સુખ સમૃદ્ધિ માટે ઘરમાં કઈ દિશામાં રાખવો જોઈએ કાચબો? જાણો વિગતવાર જાણકારી

0
1971

ઘણા બધા લોકો ઘરમાં કાચબો રાખે છે. જણાવી દઈએ કે અમે અહીં અસલી કાચવાની વાત નથી કરી રહ્યા. અમે વાત કરી રહ્યા છીએ કાચબાની પ્રતિમાની. મિત્રો, હિંદુ ધર્મ અનુસાર ઘરમાં કાચબો રાખવો ઘણું શુભ માનવામાં આવે છે. કારણ કે ધાર્મિક માન્યતાઓ અનુસાર, કાચબાને ભગવાન વિષ્ણુનું એક રૂપ પણ માનવામાં આવે છે.

એ તો તમે જાણતા જ હશો કે, ભગવાન વિષ્ણુએ સમુદ્ર મંથનના સમયે કાચબાનું રૂપ ધારણ કરીને મંદ્રાચલ પર્વતને પોતાના કવચ પર થામી રાખ્યું હતું. એવું પણ કહેવામાં આવે છે કે, જ્યાં કાચબો હોય છે ત્યાં લક્ષ્મીનું આગમન થાય છે. તેમજ ફેંગશુઈમાં પણ કાચબો રાખવો ખુબ જ શુભ માનવામાં આવ્યું છે. ફેંગશુઈ અનુસાર કાચબાને સંરક્ષક માનવામાં આવે છે, કારણ કે એ ચાર દિવ્ય જીવોમાંનું એક ગણાય છે. તેનાથી ઘર અને ઓફિસમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ બની રહે છે.

જો તમે પણ ઘર કે ઓફિસમાં કાચબો રાખતા હોય અથવા રાખવા માંગતા હોય, તો જણાવી દઈએ કે તેને યોગ્ય દિશામાં રાખવાથી જ એના સારા પરિણામ મળે છે. એને ખોટી દિશામાં રાખવાથી શુભ કામના બદલે અશુભ પરિણામ આવી શકે છે. કહેવાય છે કે કાચબો ઉંમર લાંબી કરનાર અને જીવનમાં પ્રગતિ અને સફળતા અપાવનાર હોય છે. અને એવું માનવામાં આવે છે કે, કાચબો રાખવાથી ધનની પ્રાપ્તિ થાય છે, જેઓને ધન સંબંધી સમસ્યા રહે છે તેઓને કાચબો રાખવાથી લાભ થાય છે.

જાણકારો જણાવે છે કે, ધન સંબંધી સમસ્યા વાળા લોકોએ ઘર કે ઓફિસમાં ક્રિસ્ટલવાળો કાચબો રાખવો જોઈએ. ઘરમાં કાચબો રાખવાથી પરિવારના લોકોની ઉંમર લાંબી બને છે સાથે જ બીમારીઓ પણ દૂર રહે છે. એવું પણ કહેવામાં આવે છે કે, તેને પાસે રાખવાથી નોકરી અને પરીક્ષામાં સફળતા પ્રાપ્ત થાય છે. ઘરમાં ઉપસ્થિત કાચબો તમને અને તમારા પરિવારને ખરાબ નજરથી બચાવે છે. ઘરમાં કાચબો રાખવાથી પરિવારના લોકોમાં સુખ-શાંતિ બની રહે છે.

જો આપણે ફેંગશુઈની વાત માનીએ, તો ઘરમાં કાચબાને રાખવો શુભ ગણાય છે. એ કારણ સર ઘણા ઘરોમાં વિવિધ પ્રકારના કાચબાને રાખવાનું ચલણ છે, અને લોકો સારા નસીબ માટે કાચબાની ડિઝાઈનની વીંટીઓ પણ પહેરે છે. જણાવી દઈએ કે, નવો વ્યાપાર શરૂ કરવાના સમયે પોતાની દુકાનમાં કે ઓફિસમાં ચાંદીનો કાચબો રાખવો ખુબ જ શુભ માનવામાં આવે છે. કાચબો ઘરમાં રાખવાથી જીવનમાં ઉર્જાનો પ્રવાહ એકસમાન વહેવાથી સ્થિરતા બની રહે છે અને ઉતાર-ચઢાવ ઓછો થઇ જાય છે.

જેમ વાસ્તુ શાસ્ત્રમાં દિશાઓ મહત્વ ધરાવે છે, એમ ફેંગશુઈમાં પણ વસ્તુઓને યોગ્ય દિશામાં રાખવાનો ખાસ ઉલ્લેખ છે. એનું પાલન કરવામાં આવે ત્યારે જ તેનો લાભ મળે છે. ઉદાહરણ તરીકે જો તમે ફેંગશુઈ કાચબાને ખોટી દિશામાં રાખશો તો તેનાથી ફાયદાની જગ્યાએ નુકસાન થતા જણાશે. તો જાણી લો કે, કાળા રંગનો કાચબો ઉત્તર દિશામાં, ગ્રીન ડ્રેગન પૂર્વ દિશામાં, રેડ ફિનિક્સને દક્ષિણ દિશામાં, અને સફેદને પશ્ચિમ દિશામાં રાખવો જોઈએ.

જાણકારો અનુસાર, ઓફિસ કે ઘરના પાછળના ભાગમાં જેને બૈકયાર્ડ કહે છે, ત્યાં કાચબાને રાખવાથી અપાર ઉર્જાનો અનુભવ થશે અને તમારા દરેક કાર્યો યોગ્ય રીતે કરી શકાશે. જો કેરિયરમાં ખુબ જ પ્રગતિ ઈચ્છો છો તો કાળા રંગના કાચબાને ઉત્તર દિશામાં રાખો, ઉર્જા વધવાથી બિઝનેસ અને કેરિયરમાં પ્રગતિની સંભાવના વધી જશે. તેમજ ઘરના મુખ્ય દ્વાર પર પશ્ચિમની દિશામાં કાચબો રાખવાથી સુરક્ષા મળે છે.

