ભંગારમાંથી બનાવી દીધી ટ્રેન, ડેમ અને સિમેન્ટ ફેક્ટરી, જાણો આગ્રાના સંજય તોમર વિષે.

0
196

આગ્રાના સંજય તોમરે ઘરને જ બનાવી દીધી પ્રયોગ શાળા, ભંગારમાંથી બનાવી એવી વસ્તુઓ જે કોઈએ વિચારી પણ નહિ હોય. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સ્કિલ ઇન્ડિયા પ્રોગ્રામને આગ્રાના સંજય તોમરે ચરિતાર્થ કર્યો છે. ઘણી બધી સ્કૂલ-કોલેજોના સંચાલક સંજય તોમરે લાજપત કુંજમાં આવેલા પોતાના ઘરને જ પ્રયોગશાળા બનાવી દીધી છે. તેમણે ભંગારમાંથી રેલવે, વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, હાઈડ્રો ઈલેક્ટ્રીસીટી ડેમ, કેમિકલ પ્લાન્ટ, ન્યુક્લિઅર પાવર પ્લાન્ટ, સિમેન્ટ ફેક્ટરીની સાથે સાથે મોડલ ટાઉનનું મોડલ બનાવ્યું છે. રસપ્રદ વાત એ છે કે તે કળા વર્ગના વિદ્યાર્થી રહ્યા છે.

મોડલમાં 90 ટકા વેસ્ટ મટીરીયલનો ઉપયોગ : સંજય તોમરે જણાવ્યું કે તેમણે દરેક મોડલમાં 90 ટકા વેસ્ટ મટીરીયલનો ઉપયોગ કર્યો છે. લોકડાઉનના સમયગાળામાં મોટાભાગનો સમય મોડલ બનાવવામાં જ ખર્ચ કર્યો છે. પરિવારે પણ તેમાં સહયોગ આપ્યો છે. સંજય તોમર કહે છે કે, તેમને બધા મોડલ બનાવવામાં 9 મહિનાનો સમય લાગ્યો અને અમુક લાખ રૂપિયા ખર્ચ થયા. આને લઈને સંજય તોમર કહે છે કે, પ્રધાનમંત્રીએ નવી શિક્ષણ નીતિમાં કુશળતા અને ટેક્નિકલ શિક્ષણ પર ભાર આપ્યો છે. એટલા માટે મેં વિચાર્યું કે તેની શરૂઆત ઘરેથી જ કરવામાં આવે.

વેસ્ટ મટીરીયલ ભેગું કરવામાં થઇ મુશ્કેલી : સંજય તોમરનું કહેવું છે કે, તેમને મોડલ બનાવવા માટે સૌથી વધારે સમસ્યા વેસ્ટ મટીરીયલ ભેગું કરવામાં થઈ. તેમની ઈચ્છા મ્યુઝિયમ બનાવવાની છે, જેમાં ન ફક્ત તેમણે બનાવેલા મોડલ પણ શહેરના અન્ય કલાકારોની કૃતિઓને પણ સ્થાન આપવામાં આવશે.

સરપટમાંથી બનાવી સુંદર કલાકૃતિઓ : સંજય તોમરે સરપટ (વાંસજેવો છોડ) માંથી ઘણા ભવનોના મોડલ બનાવી ચુક્યા છે. તે ભણતરના દિવસોથી આ કામ કરી રહ્યા છે. અમેરિકી સંસદ ભવન, તાજમહેલ, સેંટ જોંસ કોલેજ, કર્ણાટકની વિધાનસભા, શેખ સલીમ ચિશ્તીની દરગાહ, આગ્રા વિશ્વવિદ્યાલયનું મોડલ સરપટમાંથી બનાવી ચુક્યા છે.

ભવનોના મોડલ બનાવવા માટે વર્ષ 1987 માં સંજય તોમરને રાજ્ય પુરસ્કાર પણ મળ્યા છે. બાદમાં તે રાષ્ટ્ર સ્તર પર પુરસ્કૃત થયા છે. વર્ષ 1992 માં સંજય તોમરે અયોધ્યામાં પ્રસ્તાવિત રામમંદિરનું મોડલ સરપટમાંથી બનાવ્યું હતું.

આ માહિતી એબીપી ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.