂપિયાનો સિક્કો લો. હવે આ ત્રણે વસ્તુને ગુરુવારના દિવસે કોઈ પીળા કપડામાં બાંધીને રેલ્વે લાઈન પાસે ફેંકી આવો. જયારે તમે આ કપડાને રેલ્વે લાઈન પાસે ફેંકી રહ્યા હોવ ત્યારે તમારી મનની ઈચ્છા પૂરી કરવાની પ્રાર્થના કરો. જો તમે આમ કરો છો, તો તેનાથી તમારા જીવનની ઘણી બધી અડચણો દુર થશે અને માતા લક્ષ્મીની કૃપાથી તમારી મનોકામનાઓ વહેલી તકે પૂરી થશે.

જો તમારો વેપાર સારી રીતે નથી ચાલી રહ્યો, કે પછી તમારા વેપારમાં કોઈ પ્રકારની અડચણો ઉભી થઇ રહી છે, તો તમે શનિવારે સવારે એક લીંબુ લો અને તેના ચાર ટુકડા કરી લો. ત્યાર બાદ પીળું સરસીવ, ૨૧ કાળામરી અને ૭ લવિંગ લઈને વેપારના સ્થાન ઉપર ક્યાંક રાખી દો, અને સાંજના સમયે આ વસ્તુને કાળા કપડામાં બાંધીને કોઈ સુકા કુવામાં ફેંકી દો. તમારે એ ધ્યાન રાખવાનું છે કે આ કુવામાં પાણી ન હોવું જોઈએ. આ ઉપાય કરવાથી વેપારમાં આવનારી તમામ અડચણો દુર થઇ જાય છે અને તમારા વેપારમાં લાભ મળવા લાગે છે.

જો તમે તમારા ઘર કુટુંબમાં સુખ શાંતિ જાળવી રાખવા માંગો છો, તો તેના માટે તમે ઘરમાં બનતી પહેલી રોટલીના ચાર સરખા ભાગ કરીને એક રોટલીનો ટુકડો ગાયને, બીજો કાળા કુતરાને, ત્રીજો કાગડાને, ચોથો ચાર રસ્તા ઉપર મૂકી દો. જો તમે આ ઉપાયને અપનાવો છો, તો તેનાથી તમારા ઘર કુટુંબની અશાંતિ દુર થાય છે અને તમારા ઘર કુટુંબના લોકોના આંતરિક સંબંધોમાં સુધારો થાય છે.

તમે તમારા મહત્વના કાર્ય માટે જો ઘરમાંથી નીકળી રહ્યા છો, તો તે પહેલા તમે વિરુદ્ધ દિશામાં ચાર ડગલા જાવ, ત્યાર પછી તમે તમારા કાર્ય માટે નીકળો. આ ઉપાય કરવાથી જે કાર્ય માટે તમે જઈ રહ્યા છો તે કાર્ય સફળ થાય છે.

ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશની જાણકારી, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

આ માહિતી હિન્દૂ બુલેટિન અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.