રસોડાનું આ હાથવગુ ઔષધ સ્વાઇન-ફ્લુ સામે લડવાનો છે અકસીર ઇલાજ જાણો જયેશ રાદડિયા પાસેથી

0
3944

આપણો ભારત દેશ મસાલા માટે પ્રખ્યાત છે. અને આપણા મસાલા ફક્ત ભોજનમાં સ્વાદ વધારવા માટે જ ઉપયોગી છે એવું નથી. આપણાં રસોડામાં રહેલા દરેક મસાલા કોઇને કોઇ રુપમાં ઔષધ તરીકેનું કામ કરે છે. આયુર્વેદમાં એના વિષે સંપૂર્ણ માહિતી મળે છે. એમાંથી એક છે બાદીયાન (બાદીયા). બાદીયાનની મઘમઘમતી સુંગધ વગર ગુજરાતી દાળ અધુરી છે. બાદીયાનમાં થાઇમોલ, ટર્પીનોલ અને એનેથોલ ઉડ્ડ્યનશીલ તેલ હોય છે, જે ઉધરસ અને ફલૂના ઉપચાર માટે વર્ષોથી વપરાય છે. બાદીયાનનો રસોડામાં અગત્યના વઘારના મસાલા તરીકે ઉપયોગ કરવામાં આવે છે.

મિત્રો હાલમાં ઘણી બધી જગ્યાએ ફ્લુના વાયરાએ જોર પકડયુ છે. તો એવામાં આપણા રસોડાનું આ હાથવગુ ઔષધ બાદીયાન ફ્લુ સામે લડવાનો અકસીર ઇલાજ છે. ફ્લુ માટે એક સ્પેશિયલ ઉકાળો બનાવવામાં આવે છે. એમાં તુલસી, આદુ, લીંડીપીપર, તજ, તમાલ પત્ર, એલચી અને લવીંગ, મરી, અરડૂસી અને આ બાદીયાનનો ઉપયોગ થાય છે. અને આ ઉકાળો ખુબ જ લાભપ્રદ રહેશે. સ્વાદની જરુર હોય તો લીંબુ અને સીંધવ મીઠું અથવા મધ ઉમેરી શકો છો. અને ખરેખર તો આ જ આપણી હર્બલ ટી ગણી લેવી.

ઘણી બધી જગ્યાએ એવું જોવા મળે છે, કે મોટાભાગના ભલામણ કરેલા ઉકાળામાં લોકો કે વૈદરાજો સ્વાઇન ફ્લુના હથીયાર એવા બાદીયાનને તો ઉકાળો તૈયાર કરવાની યાદીમાં ઉમેરતાં જ નથી.

તમારી જાણકારી માટે જણાવી દઈએ, કે વૈજ્ઞાનીક રીતે પુરવાર થયુ છે કે ફ્લુ માટેનું શ્રેષ્ઠ હર્બ્સ આપણું બાદીયાન છે.

તો મિત્રો તમારા ઘરમાં, મિત્ર મંડળમાં, આડોશ પડોશમાં, કે સગા-સંબંધીઓમાં જો કોઇ પણ વ્યક્તીને ફ્લુના લક્ષણો દેખાય છે, તો તરત જ ડોકટરનો સંપર્ક કરવો. અને સાથે સાથે ડોકટરની સલાહ મુજબ ઉપર જણાવેલ ઉકાળો એટલે કે હર્બલ ટી પીવી.

ઉપરાંત તમારા ઘરમાં ઉકાળો તૈયાર કર્યા પછી આ વધેલા મસાલાના ભાગને ક્પુર, સીસમનાં લાકડાનો છોલ, ગાયના છાણા અને લીમડાના પાન સાથે બાળીને ધુમાડો કરીને વાતાવરણમાં રહેલા જીવાણું સામે પણ રક્ષણ મેળવી શકાય.

