ટ્રાફિક પોલીસ હવે તમારી પર ચલાવશે આ બંદૂક, હવે ફાસ્ટ ચલાવવા વાળાની ખેર નથી.

0
1774

ભારતીય રોડને દુનિયાના સૌથી ખતરનાક રોડમાં ગણતરી કરવામાં આવે છે. ભારતીય રોડ ઉપર થતા મોટાભાગના અકસ્માતમાં ખાસ કરીને મોટાભાગની ઘટના ઓવર સ્પીડીંગના હોય છે. જેમ જેમ કારોની સ્પીડ વધતી જાય છે, એટલી જ અકસ્માતોની સંખ્યા પણ વધતી જાય છે. અને ઘણા રાજ્યોની ટ્રાફિક પોલીસ સ્પીડના નિયમનો ભંગ કરવા વાળાને પકડવા માટે હાઈ ટ્રેક કેમેરા દ્વારા પકડી રહી છે.

સરકારે ખરીદી ૩૯ સ્પીડ ગન :-

અમુક રાજ્યોએ પોતાના રાજ્યની પોલીસને હાઈ-ટેક લેઝર ગન આપવામાં આવી રહી છે. રીપોર્ટસના જણાવ્યા મુજબ આ નવી લેઝર ગન જૂની રડાર ગનની સરખામણીમાં વધુ આધુનિક છે. સરકારે એવી ૩૯ સ્પીડ ગન ખરીદી છે, જેની કિંમત ૩.૯ કરોડ રૂપિયા છે.

૧ કીમીના અંતરેથી જાણી લેશે કારની ગતિ :-

આ ગનોની વિશેષતા એ છે કે તે માત્ર સાઈઝમાં ઘણી નાની છે અને તે એક સાથે ત્રણ અલગ અલગ વાહનોને ટ્રેક કરી શકે છે. એ તેની સૌથી મોટી ખાસિયત છે કે તે સામાન્ય રડાર ગનની સરખામણીએ તેની રેંજ બમણી છે. જ્યાં સામાન્ય રડારની બેસ્ડ સ્પીડ ટ્રેપ્સની રેંજ લગભગ ૫૦૦ મીટર હોય છે, આ લેઝર બેસ્ડ એક કી.મી.ના અંતરેથી જ કારની ગતી નક્કી કરી લેશે.

રીડીંગ એકદમ સચોટ :-

એ લેઝર સાધનની રીડીંગ એકદમ સચોટ હોય છે. અને તેને હાથથી કંટ્રોલ કરી શકાય છે અને કોઈ ટ્રાઈપોડ લગાવવાની જરૂર નહિ પડે. હાલમાં ટ્રાફિક પોલીસ ટ્રાઈપોડ ઉપર લગાવવામાં આવેલી ડીવાઈસને ગાડીની પાછળ લગાવીને ઓવર સ્પીડીંગ વાહનો ઉપર ધ્યાન રાખે છે. હાલમાં તેમાંથી પાંચ ડીવાઇસેસ અમેરિકા પાસેથી ખરીદવામાં આવી છે અને અમદાવાદ પોલીસને સોંપવામાં આવી છે.

થઇ શકે છે ઈન્ટરનેટથી કનેક્ટ :-

અને તે ગન ઈન્ટરનેટથી કનેક્ટ થઇ શકે છે અને વાહન ચાલકોએ ફોટા વાળું ઈ-ચલણ મોકલી શકે છે. અને જરૂર પડે ત્યારે આ ડીવાઈસ સ્થળ ઉપર ચલણની પ્રિન્ટ કાઢી શકે છે. તે ઉપરાંત આ ડીવાઈસ ઓવર સ્પીડ વાળા વાહનોનો વિડીયો પણ રેકોર્ડ કરી શકે છે.

પોંડીચેરી પોલીસ પાસે પણ આધુનિક લેઝર સ્પીડ ગન :-

હાલમાં ગુજરાતમાં આવા પ્રકારની લેઝર બેસ્ડ ગનનો ઉપયોગ થઇ રહ્યો છે. તેના માટે અહિયાં વિશેષ તાલીમની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. એ પોંડીચેરી પોલીસ પણ આધુનિક લેઝર બેસ્ડ ગનનો ઉપયોગ શરુ કરી દેશે.

આજનો રજુ કરવામાં આવેલો આ આર્ટીકલ તમને લોકોને જરૂર પસંદ આવ્યો હશે જ એવા વિશ્વાસ સાથે અમે હ્રદયપૂર્વક તમને વિનંતી કરીએ છીએ કે આ આર્ટીકલને તમે તમારા મિત્રો અને સંબંધિઓને વધુમાં વધુ શેર કરશો જેથી આ આર્ટીકલ અંગેની માહિતી તેમના સુધી પણ પહોચી શકે અને તેઓ તેનાથી માહિતગાર થઇ શકે અને તેનો ઉપયોગ તેમના જીવનમાં પણ લઇ શકે. આ કાર્ય તો કોઈ પણ જરૂરિયાત વાળાને મદદ કરવા સમાન છે, અને પુણ્ય સમાન છે. કેમ કે તમારા શેરથી જો જોઈ એક પણ વ્યક્તિના જીવનમાં ઉપયોગમાં આવી જાય છે તો પણ ઘણું મોટું પુણ્યનું કામ કર્યા સમાન ગણાશે. તો તમે હ્રદયપૂર્વક શક્ય હોય એટલા વધુમાં વધુ લોકોને જરૂર થી શેર કરો એવી અમે આશા રાખીએ છીએ, જય હિન્દ.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.