રોજ સવારે તુલસીને પાણી ચડાવતા સમયે બોલો આ ૨ અક્ષરનો મંત્ર, ઘર ઉપર થશે પૈસાનો વરસાદ.

0
6711

હિંદુ ધર્મમાં ઘણા બધા છોડ અને ઝાડનું ધાર્મિક મહત્વ છે. એમાંથી એક છે તુલસી. આપણે ત્યાં તુલસીનું ઘણું મહત્વ છે. એ કારણે જ તો દરેક પુજા પાઠમાં તુલસીની જરૂર પડે છે. અને ધાર્મિક શાસ્ત્રો મુજબ હિંદુ ધર્મમાં તુલસીની દેવીની જેમ પૂજા કરવામાં આવે છે. એટલા માટે જ હિંદુ ધર્મમાં માનતા લગભગ દરેક ઘરમાં તુલસીનો છોડ જરૂર હોય છે.

અને જો તમારા ઘરમાં તમે તુલસીનો છોડ નથી લગાવ્યો, તો આજે જ લગાવી દો. તેનાથી તમારા જીવનમાં સંપન્નતા આવશે. અને તમારા ઘર કુટુંબના સભ્યોને રોગો માંથી મુક્તિ પણ મળશે. જણાવી દઈએ કે ઘરમાં રહેલો હર્યો ભર્યો તુલસીનો છોડ પરિવાર અને સમૃદ્ધીનું પ્રતિક છે. તુલસી વિષે એવું કહેવાય છે કે, જે ઘરમાં તેની વિધિ પ્રમાણે પૂજા થાય છે તે ઘરના સભ્યોને બધા દેવી દેવતાઓની કૃપા પ્રાપ્ત થાય છે.

આપણા પ્રાચીન ધર્મ ગ્રંથોમાં તુલસીના ઘણા બધા એવા ઉપાય જણાવવામાં આવ્યા છે, જેને કરવાથી જીવનની તમામ અડચણો દુર થાય છે, અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે.

અને એટલું જ નહિ ધાર્મિક કાર્યોમાં વપરાતી આ તુલસી એક ઘણી જ ફાયદાકારક ઔષધી પણ છે. આદિકાળથી જ તુલસીનો ઉપયોગ ઘણી બધી આયુર્વેદીક દવામાં કરવામાં આવે છે. મિત્રો તુલસીના પાંદડાનો ઉપયોગ અસંખ્ય ઔષધિઓમાં પણ કરવામાં આવે છે, કારણ કે તેમાં ઘણા ઔષધીય ગુણ રહેલા છે.

તુલસીનો છોડ પોતાના ધાર્મિક મહત્વને કારણે દરેક હિદુ પરિવારના ઘરમાં હોય જ છે. અને તેની પાછળ એક કહેવત એ પણ છે કે, જે ઘરમાં તુલસીનો છોડ હોય છે તે પૂજવા લાયક સ્થાન હોય છે. અને ત્યાં કોઈ બીમારી કે મૃત્યુના દેવતા નથી આવી શકતા.

આજે અમે તમને આ લેખના માધ્યમથી તુલસી સાથે જોડાયેલા થોડા ઉપાય જણાવવાના છીએ, જે તમને સમૃદ્ધિ વધારવામાં મદદરૂપ થશે. તો આવો જાણીએ કયા છે એ અચૂક ઉપાય?

જાણકારી માટે જણાવી દઈએ કે, જો તમે તમારા કોઈપણ કાર્યમાં સફળતા મેળવવા માંગો છો, તો તુલસીના છોડને વિધિપૂર્વક ઘેર લાવો. એટલે તુલસીના છોડને નિમંત્રણ આપીને તમારા ઘેર લઇ આવો. ત્યારબાદ તમે આ તુલસીના છોડને ઘરે લાવ્યા પછી ગંગાજળથી ધોઈ લો અને પછી તેની પૂજા કરો. અને પૂજા પૂરી થયા પછી આ છોડને જમણા હાથથી પીળા કપડામાં લપેટીને બાંધી દો.

જો તમે તુલસીના છોડની પૂજા કરતા સમયે કોઈ તુલસી મંત્રનો જાપ કરશો તો તે ઉત્તમ રહેશે. આ એક તાંત્રિક ઉપાય છે અને તે કરવાથી તમને પૈસા સંબંધી કામોમાં પણ ઘણી સફળતા પ્રાપ્ત થશે. અને તુલસીના છોડને જળ ચડાવતા સમયે આ વિશેષ મંત્ર બોલતા જાવ તો સમૃદ્ધીનું વરદાન ૧૦૦૦ ગણું વધી જાય છે.

તેમજ એનાથી રોગ, શોક, બીમારી, ચિંતા વગેરેથી પણ છુટકારો મળશે. અને અમે જે મંત્રની વાત કરી રહ્યા છીએ એ મંત્ર છે “ઓમ ઓમ”. તમારે આ મંત્રને રોજ સવારે તુલસીને જળ ચડાવતી વખતે બોલવાનો છે.

એનો એક ટોટકો પણ છે ઘણો ઉપયોગી છે. આવો તમને એ પણ જણાવી દઈએ. એના વિષે એવું કહેવામાં આવે છે કે, તમને ક્યારે પણ અચાનક ધન બાબતે નુકશાની આવી જાય, કે આરોગ્ય ખરાબ થઇ જાય, કે પછી કોઈની ખરાબ નજર લાગી જાય છે, તો તમે તુલસીના ૭ પાંદડા અને ૭ કાળા મરી મુઠ્ઠીમાં લઇ લો, અને પછી નજર લાગેલા વ્યક્તીને જમીન પર સુવરાવી દો.

ત્યારબાદ મુઠ્ઠી બંધ કરી તેના માથા ઉપરથી ૨૧ વખત ‘ઓમ ઓમ’ મંત્ર બોલી ફેરવી લો. ત્યારબાદ પિડિત વ્યક્તિને તે મરી ચાવવા માટે આપો, અને તુલસીને વાટીને ગળવા માટે આપો. આમ કરવાથી તેની તમામ મુશ્કેલીઓ દુર થઇ જશે.