ગંદકીમાં બનતું હતું ભોજન, ડીપ ફ્રીજર અને ફ્રીજમાં સડી રહેલું ભોજન, ચારે તરફ ગંદકી, બે લીટર છાશમાં પાંચ કિલો જેટલો બરફ, સંડાસના પાણીનો ખાવાનું બનાવવામાં થઇ રહ્યો છે ઉપયોગ. ટ્રેનોના કોઠાર રૂમના આ ફોટા આ સમયે સામે આવ્યા જયારે સીનીયર ડીસીએમ જગદોષ શુક્લે સીયાલદાહ અને નીલાંચલ એક્સપ્રેસમાં બુધવારે દરોડો પડ્યો.
પ્રવાસી ઓને સડેલુ, વાસી અને ખરાબ ખાવાનું ખવરાવીને તેમના જીવન સાથે રમી રહ્યા છે. રેલ્વે ટીમે કોઠાર રૂમના મેનેજરો ઉપર પાંચ પાંચ હજાર રૂપિયા દંડ કર્યો છે.
રેલ્વે સ્ટેશન ઉપર બુધવારના રોજ ટીકીટ વગરના પ્રવાસીઓથી લઈને કોઠાર રૂમ સુધીની તપાસ કરવામાં આવી. સીયાલદાહ અને નીલાંચલથી સતત આવી રહેલી ફરિયાદોને ધ્યાનમાં લઈને સીયાલદાહ એક્સપ્રેસના આવતા જ અધિકારી ઓની ટીમ કોઠાર રૂમની અંદર પ્રવેશી ગઈ.
ત્યાંથી ખરાબ પાણી અને નોન બ્રાન્ડેડ કોલ્ડ્રીંક કબજામાં લેવામાં આવ્યું છે. ગંદકી વચ્ચે ખાવાનું બનેલું મળ્યું. કર્મચારી એપ્રેન સુધી પહેર્યા ન હતા. અગ્નિશામક સાધન એક્સપાયર થઇ ગયું હતું. ખાવાના પેકેટો ઉપર કિંમત પણ લખેલી ન હતી. ફરજ ઉપરના મેનેજરને પાંચ હજાર રૂપિયા દંડ કરવામાં આવ્યો.
દુર્ગંધ એટલી આવી હતી કે મોઢા-નાક ઉપર હાથ લગાવી દીધો ઓફિસરોએ :-
ત્યાર પછી પ્લેટફોર્મ નંબર ચાર ઉપર પડેલી નીલાંચલ એક્સપ્રેસનો કોઠાર રૂમ ચેક કરવામાં આવ્યો. જેમાં દીપ ફ્રીજરની સ્થિતિ જોઇને અધિકારી ઓએ મોઢા અને નાક ઉપર હાથ મૂકી દીધો. ગંદકી વચ્ચે પનીર અને મેંદો મુકવામાં આવ્યો હતો, જે સડી ગયો હતો. ખરાબ પ્રકારની પાણીની બોટલો અને મન ફાવે તેવા ભાવે વસ્તુ વેચતા જોવા મળ્યા.
એટલું નહિ એક વાસણમાં છાશ રાખવામાં આવી હતી, જેમાં બે લીટરથી વધુ છાશ હશે. પણ કોઠાર રૂમના માલિકે તેમાં પાંચ કિલોથી વધુ બરફ ઠંડુ કરવાના નામે નખાવી દીધો હતો, એવી રીતે જ ટ્રેનના સંડાસ માંથી ભરેલા પાણીનો ખાવાનું બનાવવામાં ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો. ફરજ ઉપરના કોઠાર રૂમના મેનેજર ઉપર પાંચ હજાર રૂપિયાનો દંડ કરવામાં આવ્યો.
અધિકારી ઓને જોતા જ પહેરવા લાગ્યા ડ્રેસ :-
નીલાંચલ એક્સપ્રેસમાં કર્મચારી એપ્રન પહેર્યા વગર ખાવાનું બનાવી રહ્યા છે. અધિકારીઓને જોતા જ એપ્રેન પહેરવા લાગ્યા અને કોઠાર રૂમની સાફ સફાઈ શરુ કરી દીધી.
ક્યાં ક્યાં મળી ખામીઓ :-
સીયાલદાહ એક્સપ્રેસ ખરાબ પાણી અને નોન બ્રાંડેડ કોલ્ડડ્રીંક વેચવામાં આવી રહ્યું હતું.
કોઠાર રૂમમાં ગંદકી વચ્ચે ખાવાનું બનાવવામાં આવી રહ્યું હતું.
અમુક કર્મચારી ઓએ એપ્રેન પણ પહેર્યું ન હતું.
અગ્નિશામક સાધનો એક્સપાયર મળ્યા.
ખાવાના પેકેટ ઉપર કિંમત પણ ન હતી.
નીલાંચલ એક્સપ્રેસ
ડીપ ફ્રીજર અને ફ્રીજમાં ગંદકી વચ્ચે સડી ગયેલો મેંદો અને પનીર
ખરાબ પ્રકારની પાણીની બોટલો વેચવામાં આવી રહી હતી.
વધુ કિંમતે પેસેન્જરોને વેચવામાં આવી રહ્યું હતું ભોજન.
બે લીટર છાશમાં પાંચ કિલોથી વધુ બરફ પડેલો હતો.
ટ્રેનના સંડાસમાં ભરવામાં આવતા પાણીમાંથી બનાવવામાં આવી રહ્યું હતું ખાવાનું.
૧૫૦૦ પ્રવાસીઓ ઉપર છ લાખનો દંડ
ચારબાગ રેલ્વે સ્ટેશન ઉપર ટીકીટ ચેકિંગ ઝુંબેશ ચલાવી, જેમાં ડીસીએમ એ.કે.પાંડયે અને એસીએમ એસ.એસ.યાદવે ડઝનથી વધુ ટ્રેનોમાં ટીકીટ વગરના પ્રવાસી ઓને પકડ્યા. ૧૫૦૦ પ્રવાસીઓ પાસેથી છ લાખ રૂપિયા દંડ વસુલ કરવામાં આવ્યો.
આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.