ત્રણ દીકરી થઇ હવે ચોથું બાળક છોકરો જ જન્મે એવી ઈચ્છા રાખનાર સાસુને ભગવાને આપી આવી સજા…

0
1312

અરે શબ્બો, શું કરી રહી છે? જલ્દી – જલ્દી ઘરનું કામ પતાવ, કહેતા કહેતા સાસુ શબ્બો ઉપર ખીજાઈ.

શબ્બોના લગ્નના આઠ વર્ષ થઇ ગયા છે. પહેલા તો ચાર વર્ષ તેને કોઈ સંતાન ન થયું, પછી સતત ત્રણ દીકરીઓ થઇ. પહેલી દીકરીને તો સાસુએ પ્રેમ પૂર્વક સ્વીકારી. ત્યાર પછી સતત બે દીકરીઓ થવાથી તેની સાસુ ઉપર ડુંગર જ તૂટી પડ્યો. સાસુનું વહુને ત્રાસ આપવાનું ચાલુ રહ્યું. એક વખત ફરી સંતાન થવાનું છે શબ્બો ઘણી ગભરાઈ રહી છે.

સાંભળી લે શબ્બો આ વખતે જો તે છોકરીને જન્મ આપ્યો, તો તને અને છોકરી બંનેને મારી નાખીશ, એવા જોરદાર કડક શબ્દોમાં સંભળાવી દીધું.

શબ્બો દિવસેને દિવસે દુઃખી રહેવા લાગી. તે વિચારતી હતી કે જો છોકરી આવી ગઈ તો હું શું કરીશ?

એક દિવસ શબ્બોએ પરીક્ષણ કરાવવા માટે પોતાના પતિને જણાવ્યું. બીજા દિવસે બંને જણા કાનપુર ગયા. પરીક્ષણ કરાવ્યું, જાણવા મળ્યું કે આ વખતે પણ છોકરી જ છે.

હવે તો સમજો કે શબ્બોના હોંશ જ ઉડી ગયા. તે રાત દિવસ દુઃખી રહેવા લાગી. તેની સાસુનું તેને ત્રાસ આપવાનું ઘણું વધી ગયું.

પ્રસુતિ સમય નજીક આવી ગયો. તેની સાસુ ગાળોની વરસાદ વરસાવતી હોસ્પિટલ લઇ ગઈ. તેનો પતિ પણ તેની સાથે હતો. તેનો પતિ સમજો મૂંગી બિલાડી બનીને જોતો હતો. પોતાની અમ્મા સામે એક શબ્દ પણ બોલી શકતો ન હતો.

શબ્બોને પ્રસુતિ રૂમમાં લઇ જવામાં આવી. બહાર લોબીમાં તેની સાસુ બેસીને રાહ જોઈ રહી હતી. તે વિચારી રહી હતી કે થશે તો છોકરી જ. ઘરે જઈને બંનેને મારી નાખીશ.

થોડા સમય પછી નર્સ એક સુંદર એવા બાળકને લઈને આવી, અને તેની સાસુને હલાવીને કહ્યું, માજી અભિનંદન છે તમને દીકરો થયો છે, જયારે કોઈ જવાબ ન મળ્યો, તો નર્સે તેની સાસુને હલાવી. તેનું માથું એક તરફ ઢળી ગયું. થોડી વારમાં સાસુનો જીવ નીકળી ગયો હતો. ડોક્ટર આવ્યા જોયું અને જણાવ્યું, ગંભીર હાર્ટ એટેક છે, તેને કોઈ આઘાત લાગ્યો છે, આવી રીતે છોકરા છોકરીના વિચારની સરખામણીમાં સાસુએ પોતાનો જીવ ગુમાવી દીધો.

સાસુનું કેવું નસીબ? તમારા વિચાર કોમેન્ટ બોક્ષમાં જણાવો.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારા એક શેરથી કોઈના જીવનમાં ઘણો મોટો ફાયદો થઇ શકે છે, અને તેનું ફળ કુદરત તમને જરૂર આપે છે. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

આ માહિતી પ્રતિલિપિ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.