ટ્રક ડ્રાઈવરે પોતાની જીવ જોખમમાં મૂકીને બચાવી છોકરીની ઈજ્જત, 4 વર્ષ પછી છોકરીએ આવી રીતે ચુકવ્યો ઉપકાર.

0
2098

મિત્રો આપણા દેશમાં એક કહેવત ઘણી પ્રચલિત છે. અને એ છે “જેનું કોઈ હોતું નથી, એનો ભગવાન હોય છે.” ભગવાન મુશ્કેલીના સમયે એમની મદદ જરૂર કરે છે. એટલે જ તો લોકો મુશ્કેલીના સમયમાં હંમેશા સૌથી પહેલા ભગવાનને યાદ કરે છે. અને જો ફરિયાદ દિલથી કરવામાં આવે તો ભગવાન એને બચાવવા માટે કોઈ ને કોઈ દેવદૂત જરૂર મોકલી આપે છે.

આજના આ લેખમાં અમે તમને એક એવો જ કિસ્સો જણાવવા જઈ રહ્યા છીએ, જે ઉપરની કહેવતને સાચી સાબિત કરે છે. આજે અમે પીલીભીત અને ટનકપુર માર્ગ પર સ્થિત હરદયાલપુર ગામની એક એવી ઘટના જણાવવાના છીએ, એને જાણ્યા પછી તમે પણ આ કહેવત પર વિશ્વાસ કરવા લાગશો. આ ગામની આસપાસ ઘણા ગાઢ જંગલ છે અને ગામથી 300 મીટર દૂર એક ઝૂંપડી છે જે સાવિત્રી દેવીની છે.

સાવિત્રી દેવી પોતાની આ ઝૂંપડીમાં પોતાની 17 વર્ષની દીકરી કિરણ સાથે રહેતી હતી. જણાવી દઈએ કે તે માં દીકરી બે જણા જ એકલા પોતાનું જીવન પસાર કરતા હતા, કારણ કે સાવિત્રીના પતિનું 4 વર્ષ પહેલા જ મૃત્યુ થઇ ગયું હતું. થોડા સમય પહેલા બંને પોતાની ઝૂંપડીમાં સુઈ રહ્યા હતા ત્યારે ગુંડાઓએ તેમની પર હુમલો કર્યો.

આવું રાતના લગભગ 1:30 વાગ્યાની આસપાસ બન્યું હતુ. એ નરાધમોએ જબરજસ્તી સાવિત્રીની દીકરીને ઉપાડી લીધી અને જંગલ તરફ જવા લાગ્યા. એ સમયે કિરણે ઘણી બુમ પાડી પણ કોઈ એમની મદદ માટે આવ્યું નહિ.

જયારે ગુંડાઓ કિરણને લઈને જંગલ તરફ જઈ રહ્યા હતા ત્યારે, ત્યાંથી એક ટ્રક પસાર થઈ રહી હતી. ટ્રક ડ્રાઈવરે (અસલમ) જયારે છોકરીનો અવાજ સાંભળ્યો ત્યારે તેણે ટ્રક રોકી, અને પોતાના એક મિત્ર સાથે જંગલ તરફ ભાગ્યો. એ ટ્રક ડ્રાઈવર જ કિરણ માટે દેવદૂત હતો. હવે એ જ બે વ્યક્તિ હતા જે એને બચાવી શકતા હતા.

જયારે તો જંગલમાં પહોચ્યા અને ત્યાંનો નજારો જોયો તે ઘણો બીહામણો હતો. તેણે જોયું કે ગુંડાઓ એક છોકરીને પોતાની હવસનો શિકાર બનાવવા જઈ રહ્યા હતા. આ જોઈને અસલમને ઘણો ગુસ્સો આવ્યો અને એણે એક ગુંડાને પોતાના બંને હાથમાં જકડી લીધો. ત્યારે બીજા ગુંડાએ પાછળથી અસલમ પર જોરથી પ્રહાર કર્યો. અસલમને ઊંડો ઘા થયો પણ એણે હાર માની નહીં. અને ફરીથી છોકરીને બચાવવામાં લાગી ગયો.

એ છોકરીને ગુંડાઓથી બચાવવા માટે અસલમનો મિત્ર પણ ઘાયલ થયો. પણ તેમણે હિમ્મત રાખીને ગુંડાઓનો સામનો કર્યો અને છેલ્લે ગુંડાઓએ ત્યાંથી ભાગવું પડયું. બહાદુરી દાખવીને અસલમે કિરણની ઈજ્જત બચાવી લીધી. અસલમ વધારે ઘાયલ થયો હતો તેથી એને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. સાજો થયા પછી અસલમ સાવિત્રી અને કિરણને મળ્યો અને ચાલ્યા ગયો.

સમય પસાર થયો અને ધીમે ધીમે આ ઘટનાને 4 વર્ષ વીતી ગયા. એક દિવસ રાતના સમયે અસલમ એજ રસ્તા પરથી કસે જઈ રહ્યો હતો, ત્યારે અચાનક એની ટ્રકમાં કોઈ કારણસર આગ લાગી ગઈ અને ટ્રક બેકાબુ થઈને ખીણમાં પડી ગઈ. તે ટ્રક સાથે ખીણમાં ફસાઈ ગયો.

અને એ ખીણ સાવિત્રીના ઘરથી લગભગ 1 કિલોમીટર દૂર હતી, જેમની છોકરીની એમણે ઈજ્જત બચાવી હતી. અચાનક રાત્રે જોરથી બુમ પાડવાનો અવાજ સાંભળી સાવિત્રી અને કિરણની ઊંઘ ઉડી ગઈ. બંને જણા આ અવાજ સાંભળી ખીણ સુધી પહોંચ્યા. તેમણે અસલમનો જીવ બચાવ્યો અને એને તેને પોતાના ઘરે લઈ આવ્યા. તેમણે ડોક્ટરને બોલાવી ઘાયલ અસલમનો ઈલાજ કરાવ્યો.

જયારે અસલમને ભાનમાં આવ્યું ત્યારે તેણે એ છોકરીને પોતાની સામે અને ઓળખી લીધી. એણે પૂછ્યું કે, તું એ જ છોકરી છે ને જેને ગુંડા ઉપાડી ગયા હતા? આ વાત સાંભળીને કિરણ પણ તેને ઓળખી ગઈ અને ગળે વળગી રડવા લાગી. અસલમના આંસુ પણ રોકાવાનું નામ લઈ રહ્યાં હતા નહીં. એ દિવસથી કિરણે અસલમને પોતાનો ભાઈ બનાવી લીધો અને હવે તે દર રક્ષાબંધન પર એને રાખડી બાંધે છે.

સંપ્રદાય અને ધર્મ કોઈને ત્યારે જ ખબર પડે છે જયારે તમે એને જણાવો, બાકી માણસાઈનો કોઈ ધર્મ કે સંપ્રદાય હોતો નથી. મિત્રો આશા રાખીએ છીએ કે તમને અમારો આ લેખ પસંદ આવ્યો હશે. પસંદ આવવા પર લાઈક અને શેયર જરૂર કરો.