કોણ છે આ તુર્કી એક્ટ્રેસ, જેની બિકીની પહેરવાથી પાકિસ્તાનમાં થઈ બબાલ

0
185

જાણો કેમ થઇ રહ્યો છે આ તુર્કી હીરોઇનના બિકીની પહેરવાથી પાકિસ્તાનમાં હંગામો

પાકિસ્તાનમાં જે તુર્કી શો એ થોડા દિવસો પહેલા રેકોર્ડ બનાવ્યો હતો, આજે તે શો ની એક્ટ્રેસને લઈને ધમાલ મચી ગઈ છે. હકીકતમાં તુર્કી શો Ertugrul Ghazi ની એક્ટ્રેસ બર્કુ ક્રાટલી (Burcu Kirtali) ના બિકીની પહેરવા પર પાકિસ્તાની ફેન્સ તેમનાથી નારાજ છે. તેઓ એક્ટ્રેસને સોશિયલ મીડિયા પર ખુબ ટ્રોલ કરી રહ્યા છે.

Burcu Kirtali એ શો માં રોશની ખાતુનનું પાત્ર ભજવ્યું છે. તેના અભિનયે પાકિસ્તાનના લોકોના દિલ જીતી લીધા હતા, પણ હવે આજ એક્ટ્રેસને બિકીનીમાં જોયા પછી ફેન્સ ધર્મનો હવાલો લઈને તેને ટ્રોલ કરી રહ્યા છે.

એક્ટ્રેસના જે બિકીની વિડીયો પર ધમાલ થઇ છે, તે ઓગસ્ટ 2019 નો છે. તેમાં તે સ્વિમિંગ પુલમાં કાળી બિકીનીમાં દેખાઈ રહી છે. આ વિડીયો પર લોકો તેને ખરું-ખોટું કહી રહ્યા છે.

પાકિસ્તાની ફેન્સે એક્ટ્રેસના ઇંસ્ટાગ્રામ કમેન્ટ બોક્સમાં ઘણી વાતો લખી છે. અમુક યુઝર્સે તેમને કહ્યું કે, તે મુસ્લિમ સમુદાયમાંથી છે અને તેમની સંસ્કૃતિમાં તેની પરવાનગી નથી. તેમજ એક યુઝરે તેમને શેમ શેમ કહ્યું.

અમુક બીજા પાકિસ્તાની યુઝર્સે તેમના કમેન્ટ બોક્સ પર લખ્યું – ‘Ertugru માં તમે શું પરફોર્મ કર્યું અને હવે તમે આવું કરી રહ્યા છો…. શેમ.’ અન્ય એક યુઝરે લખ્યું – ‘અલ્લાહ તમને સાચો રસ્તો દેખાડે.’ તો એક યુઝરે લખ્યું – ‘તમે એક ઇસ્લામિક પાત્ર ભજવ્યું છે અને આ પ્રકારના ફોટા યોગ્ય નથી.’

જોકે ઘણા લોકો એક્ટ્રેસને સપોર્ટ પણ કરી રહ્યા છે. એક્ટ્રેસના સપોર્ટમાં એક યુઝરે લખ્યું – ‘ભાઈ તે સ્વિમિંગ કરી રહી છે. શું તમે ઈચ્છો છો કે, તે પૂલમાં બુરખો પહેરે?’ તેમજ એક યુઝરે તો અહીં સુધી લખી દીધું – ‘પાકિસ્તાનીઓ, ખરાબ કમેન્ટ કરવાનું બંધ કરો, પહેલા પોતાની પાકિસ્તાની એક્ટ્રેસોને જુઓ.’

Burcu Kartali વિષે જણાવી દઈએ કે તે એક તુર્કી એક્ટ્રેસ છે. તેમણે ઇસ્તાનબુલની મુજદત ગીઝન આર્ટ એકેડેમીમાંથી એક્ટિંગના ક્લાસ કર્યા હતા. પછી ત્યાં તેમણે 2 વર્ષ સુધી કાયમી એક્ટ્રેસના રૂપમાં કામ કર્યું.

તેમણે થિએટરથી પોતાની એક્ટિંગની શરૂઆત કરી હતી. તેમાં ‘Mustafa Kemal’im’ અને ‘Gozelerimi Kaparim Vazifemi Yaparim’ શામેલ છે. થિએટરમાં પોતાની અદાકારીની કુશળતા મજબૂત બનાવ્યા પછી તે ફિલ્મો તરફ આગળ વધી.

તેમણે ‘Su ve Ates’, ‘Peri Masali’, ‘Bsizim Hikaye’ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. તે સિવાય એક્ટ્રેસે ટીવી સિરીઝ ‘Elde Var Hayat’ અને ‘Dilris Ertugrul Ghazi’ માં કામ કર્યું છે. Ertugrul માં તેમના અભિનય પછી લોકો આંતરરાષ્ટ્રીય સ્તર પર તેમને ઓળખવા લાગ્યા છે. આ સિરીઝને લોકડાઉન દરમિયાન ઘણા દેશોના લોકોએ જોઈ. શો ના એક્ટર અને એક્ટ્રેસ ઘણા પોયુલર પણ થયા.

પાકિસ્તાનમાં આ શો નો ક્રેઝ ઘણો વધારે જોવા મળ્યો. પ્રધાનમંત્રી ઇમરાન ખાને લોકોને તે જોવાની અપીલ કરી હતી. તેમનું કહેવું હતું કે આ શો દ્વારા લોકો પોતાની સંસ્કૃતિ અને પરંપરાને જાણશે.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.