રોંગ સાઈડમાં ચાલતા ટ્રેક્ટરે બાઈકને ટક્કર મારી, બન્યો આટલા બધા હજાર રૂપિયાનો મેમો, જાણો વધુ વિગત

0
454

આજકાલ જો સૌથી વધુ અકસ્માત થતા હોય તો તે છે રોડ અકસ્માત. અને તેમાં મોટાભાગના અકસ્માતોમાં વાહન ચાલકોનો જ દોષ હોય છે. તેમાં વાહન ચાલકો બેદરકારી પૂર્વક વાહન ચલાવવતા, દારુ પી ને વાહન ચલાવતા, હેલ્મેટ વગર વાહન ચલાવતા અને ઓવરલોડ અને ઓવર સ્પીડમાં વાહન ચલાવતા જોવા મળતા હોય છે. અને કોઈને નિયમ મુજબ વાહન ચલાવવું પસંદ નથી હોતું.

તો તેને અટકાવવા માટે પહેલા તો આપણે બધાએ આ પ્રકારના નિયમોનું સંપૂર્ણ રીતે પાલન કરવું જોઈએ, ત્યાર પછી જ આપણે ખરાબ રોડ અને ખરાબ ટ્રાફિકના દોષ કાઢવા જોઈએ. હવે આ બધા ઉપર નિયંત્રણ લાવવા માટે સરકારે જ તેના માટે કડક કાયદાનો અમલ શરુ કરી દીધો છે.

નવા મોટર કાયદા હેઠળ ગુડગાંવમાં એક ટ્રેક્ટર ચાલકનું ૫૯ હજાર રૂપિયાનું ચલણ કપાયું છે. એસીપી ટ્રાફિક અશોક કુમારે જણાવ્યું કે, એક ઓવરલોડ ટ્રેક્ટર ટ્રોલીના ડ્રાઈવરે રેડ સિગ્નલ જંપ કરવાની ગડમથલમાં એક મોટરસાયકલને ટક્કર મારી દીધી હતી.

ટ્રાફિક પોલીસે ન્યુ કોલોની વળાંક પાસે તેને તપાસ માટે અટકાવ્યો, તો ચાલક પાસે કોઈ દસ્તાવેજ ન મળ્યા. નવા નિયમો હેઠળ પોલીસે ડ્રાઈવિંગ લાયસન્સ, આરસી, ફિટનેસ પ્રમાણપત્ર, વીમો ન હોવા ઉપરાંત ખતરનાક વસ્તુ રાખવા, ખતરનાક ડ્રાઈવિંગ, ટ્રાફિક નિયમોનું પાલન ન કરવું, રેડ લાઈટ જમ્પ અને હાઈબીમના ગુન્હામાં રામગોપાલનું ૫૯ હજારનું ચલણ કાપી નાખ્યું. પોલીસે ટ્રેક્ટર ઈમ્પાઉંડ કરી લીધું.

ડ્રાઈવરે બુધવારે સવારે ટ્રેક્ટરના થોડા દસ્તાવેજ બતાવી દીધા. તેમ છતાં પણ તેને ૧૩ હજાર રૂપિયાનું ચલણ તો ભરવું જ પડશે. ઉલ્લેખનીય છે કે, ગુડગાંવમાં દસ્તાવેજ ન દેખાડવા ઉપર ૨૩ હજાર, ૨૪ હજાર અને ૩૫ હજાર રૂપિયાના ચલણ પણ થઇ ગયા છે.

દારુ પી ને ડ્રાઈવિંગ કરી રહેલા ઓટો વાળાનું ૪૭,૫૦૦ રૂપિયાનું ચલણ :

ભુવનેશ્વરમાં દારુ પી ને વાહન ચલાવવા વાળા ઓટો રીક્ષા ચાલક ઉપર ૪૭,૫૦૦ રૂપિયાનો દંડ લાગ્યો.

દિલ્હીના પાંડવ નગરના રહેવાસી હર સહાયનું ૨૭ હજાર રૂપિયાનું ચલણ કપાયું હતું. તેમણે ૩ સપ્ટેમ્બરે ચુકવણી કરી.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારા એક શેયરથી કોઈના જીવનમાં ઘણો મોટો ફાયદો થઇ શકે છે, અને તેનું ફળ કુદરત તમને જરૂર આપે છે. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

આ માહિતી દૈનિક ભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.