મિત્રો જણાવી દઈએ કે ચોમાસાની ઋતુ દરમ્યાન મચ્છર સીવાય પણ બીજા ઘણાં નાના જંતુઓ આપણને કરડતા હોય છે. પણ તે જયારે આપણને કરડે છે ત્યારે આપણને ખબર પણ નથી પડતી. પણ સમય જતા સ્કીન પર લાલ નાની-નાની ફોડકી અથવા તો દાણા ઉપસી આવતા હોય છે. આ સ્કેબીઝમાં પણ આપણી બાદીયાન હર્બલ ટી ખુબ સરસ કામ આપે છે.

જેમને પણ રાત્રે નીંદરમાં પગમાં ગોટલા ચડતા હોય, કે પછી પગની આંગળીઓ ખેંચાતી હોય. તો આ બાદીયાની હર્બલ ટી બનાવીને પીવાથી રાહત થાય છે અને નીંદર પણ સારી આવે છે.

આ ઉપરાંત બાદીયાન ઉલ્ટી, ઉબકા ઘટાડવામાં પણ મદદ કરે છે. અને પાચનમાં વધારો કરે છે. ગેસ્ટ્રીક પ્રોબ્લેમમાં પણ રાહત આપે છે. તેમજ સ્ત્રી-પુરુષ બન્ને માટે યુવાની ટકાવવાનો અદ્ભુત ગુણ આ બાદીયાન ધરાવે છે. બાદીયાનું તેલ બનાવીને વાળ અને સ્કીનની સમસ્યા માટે પણ તેને ઉપયોગમાં લઈ શકાય છે. તેમજ ખરતા વાળ અને ખોડાની સમસ્યા માટે પણ બાદિયાનનું તેલ અકસીર છે.

જેમને પણ મોટી ઉમરે ખીલ પીછો ના છોડતા હોય, તો તેઓ બાદીયાન અને તજનો પાવડર મુલતાની માટી સાથે સરખા ભાગે લઇ ચહેરા અને ડોક પર લગાવે. એનાથી ખીલ તો જશે જ અને સાથે સાથે ચહેરા પરની કરચલીઓ પણ ગાયબ થઇ જશે. કારણ કે બાદીયાન એન્ટી એજીંગનો ખુબ સારો ગુણ ધરાવે છે.

તમે પણ અનુભવ્યું હશે કે કાચી ઘાણીનું સીંગતેલ કે તલનું તેલ ડબ્બો ખોલ્યા પછી અમુક સમય જતા ખોરુ થઇ જતુ હોય છે. અને આ ખોરુ થયેલું તેલ આપણા સ્વાસ્થય માટે ખુબ જ હાનીકારક છે. તેલને ખોરુ થતુ અટકાવવાનો ખુબ સરસ ગુણ આ તેલમાં રહેલો છે. તો એના માટે તમે એક કપ તેલ લઇને તેમાં બે ત્રણ બાદીયાનને ઉકાળીલો. હવે તેને તમારા રોજ બરોજના ઉપયોગમાં લેવાતા તેલના ડબ્બામાં તેને ઉમેરી દો. સરસ માઇલ્ડ સુંગધ તો આવશે જ સાથે સાથે આ બાદીયાન વાળું તેલ એક પ્રીઝર્વેટીવ તરીકે કામ કરશે.

એવું જોવા મળે છે કે ઘણાં બધા લોકો બાદીયાનને આખે આખુ વાપરતા હોય છે. પણ જણાવી દઈએ કે તેનો ભરપુર ફાયદો મેળવવા માટે તેના નાના ટુકડા કરીને વાપરવા ઉત્તમ રહે છે. જો તમને તે ચાવતી વખતે નડતા હોય, તો તમે સુતરાવ કાપડની મસાલાની પોટલી બનાવી એમાં બાદીયાન મુકીને પણ દાળ ઉકળતી વખતે વાપરી શકો છો. તેમજ બાદીયાનનો સૌથી અગત્યનો ગુણ આપણી ઇમ્યુન સીસ્ટમને બેલેન્સ કરીને ઠેકાણે લાવવાનો છે. તો હવે તમે આના આટલા બધા ફાયદા જાણી ગયા છો. તો એનો ઉપયોગ કરીને સ્વસ્થ રહો અને મજા કરો.

લેખક- જયેશ રાદડિયા (RootsBerryOrganics)