ટ્રાફિક જામથી હતો પરેશાન, બનાવી દીધું પોતાનું હેલીકોપટર, જાણો વધુ વિગત

0
488

જયારે પણ તમે ટ્રાફિક જામમાં ફસાવ છો, તો તમારું મન થાય છે કે તમે ઉડીને ટ્રાફિક જામ વાળી, જગ્યાઓથી દૂર નીકળી જાવ. બસ આ જ વાત ઈંડોનેશિયાના જકાર્તામાં રહેવા વાળા જુજુન જુનૈદીના મગજના બેસી ગઈ. અને એમણે પોતાનું હેલીકૉપટર બનાવી દીધું.

કંટાળી ગયા હતા રોજના ટ્રાફિક જામથી : જુનૈદી

જુજુન જુનૈદી કહે છે કે, તે રોજ રોજના ટ્રાફિક જામથી કંટાળી ગયા હતા. એટલા માટે એમણે નિર્ણય લીધો કે તે પોતાનું હેલીકૉપટર બનાવશે અને એમાં ઉડશે.

ગાડી મેકેનિક છે જુજુન જુનૈદી :

જુજુન જુનૈદીએ જણાવ્યું કે, તે ગાડીઓના મેકેનિક છે. એમણે 18 મહિના પહેલા જ હેલીકૉપટર બનાવવાનું શરુ કર્યું હતું. ત્યારથી લઈને અત્યાર સુધી તે 1.50 લાખ રૂપિયા ખર્ચ કરી ચુક્યા છે.

જાણો શું ખાસ છે જુજુન જુનૈદીના હેલીકૉપટરમાં?

જુજુન જુનૈદીએ જણાવ્યું કે, એમના હેલીકૉપટરની લંબાઈ 26 ફૂટ છે. તે પેટ્રોલથી ઉડશે. તેમાં 700 સીસીનું 23 હોર્સપાવરનું જનરેટર લાગેલું હતું. અત્યાર સુધી આનું ઉડવાનું પરીક્ષણ નથી કરવામાં આવ્યું.

દીકરો પણ કરી રહ્યો છે જુનૈદીના કામમાં મદદ :

જુજુન જુનૈદીને આશા છે કે એમનું હેલીકૉપટર 2019 ના અંત અથવા 2020 ની શરૂઆત સુધીમાં બની જશે. એ પછી તે ફ્લાઈ ટેસ્ટ કરશે. હેલીકૉપટરને બનાવવા માટે જુજુન જુનૈદી રોજ થવાવાળી કમાણીનો એક ભાગ લગાવે છે.

આશા રાખીએ કે તે આ કામ જલ્દી જ પૂરું કરી દે. અને તેમનું હેલીકૉપટર ઉડવામાં સફળ રહે. ત્યાંની સરકાર એમને હેલીકૉપટર ઉડાવવાની પરવાનગી આપશે કે નહિ એ તો સરકારે જોવાનું રહ્યું. પણ જુજુન જુનૈદીની મહેનત રંગ લાવે અને હેલીકૉપટર ઉડવા માંડે એ જ એમની ખરી સફળતા ગણાશે.

જુઓ તેના બીજા ફોટા :

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.