જો તમારા ઘરમાં પણ છે તુલસીનો છોડ, તો જાણો તુલસી પૂજાનો સાચો નિયમ

0
4262

સામાન્ય રીતે તુલસીનો છોડ લગભગ દરેક ઘરમાં જોવા મળે છે. અને હિંદુ ધર્મમાં તુલસીનું કેટલું મહત્વ છે, એ તો આપણે બધા જાણીએ જ છીએ. તુલસીના છોડની દેવીના રૂપમાં પૂજા કરવામાં આવે છે, અને એટલું જ નહિ શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે જે ઘરમાં તુલસીનો છોડ હોય છે, ત્યાં કોઈપણ સમસ્યા નથી આવતી. આપણે જાણીએ જ છીએ કે ભારતીય સંસ્કૃતિમાં તુલસીને પૂજનીય માનવામાં આવે છે. ધાર્મિક મહત્વ હોવાની સાથે સાથે તુલસી ઔષધીય ગુણોથી પણ ભરપુર છે. આયુર્વેદમાં તો તુલસીને તેના ઔષધીય ગુણોને કારણે વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે.

તમારી જાણકારી માટે જણાવી દઈએ કે તુલસી એવી ઔષધી છે જે મોટાભાગની બીમારીઓમાં કામ આવે છે. શાસ્ત્રો મુજબ હિંદુ ધર્મમાં લગભગ દરેક ઘરમાં તુલસીનો છોડ જરૂર જોવા મળે છે, અને તે પરંપરા આજ કાલથી નહિ પણ પ્રાચીન કાળથી ચાલી આવી રહી છે. હિંદુ ધર્મમાં માનવા વાળા દરેક લોકોના ઘરોમાં તુલસી જોવા મળે છે, જ્યાં સવાર અને સાંજે તુલસી પૂજા કરે છે, અને તેને દેવીનું સ્થાન આપે છે. ઘરમાં તુલસીનો છોડ ઉગાડવો ઘણું શુભ માનવામાં આવે છે.

આ બધા કારણોને લીધે હિન્દુધર્મમાં માનવા વાળા લગભગ તમામ ઘરોમાં આ છોડ રાખવામાં આવે છે. અને આ નાના એવા છોડ ઘરના તમામ લોકોને ખરાબ નજર અને રોગ થવાથી બચાવે છે. તમે ઈન્ટરનેટ અને પુસ્તકો માંથી પણ એના વિષે જાણી શકો છો. અને શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે કે તુલસી વેજ્ઞાનિક રીતે પણ ઘણી જ લાભદાયક ગણાવવામાં આવી છે. અને તુલસી ધાર્મિક છોડ હોવાની સાથે સાથે એક આયુર્વેદિક છોડ પણ છે. એટલું જ નહિ આ છોડને લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે.

મિત્રો તમને જણાવતા જઈએ કે જે ઘરમાં તુલસીનો વાસ હોય છે ત્યાં સ્વયં નારાયણ વાસ કરે છે. એટલા માટે તમારે આ છોડની પૂજા જરૂર કરવી જોઈએ. જેથી તમારા દરેકના ઘરમાં પણ સુખ સંપત્તિ જળવાયેલી રહે. તુલસી વિશે વાત કર્યા પછી હવે વાત કરીશું તુલસી પૂજનની. જો યોગ્ય નિયમ મુજબ તુલસીની પૂજા કરવામાં આવે તો તેનો સંપૂર્ણ ફાયદો તમને મળે છે, માટે આજે અમે તમને તેની પૂજાના સાચા નિયમ વિષે જણાવીશું.

મિત્રો આજે અમે તમારા માટે તુલસી પૂજાના નિયમ અને એની વિધિ લઈને આવ્યા છીએ, જે કદાચ તમે નહિ જાણતા હોવ. તુલસી પૂજા માટે તમારે એક સ્વચ્છ વાસણ લઈ લો અને તેમાં એક લોટો મુકો, જેમાં પાણી ભરેલું હોય. ત્યારબાદ અગરબત્તી, ધૂપ, ઘી નો દીવો અને સિંદુર એકઠું કરીને ઘરના આંગણામાં છોડ પાસે મુકો.

ત્યારબાદ આ તુલસી મંત્ર બોલો “મહાપ્રસાદ જનની સર્વ સૌભાગ્ય વ્ર્ધની આધી વ્યાધી હરા નિત્ય તુલસી તુમ નમોસ્તુતે.” આ મંત્ર બોલ્યા પછી એનું પૂજન કરો અને એને સિંદૂર ચઢાવી એની આરતી ઉતારો. તુલસી માતાની આરતી નીચે મુજબ છે.

जय जय तुलसी माता

सब जग की सुख दाता, वर दाता

जय जय तुलसी माता ।।

सब योगों के ऊपर, सब रोगों के ऊपर

रुज से रक्षा करके भव त्राता

जय जय तुलसी माता।।

बटु पुत्री हे श्यामा, सुर बल्ली हे ग्राम्या

विष्णु प्रिये जो तुमको सेवे, सो नर तर जाता

जय जय तुलसी माता ।।

हरि के शीश विराजत, त्रिभुवन से हो वन्दित

पतित जनो की तारिणी विख्याता

जय जय तुलसी माता ।।

लेकर जन्म विजन में, आई दिव्य भवन में

मानवलोक तुम्ही से सुख संपति पाता

जय जय तुलसी माता ।।

हरि को तुम अति प्यारी, श्यामवरण तुम्हारी

प्रेम अजब हैं उनका तुमसे कैसा नाता

जय जय तुलसी माता ।।

જે દિવસે તુલસી વિવાહ હોય એ દિવસે તુલસીનો શૃંગાર કરવો સારું માનવામાં આવ્યું છે. અને આ દિવસે ઘી ના દીવાથી એમની આરતી કરવી ઘણું સારું માનવામાં આવ્યું છે. તુલસીને ભોગ તરીકે પુરી અને કોઈ મીઠાઈ અર્પણ કરવી જોઈએ. તુલસી વિવાહના દિવસે આમ કરવું સારું માનવામાં આવ્યું છે.

શાસ્ત્રોમાં કહેવામાં આવે છે કે એકાદશીના દિવસે, રવિવારે કે ગુરુવારના દિવસે, કે સૂર્ય આથમ્યા પછી તુલસીના પાંદડા ન તોડવા જોઈએ. સવાર અને સાંજ તુલસીને પાણી આપવા સાથે જ આરતી પણ કરવી જોઈએ. કેમ કે એમ કરવાથી ઘરમાં સકારાત્મકતા જળવાઈ રહે છે અને ખરાબ નજર ઘરની અંદર નથી આવતી. તમારે એ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે તુલસીનું એક પણ પાંદડું સુકાવું ન જોઈએ.