આ કારણે અશુભ માનવામાં આવે છે થાળીમાં એક સાથે ત્રણ રોટલીનું રાખવું

0
763

મિત્રો ભોજન દરેકની પ્રાથમિક જરૂરિયાત છે. એના વગર માણસ થોડા દિવસો સુધી જ જીવી શકે છે. અને ખાવાની વાત આવે તો બહારના ભોજન કરતા ઘરનું ભોજન વધારે સારું રહે છે. અને જે સ્વાદ ઘરની રોટલીમાં હોય છે તે સ્વાદ બહારના ખાવામાં નથી મળી શકતો. જો બહારનું ખાવામાં આવે તો માત્ર પેટ ભરાય છે, મન નથી ભરાઈ શકતું. આજે અમે ખાવા પીવાની વાત એટલા માટે કરી રહ્યા છીએ, કારણ કે આજે અમે ખાવાની થાળીની સાથે જોડાયેલા થોડા એવા રહસ્યો તમારી સામે લાવ્યા છીએ, જેના વિશે તમે ક્યારેય પણ નહીં વિચાર્યુ હોય કે છેવટે આવું કેમ થાય છે?

આપણા દેશમાં ખાવાની થાળીમાં રાખવામાં આવેલી રોટલી સાથે એક પ્રથા જોડાયેલી છે જે આજે પણ ચાલી રહી છે. જો તમે થાળીમાં રોટલીની એ પ્રથાના રહસ્ય વિશે જાણી લેશો તો તમે નવાઈ પામી જશો. તો ચાલો, આ રોટલીની પ્રથા એ નવાઈ પમાડનારું સત્ય કે અંધવિશ્વાસ છે તે વિશે આપણે ચર્ચા કરીએ.

જયારે પણ તમે જમવા બેસો ત્યારે તમે લોકોએ હંમેશા જોયું હશે કે ખાવાની થાળીમાં બે અથવા તો ચાર રોટલી પીરસવામાં આવે છે. પણ કયારેય ૩ રોટલી થાળીમાં પીરસવામાં નથી આવતી. લોકોનું એવું માનવું છે કે, ખાવાની થાળીમાં ૩ રોટલી પીરસવું અશુભ ગણવામાં આવે છે, તેથી ત્રણ રોટલી ક્યારેય પણ કોઈ દુશ્મનને પણ નથી આપતા.

ઘણા લોકોનું એવું ક્હેવું છે કે ક્યારેય પણ ભૂલથી કોઈની થાળીમાં એક સાથે ત્રણ રોટલી ન મુકવી જોઈએ. અને જો ક્યારેક એવી સ્થિતિ ઉભી થાય છે કે ત્રણ રોટલી આપવી પડે, તો તે રોટલીને તમે તોડીને આપી શકો છો. પણ શું તમે જાણો છો કે ત્રણ રોટલી ન આપવાનું કારણ કયું છે? આજે અમે તમને આ લેખ દ્વારા ખાવાની થાળીમાં ૩ રોટલી રાખવી કેમ અશુભ ગણવામાં આવે છે તેના વિશે જાણકારી આપવાના છીએ.

મિત્રો જણાવી દઈએ કે આપણે ત્યાં એવી માન્યતા છે કે ત્રણ નંબર અશુભ હોય છે. તે કારણે કોઈપણ શુભ કાર્ય શરૂ કરતા પહેલા તેની સંખ્યામાં ૩ ના આંકડાનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. તમે પણ ઘણી વાર જોયું હશે કે, કોઈપણ શુભ કાર્યને કોઈ ત્રણ વ્યક્તિ મળીને નથી કરતા. કોઈપણ શુભ કાર્ય કે ધાર્મિક કાર્ય માટે ત્રણ વસ્તુને ભેગી નથી કરવામાં આવતી. એટલે ખાવાનું પીરસતી વખતે પણ આ નિયમનું પાલન કરવું ઘણું જરૂરી હોય છે.

તેમજ આપણે ત્યાં એવી પણ એક માન્યતા છે કે, ૩ રોટલી કોઈ વ્યક્તિના અવસાન પછી, તેના ત્ર્યોદશી સંસ્કાર પહેલા કાઢવામાં આવતા ભોજનમાં લેવામાં આવે છે. જે ભોજન કાઢવામાં આવે છે તેને કાઢવા વાળા ઉપરાંત બીજા કોઈ જોઈ શકતા નથી. તેને કારણે કોઈ વ્યક્તિની થાળીમાં ત્રણ રોટલી પીરસવી મૃત વ્યક્તિના ભોજન સમાન ગણવામાં આવે છે. તેની સાથે જ ૩ રોટલી ખાવાથી વ્યક્તિના મનમાં શત્રુતાનો ભાવ ઉત્પન થવા લાગે છે. આ માન્યતા ઘણા જૂના સમયથી ચાલતી આવી છે.

ઘણા લોકો આ વાતને અંધવિશ્વાસ કહેતા હોય છે. પણ દુનિયાના ઘણા આધુનિક દેશોમાં ૧૩ આંકડાને પણ અશુભ માને છે. ઘણી એરલાઇન્સમાં ૧૩ નંબરની સીટ પણ નથી હોતી. આ તો થઈ ધાર્મિક માન્યતાઓ અને અન્ય વાતો. પણ હવે તમને વૈજ્ઞાનિક દ્રષ્ટિથી એની પાછળનું કારણ જણાવીએ.

મિત્રો જણાવી દઈએ કે ત્રણ નંબર પાછળ વેજ્ઞાનિક કારણ પણ જણાવવામાં આવ્યું છે. જો આપણે વિશેષજ્ઞોનું માનીએ તો કોઈપણ વ્યક્તિના ભોજનમાં બે રોટલી, એક વાટકી દાળ, 50 થી 100 ગ્રામ ભાત અને એક વાટકી શાક જ જરૂરી હોય છે. આટલું ભોજન એક પુખ્ત વયની વ્યક્તિ માટે સંતુલિત આહાર માનવામાં આવે છે. એક વાટકીમાં રહેલા 40 થી 50 ગ્રામ શાકમાં 600-700 કેલરી ઉર્જા હોય છે. અને બે રોટલી ખાવાથી 1200 થી 1400 કેલરી ઉર્જા મળી જાય છે.

એટલે આટલી માત્રામાં ભોજન કરવાથી વ્યક્તિને પૂરતા પ્રમાણમાં ઉર્જા મળે છે, અને તે વ્યક્તિ વધુ પડતા ખોરાકથી બચી પણ જાય છે. એવામાં જો તમે એનાથી વધારે માત્રામાં ભોજન કરો છો, તો તે તમારા સ્વાસ્થ્ય માટે સારું નહિ રહે. જી હાં, વિશેષજ્ઞોનું માનવું છે કે ભૂખ લાગવા પર ખાવાનું ઓછી માત્રામાં જ ખાવું જોઈએ, ન કે એક વારમાં જ ઘણું બધું ભોજન કરી લેવું જોઈએ. એટલે કે જો ધાર્મિક અને વૈજ્ઞાનિક દ્રષ્ટિથી જોવામાં આવે તો દરેક રીતે ત્રણ રોટલી ખાવી સંતુલિત નથી માનવામાં આવતું.