લોકો દ્વારા કાચબાને ઘરમાં ‘ગુડ લક’ માટે રાખવામાં આવે છે. અલગ અલગ પ્રકારના કાચબા બજારમાં મળે છે. એમાંથી ખાસ પ્રકારનો માદા કાચબો, જેની પીઠ ઉપર એના બચ્ચાં હોય, તે પ્રજનનનું પ્રતીક ગણાય છે. આથી જે ઘરમાં સંતાન ન હોય કે જે દંપત્તિ સંતાન સુખથી વંચિત હોય, તેઓએ આ પ્રકારનો કાચબો પોતાના ઘરમાં રાખવો જોઈએ.

જણાવી દઈએ કે, અલગ-અલગ તત્વોથી બનેલા કાચબા ઉર્જા સ્તરને અલગ-અલગ પ્રકારથી પ્રભાવિત કરે છે. તમારી જરૂરિયાતના હિસાબે તમે આ કાચબાની પસંદગી કરી શકો છો. યાદ રાખવું કે, ક્રિસ્ટલના બનેલા કાચબાને દક્ષિણ-પશ્ચિમ કે ઉત્તર-પશ્ચિમ દિશામાં રાખવા જોઈએ. અને લાકડાના બનેલા કાચબાને પૂર્વ કે દક્ષિણ-પૂર્વ દિશામાં રાખવા જોઈએ.

જો તમે માટીનો કાચબો લાવ્યા છો, તો તેને ઉત્તર પૂર્વ દિશા, મધ્ય કે દક્ષિણ-પશ્ચિમ દિશામાં રાખવો જોઈએ. ધાતુથી બનેલા કાચબાને ઉત્તર અને ઉત્તર-પશ્ચિમ દિશામાં રાખી શકો છો. જો કે મિશ્રિત ધાતુના કાચબાને ઉત્તર દિશામાં રાખવો જોઈએ. સાથે જ કાચબાને હંમેશા પાણીમાં રાખવો જોઈએ. ધાતુવાળા કોઈ વાસણમાં પાણી ભરીને તેમાં કાચબો રાખવો જોઈએ જેનાથી ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ બની રહે છે.

ઘરના વાસ્તુદોષથી ઘરના લોકોની પ્રગતિ થઇ શકતી નથી. એમના જીવનમાં કોઈને કોઈ સમસ્યા આવતી જ રહે છે. એવામાં ઘરમાં સુખ સમૃદ્ધિ માટે ફેંગશુઈ કાચબાનો પ્રયોગ કરવો જોઈએ. આવો જાણીએ ઘરમાં કાચબો રાખવાના ફાયદા વિષે. એવું માનવામાં આવે છે કે, કાચબો ઘર કે વ્યાપારમાં ધન લાવે છે. તેમાં પૈસા લાવવાની એક વિલીક્ષણ ચુંબકીય શક્તિ હોય છે. કાચબાના મોઢામાં એક સિક્કો હોય એવી પ્રતિમા પણ લોકો ઘર કે ઓફિસમાં રાખે છે.

કાચબો લાવવાથી ઘર, કાર્યાલય, ફેક્ટરી, દુકાન કે વ્યાપાર સ્થળ પર સકારાત્મક ઉર્જા રહે છે, જેનાથી દરેકનું વાસ્તુદોષ દૂર થઇ જાય છે. પૈસા કમાવાની તાકાત વધે છે. માનસિક તણાવ દૂર થઇ જાય છે અને દરેક કામ યોગ્ય રીતે થાવા લાગે છે. જાણકારી માટે જણાવી દઈએ કે, મકાનના દક્ષિણ મુખી કે પશ્ચિમ મુખી કેન્દ્રમાં એક કાચબો રાખવાથી વાસ્તુદોષ દૂર થઇ જાય છે. ઘરના મધ્યમાં નવ કાચબા રાખવાથી નવ ગ્રહોને એકસમાન ઉર્જા મળે છે. તે ઘરના દરેક વાસ્તુદોષને દૂર કરે છે અને તમારી કુંડળીમાં દરેક ગ્રહોને પણ શુભ બનાવે છે.

એવું કહેવાય છે કે, જેનું ઓફિસમાં કામમાં મન નથી લાગી રહ્યું કે પછી પ્રમોશન નથી મળી રહ્યું, તો ઓફિસના ટેબલ પર કાચબો રાખવાથી ફાયદો થાય છે. તેમજ જે બાળકોને અભ્યાસમાં મન નથી લાગતું તેના સ્ટડી ટેબલ પર કાચબો રાખવો જોઈએ. કાચબો રાખવાથી અભ્યાસમાં પૂરું મન લાગશે અને પરીક્ષાઓ પણ સારી જાશે.

કાચબા દ્વારા ઘરના વાસ્તુદોષને દુર કરવાં માટે મુખ્ય દ્વારની અંદરની બાજુએ કાચબો લગાવો, તેનાથી માનસિક શાંતિ મળશે અને ઘરનું વાસ્તુદોષ પણ દૂર થઇ જાશે. જો તમારો વ્યાપાર યોગ્ય રીતે નથી ચાલી રહ્યો કે તમારા ઓફિસમાં યોગ્ય રીતે કામ નથી ચાલી રહ્યું તો તમારા ઓફિસમાં, ઘરમાં એક-એક કાચબો રાખો, જે ઘરમાં કાચબો લગાવામાં આવે છે, તે ઘરમાં લોકો જલ્દી બીમાર પણ નથી પડતા.