તમને ટી ટી ટિકિટ વિના પકડી લે, નહિ આપવી લાંચ, તરત કરો આ કામ.

0
3346

મિત્રો તમે બધા લોકો એ વાત તો જાણો જ છો કે, ટ્રેનમાં થતી ટિકિટની ધાંધલી ઘણા લાંબા સમયથી જોવા મળી રહી છે. અને એ કારણે લગભગ દરેક ટ્રેનમાં ટિકિટના નામ પર ગેરકાયદેસર વસૂલી કરવામાં આવી રહી છે. જેમાં હંમેશા ગરીબ વર્ગના લોકો જ ફસાઈ છે. તો આજે અમે તમારા માટે એક જરૂરી જાણકારી લઈને આવ્યા છીએ, જે આવા સંકટના સમયે તમારી મદદ કરી શકે છે.

ટ્રેનોમાં થાય છે ટિકિટના નામ પર ગેરકાયદેસર વસૂલી :

આપણે ઘણી વાર એવું જોઈએ કે સાંભળીએ છીએ કે, ઘણા બધા લોકો ટિકિટ વગર જ ટ્રેનમાં મુસાફરી કરતા રહે છે. અને એવું નથી કે, દરેક વ્યક્તિ જાણીજોઈને ટિકિટ ખરીદતા નથી. ઘણી વાર ઉતાવળમાં કે કોઈ બીજા કારણ સર પણ તે ટિકિટ ખરીદી નથી શકતા. આવું થવા પર એમને મુસાફરી દરમિયાન સતત એ વાત હેરાન કરે છે કે, જો કોઈ ટી.ટી પકડી લેશે તો અમારે મોટો દંડ ભરવો પડશે.

પરંતુ મિત્રો તમારી જાણકારી માટે જણાવી દઈએ કે, હવે ભારતીય રેલવેએ પોતાના યાત્રીઓ માટે એક એવો અનોખો નિયમ જાહેર કર્યો છે, જે આવી પરિસ્થિતિમાં ગેરકાયદેસર થતી વસૂલીમાં મદદરૂપ સાબિત થઇ શકે છે. મિત્રો, જો તમે કોઈ કારણ સર ટ્રેનની ટિકિટ ખરીદી શકો નહિ, અને ટ્રેનમાં મુસાફરી કરો છો, તો આવી સ્થિતિમાં હવે તમારે ટી.ટી.ને લાંચ આપવાની જરૂર નથી પડતી.

ટ્રેનની ટિકિટ હોય નહિ તો શું કરવું?

સૌથી પહેલા તો તમને એ જણાવી દઈએ કે, ટ્રેન છૂટી જવાના બીકથી ટિકિટ લીધા વગર ટ્રેનમાં ચઢવા વાળાએ હવે ટી.ટી.ને લાંચ આપવાની જરૂર નથી.

કારણ કે હવે રેલવેના નિયમ અનુસાર કોઈ પણ યાત્રી ચાલતી ટ્રેનમાં પણ ટિકિટ લઈ શકે છે. હા, આવું રેલવેના આરક્ષિત ટિકિટ આપવાની સુવિધા અંતર્ગત શરુ કરવામાં આવ્યું છે.

250 રૂપિયા વધારે આપવાની સાથે ટ્રેનમાં જ મળશે ટિકિટની સુવિધા :

મિત્રો, આ સુવિધા વિષે વાત કરતા રેલ્વે વિભાગે એવું જણાવ્યું છે કે, આ સુવિધાથી હવે વગર ટીકીટ વાળા યાત્રીઓ ટ્રેનમાં મુસાફરી દરમિયાન દંડ આપી શકે નહિ.

પણ રેલ્વેની આ શ્રેષ્ઠ સુવિધાનો ફાયદો મેળવવા માટે આવા યાત્રીઓએ એક કામ કરવું ખુબ જરૂરી હોય છે. એને એ કામ એ છે કે, વગર ટીકીટે ટ્રેનમાં મુસાફરી કરવા વાળા યાત્રીઓએ સૌથી પહેલા પોતે ટી.ટી.ને શોધીને, એને આ વાતની સુચના આપવી પડશે કે તેની પાસે ટીકીટ નથી.

ત્યારબાદ ટી.ટી સંબંધિત યાત્રી પાસેથી નક્કી ભાડાની સાથે 250 રૂપિયા વધારાનો ચાર્જ લઈને પોતાની પાસે રહેલ હેંડ હેલ્ડ મશીનથી ટીકીટ નીકાળીને તેને આપશે.

ટી.ટી ના ગોરખધંધા પર હવે લાગશે રોક :

મિત્રો, હંમેશા એવું જોવા મળે છે કે, લોકો ટ્રેન છૂટવાના ડરથી વગર ટીકીટે ટ્રેનમાં મુસાફરી કરે છે. જેનો ફાયદો ટી.ટી ઉઠાવે છે. પણ હવે રેલ્વેની આ નવી યોજનાથી ટી.ટી ના ગોરખધંધા પર રોક લગાવી શકાય છે.

જે યાત્રી ટ્રેન છુટવાની હાલતમાં વગર ટીકીટે ટ્રેનમાં મુસાફરી કરે છે, એનો ફાયદો ઉઠાવીને ટ્રેનની અંદર રહેલ ટી.ટી તેમના જોડે પોતાના પાસેથી પૈસા વસુલ કરે છે. અને એટલું જ નહિ ટી.ટી વેઈટીંગ ટીકીટ વાળા યાત્રીઓને બર્થ ખાલી ન હોવાની વાત કરીને, બીજા વધારે પૈસા લઈને તે સીટ ઉપલબ્ધ કરાવી આપવાનું કહીને એમની પાસે પૈસા વસુલ કરે છે. એવામાં હવે આ ભ્રષ્ટાચાર પર પણ રોક લાગી જશે અને યાત્રીઓએ પણ મુસીબતનો સામનો કરવો પડશે નહિ.