ટ્રાફિક પોલીસ કારણ વગર મેમો નહિ ફાળે, અને નઈ તપાસે ડોક્યુમેન્ટ, પણ માનવી પડશે આ એક શરત

0
1104

હરિયાણામાં ટ્રાફિક પોલીસ કારણ વગર મેમો નહિ ફાડે, અને ન તો દસ્તાવેજોની ચકાસણી કરશે. પરંતુ ત્યારે, જયારે તમે એક શરત માન્ય રાખીને તેનું પાલન કરશો તો. ખાસ કરીને જો રોડ ઉપર ચાલક યોગ્ય રીતે ગાડી ચલાવી રહ્યા છે, તો ન તો તેનો મેમો ફાડવામાં આવશે, અને તેના દસ્તાવેજો પણ ચકાસવામાં નહિ આવે. હરિયાણા પોલીસે હવે અકસ્માતવાળા વિસ્તારોમાં જ ચલણ ઉપર વધુ ધ્યાન આપવાનો નિર્ણય લીધો છે.

પોલીસ મહાનિર્દેશક મનોજ યાદવે જણાવ્યું છે કે, એક સર્વેક્ષણ મુજબ રાજમાર્ગો ઉપર ૩૫ ટકા ચલણ બનતા છે, જયારે ૬૫ ટકા રોડ અકસ્માત સાંજના ચારથી રાતના ૧૨ વાગ્યા વચ્ચે થાય છે. તેમણે કહ્યું કે મોટાભાગના અકસ્માતો વેઝીબીલીટી વોયલેશનને કારણે થાય છે. એટલા માટે તમામ પીસીઆરમાં સાઈન બોર્ડની વ્યવસ્થા કરવામાં આવશે. જે અકસ્માત સ્થળથી ૧૫૦ મીટર પહેલા રાખવામાં આવશે. પોલીસની દેખરેખ હવે રોડ સેફટી ઓરીએન્ટેડ રહેશે. જેનો ઉદ્દેશ્ય સુરક્ષિત ડ્રાઈવિંગનો છે.

રાજ્યમાં ડ્રીંક એન્ડ ડ્રાઈવની વિરુદ્ધ સખત અભિયાન ચલાવવામાં આવશે. પોલીસે પરિવહન નીદેશાલયને ૧૯૫૨ ડ્રાઈવિંગ લાયસન્સ રદ્દ કરવાની ભલામણ કરી છે. આ લાયસન્સ ખોટી રીતે ડ્રાઈવિંગ કરવા વાળાના છે. પરિવહન વિભાગના એસીએસ ટી.સી.ગુપ્તાએ જણાવ્યું કે, રાજ્યમાં હાલના સમયમાં સાત ટ્રોમાં સેન્ટર છે, જે વધારીને ૧૩ કરવામાં આવશે. તે બાબતમાં ત્રણ એમઓયુ થઇ ગયા છે, જેના હેઠળ ખાનગી હોસ્પિટલો અને મેડીકલ કોલેજોમાં ટ્રોમાં સેન્ટરની સુવિધા પૂરી પાડવામાં આવશે.

રોડ અકસ્માતમાં સાત ટકાનો ઘટાડો :

પરિવહન મંત્રી કૃષ્ણ લાલ પંવારે જણાવ્યું કે, ૧૦ વર્ષોની સરખામણીમાં રાજ્યમાં પહેલી વખત છ મહિનામાં રોડ અકસ્માતોમાં ૭ ટકાનો ઘટાડો થયો છે. જેના પરિણામ રૂપે મૃત્યુદરમાં પણ ૩ ટકાનો ઘટાડો થયો છે. હરિયાણા એવું પહેલું રાજ્ય છે, જેણે રોડ અકસ્માત ઓછા કરવાના ઉદેશ્યથી વિઝન ઝીરો લાગુ કર્યો.

રાજ્યમાં લગભગ ૧૬૫૦ બ્લેક સ્પોટ ચિત્રો બનાવવામાં આવ્યા હતા. જેમાંથી ૧૫૦૦થી વધુને દુર કરી દેવામાં આવ્યા છે. રાષ્ટ્રીય રાજમાર્ગો પ્રાધિકરણના ૪૮ ટકા અને હરિયાણા રાજ્ય અકસ્માત બોર્ડના ૨૪ ટકા બ્લેક સ્પોટ સાથે જોડાયેલી બાબત ધીમી છે.

રાજસ્થાન, હિમાચલે કર્યું હરિયાણાનું અનુકરણ :

પરિવહન મંત્રી કૃષ્ણ લાલ પંવારના જણાવ્યા મુજબ, હરિયાણા તે રાજ્યોમાંથી એક છે જ્યાં રોડ સુરક્ષાને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યથી કાયદો બનાવવામાં આવ્યો છે. તેની હેઠળ ચલણથી મળતી આવકની રકમના ૫૦ ટકા રકમ રોડ સુરક્ષા વિભાગમાં જમા કરાવવામાં આવે છે. હરિયાણાનું અનુકરણ રાજસ્થાન અને હિમાચલ પ્રદેશ જેવા રાજ્યોએ પણ કર્યું છે.

પોલીસ વિભાગે ગયા વર્ષે સીટ બેલ્ટ વગરના લગભગ ૧.૬૬ લાખ, હેલ્મેટ વગરના લગભગ ૨.૬૦ લાખ, ડ્રાઈવિંગ કરતી વખતે મોબાઈલ ફોનનો ઉપયોગ કરવાના લગભગ ૪૩૦૦ અને ડ્રીંક એંડ ડ્રાઈવના લગભગ ૮૭,૦૦૦ ચલણ કાપ્યા છે.

૩૪ ટકા અકસ્માત બે પૈંડા વાળા વાહનોના :

રાજ્યમાં લગભગ ૩૪ ટકા અકસ્માત બે પૈંડા વાળા વાહનોના થાય છે. એટલા માટે કોલેજ અને વિશ્વવિદ્યાલય સ્તર ઉપર બાળકોને ડ્રાઈવિંગની તાલીમ આપવા ઉપર વિચાર ચાલી રહ્યો છે. ખાનગી કંપનીઓના માધ્યમથી શિક્ષણ સંસ્થાઓમાં ડ્રાઈવિંગની તાલીમ પૂરી પાડીને અકસ્માતમાં ઘટાડો લાવવાની તૈયારી છે.

હાઈ પાવર પરચેઝ સમિતિ પાસે બસ ખરીદવા અંગે :

પંવારે જણાવ્યું કે વર્ષ ૨૦૧૪માં રોડવેઝ બસોની સંખ્યા ૪૧૦૦ હતી, જે હવે લગભગ ૩600ની રહી ગઈ છે. ૩૬૭ રોડવેજ બસો ખરીદવાની માંગણી હાઈ પરચેઝ સમિતિને મોકલી દેવામાં આવી છે. રાજ્યમાં હાલના સમયમાં દરરોજ લગભગ ૩૩ લાખ લોકોને પરિવહન સુવિધાની જરૂર છે, જયારે અમે દરરોજ લગભગ સાડા ૧૨ લાખ લોકોને જ પરિવહન સુવિધાઓ પૂરી પાડી રહ્યા છીએ.

કિલોમીટર સ્કીમ શરુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. પરંતુ દરોમાં ફેરફાર આવવાને કારણે એ યોજના પાર પડી શકી નથી. હવે ૧૯૦ બસોના ટેન્ડર બહાર પાડ્યા છે, જેના માટે ૨૧ થી ૨૨ રૂપિયાનો ભાવ મળ્યો છે, ખાનગી ઓપરેટરોને બસ આપવાનું કહ્યું છે.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.