ત્રણ ગણા ભાવમાં શેરડી અને ગોળ વેચે છે આ ખેડૂત, ગૌ-મૂત્રએ આવી રીતે બદલી નાખ્યું આ ખેડૂતોનું નસીબ.

0
1370

ગાયના મૂત્ર એટલે ગૌ મૂત્રમાં માનવ શરીરમાં થવા વાળી બીમારીઓથી લઈને ખેતરના પાકની બીમારીઓને નષ્ટ કરવા વાળા તત્વ રહેલા હોય છે. આ વાતને ઇજ્જરના ખેડૂતે સારી રીતે સમજી અને આજે ગૌ મૂત્રનો ઉપયોગ કરવાને કારણે તકદીર સિંહનું ભાગ્ય બદલાઈ ગયું છે.

જયારે એમને ગૌ મૂત્રથી જૈવિક ખેતી કરવાની જાણકારી ક્યાંકથી મળી, અને એમણે જૈવિક ખેતી શરુ કરી, પછી તો એમણે પાછળ વળીને નથી જોયું. ગૌ મૂત્રના પાણી સાથેના છંટકાવને કોઈ પણ યુરિયા કરતા વધારે સારું સમજવા વાળા આ ખેડૂતને પ્રથમ વાર જૈવિક ખેતી કરવાથી દર લાગ્યો હતો. જયારે પાક એક એકરમાં લગભગ 200 કિલો સુધી જ થયો હતો.

પણ બજારમાં એમનો પાક જૈવિક શેરડીના નામથી વેચાણ માટે પહોંચ્યો, તો ભાવ સામાન્ય ભાવ કરતા બે ગણાથી પણ વધારે મળ્યો. જયારે શેરડીનો ભાવ બે ગણા કરતા પણ વધારે મળ્યો, તો પછી મનમાં શેરડી માંથી ગોળ બનાવવાના વિચારે જન્મ લીધો. થોડા વર્ષ અગાઉ જીંદ કોલ્હુમાં પોતાની શેરડી માંથી ગોળ બનાવવા માટે તેઓ પહોંચ્યા તો માત્ર ત્રણ કલાકમાં જ માલ એ ભાવમાં વેચાય ગયો, જે એમણે વિચાર્યો જ ન હતો.

ગૌ શાળા માંથી શરુ કર્યુ હતું ગૌ મૂત્ર લેવાનું :

લગભગ 5 વર્ષ પહેલા રસાયણો પરથી મોહ ભાંગી જવાને કારણે, ઇજ્જરમાં આવેલી ગૌ શાળામાં તકદીર સિંહે ગૌ મૂત્ર લેવા માટે સંપર્ક કર્યો. પાંચ રૂપિયે લીટરના હિસાબે ગૌ મૂત્ર લેવાની શરૂઆત કરતા, સીધા 9 એકર જમીનમાં જૈવિક ખેતીની શરૂઆત કરી. પહેલા તો ઉત્પાદન રસાયણની સરખામણીમાં ઓછું થયું. પણ જયારે બજારમાં એ પાકનો વધારે ભાવ મળ્યો, તો એમને સમજાય ગયું કે જૈવિક ઉત્પાદનો વેચવા માટે મોટા બજાર સુધી જવાની જરૂર નથી. ગ્રાહક અને વ્યાપારી સીધા ખેતરમાં જ આવશે.

લગભગ 3500 રૂપિયા કવીન્ટલ સુધીના ભાવમાં ઘઉં વેચી ચૂકેલા તકદીર સિંહના ચણા પણ ખાસ છે, સાથે જ બે વર્ષથી તે શેરડીના પાક પછી ગોળ તૈયાર કરવાના કારોબારમાં પણ જોડાયેલા છે. તકદીર સિંહના જણાવ્યા અનુસાર શેરડીને ઋતુનું નુકશાન વારંવાર નથી થતું. ઉપરથી જૈવિક ખેતીનો ફાયદો એ રહે છે કે, ગરમી અને ઠંડીને કારણે થવા વાળી બીમારીઓથી પણ પાક બચી રહે છે. તેઓ ગૌ શાળાની સાથે જ ગામના અન્ય પશુપાલકો પાસેથી પણ ગૌ મૂત્ર ખરીદી રહ્યા છે.

જૈવિક શેરડીમાં રોકાણ ઓછું થાય છે, અને જૈવિક ગોળનો ભાવ વધારે મળે છે. શેરડીની પાકની સાથે સાથે ઘઉં, ચણા, વટાણા, લસણ, રાજમાના પાક પણ એટલું ઉત્પાદન આપી દે છે કે, એનાથી આખા વર્ષનું રોકાણ નીકળી જાય છે. બધા ખેડૂતોએ જૈવિક ખેતી સાથે જોડાવું જોઈએ. સાથે જ હવે વ્યાપારી પણ નિરંતર સંપર્કમાં રહે છે. તેઓ જાતે જ પૂછે છે કે તમારો માલ કયારે તૈયાર થઇ રહ્યો છે?

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.