આ જગ્યા પર ટ્રક ડ્રાઈવર કમાઈ રહ્યા છે વર્ષના લાખો રૂપિયા, પગાર જોઈને એન્જીનીયરો પણ શરમાઈ જાય.

0
186

અહીં ટ્રક ડ્રાઈવરને મળી રહ્યો છે 70 લાખથી વધુ પગાર, કહ્યું – આટલું તો મારા બોસ પણ નથી કમાતા.

બ્રિટેનના સુપરમાર્કેટમાં ટ્રક ડ્રાઈવરોને જેટલો પગાર આપવામાં આવી રહ્યો છે એટલો આપણા દેશમાં સારા સારા એન્જીનીયરોને પણ નથી મળતો. તે એકદમ સાચું છે. ત્યાંની એક મુખ્ય સુપરમાર્કેટમાં માલની ડીલીવરી કરવા વાળા ટ્રક ડ્રાઈવરને 70,000 પાઉંડ એટલે લગભગ 70,88,515 રૂપિયા વાર્ષિક પગાર આપવામાં આવી રહ્યો છે. એટલું જ નહિ તેમને 2000 પાઉંડ એટલે કે લગભગ 2,02,612 રૂપિયાનું બોનસ પણ આપવામાં આવશે.

ટેસ્કો અને સેન્સબરી જેવી કંપનીઓના રીક્રૂટર્સ ટ્રક ડ્રાઈવરોને સારા એવા પગારની ઓફર કરી રહ્યા છે, કેમ કે ત્યાં રાષ્ટ્રીય કક્ષા ઉપર 1,00,000 ડ્રાઈવરોની અછત છે. આ ધંધામાં અનુભવી લોકોને સુપરમાર્કેટના સ્ટોકને જાળવી રાખવા માટે પોતાની સેવાઓના બદલે લાખો રૂપિયા પગાર વધારાની લાલચ પણ આપવામાં આવી રહી છે.

17 વર્ષથી ટ્રક ચલાવી રહેલા બેરી નામના એક ટ્રક ડ્રાઈવરે દાવો કર્યો કે, તેમને એજન્ટો દ્વારા બે વર્ષના કરાર ઉપર 2,000 પાઉંડના બોનસ પેપર ઉપર હસ્તાક્ષર કરવા માટે સંપર્ક કરવામાં આવ્યો હતો.

બીબીસી 5 લાઈવ સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે, તેમને અઠવાડિયામાં પાંચ રાતની ડ્યુટી આપવામાં આવી હતી, જેમાં શનિવાર માટે દોઢ ગણો અને રવિવાર માટે બમણી ચુકવણી કરવામાં આવી હતી. તેમણે જણાવ્યું કે આ ઉદ્યોગમાં આ ઘણો ચોંકાવનારો પગાર છે.

ટ્રક ડ્રાઈવરે જણાવ્યું કે, મારો કહેવાનો અર્થ છે કે મારા બોસ પણ આટલુ નથી કમાતા. તે હકીકતમાં વીકેંડ ઉપર સુપરમાર્કેટ ડીલીવરી ડ્રાયવરોની શોધ કરી રહ્યા છે, અને પૈસા તેમના માટે કોઈ મહત્વ નથી ધરાવતા.

બેરીએ જણાવ્યું કે, જે અજ્ઞાત એજન્સીએ તેમને નોકરીની રજૂઆત કરી હતી, તેમાં સેન્સબરી અને ટેસ્કો સામેલ હતા. ટેસ્કો સપ્ટેમ્બરના અંત પહેલા કંપનીમાં સામેલ થવા વાળા ટ્રક ડ્રાઈવરોને 1,000 યુરો બોનસની જાહેરાત કરી રહી છે.

તેની ઉપર ફેડરેશન ઓફ હોલસેલ ડીસ્ટ્રીબ્યુટર્સના મુખ્ય કાર્યકારી જેમ્સ બીએલબીએ ચેતવણી આપી કે, આ સંકટ વપરાશકર્તાઓ માટે કિંમતોમાં વધારાને જન્મ આપશે.

આ સમાચાર વાંચવામાં વિચિત્ર લાગે પણ ડ્રાઈવરોને લાખો રૂપિયા પગાર ઓફર કરવામાં આવી રહ્યો છે.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.