ટોઈંગ ક્રેઈન બંધ કરવા માટે પોલીસ કમિશનરને મળી લીગલ નોટિસ

0
5086

સોશિયલ મીડિયા પર છાપાના એક કટિંગ ટાઈપનો ફોટો વાયરલ થઈ રહ્યો છે. એમાં જે લખવામાં આવ્યું છે અમે તમને જણાવીઈ છીએ.

સુરત શહેરમાં ટોઈંગ ક્રેઈન બંધ કરવા બાબતે પોલીસ કમિશનરને લીગલ નોટિસ આપવામાં આવી છે. અને એની પાછળનું કારણ ટ્રાફિક પોલીસ દ્વારા સેન્ટ્રલ વ્હીકલ રૂલ્સ 1989 નો ભંગ કરવામાં આવ્યો છે એવું જણાવવામાં આવ્યું છે. એક્ટિવીસ્ટ સંજય ઇઝાવાએ એડવોકેટ ગીરીશ હારેજજા મારફતે પોલીસ કમિશ્નરને ટોઈંગ ક્રેઈન 7 દિવસમાં બંધ કરવા માટેની લીગલ નોટિસ ફટકારવામાં આવી છે. અને એમણે નાયબ પોલીસ કમિશનર ટ્રાફિકને પણ આ નોટિસ પાઠવી છે.

પોલીસ કમિશનરને આપવામાં આવેલી નોટિસમાં એવું જણાવવામાં આવ્યું છે કે, ટોઈંગ ક્રેન માટે વપરાતા વાહનોમાં સ્પીડ ગવર્નર નથી. અને ક્રેઈનની ગતિ 40 કિ.મી. સુધી નિયમિત કરવાની જોગવાઈનો પણ એમના દ્વારા અમલ થયો નથી. આ કરેઈનની પાછળના બોર્ડ પર કોઈ પણ વ્યક્તિને બેસવા કે ઉભા રહેવાની જોગવાઈ નથી. છતાંપણ એ લોકો ઉભા રહે છે. જો વાહનને લોક મારવામાં આવ્યો હોય તો એના પર ટોઇંગ ચાર્જ લેવાનો હોતો નથી. મોટર વ્હીકલ એક્ટની જોગવાઈ મુજબ, ટોઇંગ વાહનની બોડીની બહાર ટો કરેલા વાહનો લટકાવીશકાય નહિ.

જણાવી દઈએ કે, સુરત શહેર પોલીસે નિયમોનો ભંગ કરતા લોકોની ગાડી લઇ જવા માટે 52 જેટલી ક્રેઈન ભાડે રાખવા માટે એજન્સીને પત્ર પાઠવ્યો છે. એમાં ટુ વ્હીલર વાહનોનો ટોઇંગ ચાર્જ 75 + જીએસટી છે, જયારે ફોર વ્હીલર માટે ટોઇંગ ચાર્જ 500 + જીએસટી છે. પણ ફોર વ્હીલર માટે અગ્રવાલ એજન્સીને 1150 + જીએસટીનો દર મજુર કરી રાખવામાં આવ્યો છે. અને આ નિયમની વિરુદ્ધ છે. સરકારે નક્કી કરેલા ચાર્જ કરતા વધારે ચાર્જ લઇ શકાય નહિ.

તેમજ આરટીઓના નિયમ મુજબ ટો કરેલા વાહનો ટોઈંગ ક્રેઈનની જગ્યાની બહાર લટકી શકે નહિ. અને આ નિયમનો ભંગ થવા બદલ આરટીઓ યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ. પણ આરટીઓ ઇરાદાપૂર્વક પોલીસની આ ખોટી કામગીરી સામે નાક આડા કરે છે. અને તેઓ જાતે જ એમને નિયમનો ભંગ કરવા માટે પરવાનો આપે છે. એટલું જ નહિ વાહનો ટો કરવા માટે આવતા કર્મચારીઓ યુનિફોર્મમાં પણ નથી હોતા. અને વાહનો ટો કરતી વખતે એ કર્મચારીઓનું વર્તન પણ શોભાસ્પષ્ટ હોતું નથી.

તેમજ આ ટોઇંગ ક્રેઈનની ડ્રાઈવર કેબિનમાં ફક્ત 2 લોકોને જ બેસવાની સત્તા હોય છે. પણ એ લોકો એમાં પણ નિયમભંગ કરે છે. અને આ બધી બાબત ઇઝાવા તરફથી એમના હાઇકોર્ટના વકીલ ગીરીશ હારેજાએ લીગલ નોટિસમાં જણાવી છે. અને જો આ બાબતે 7 દિવસમાં કાર્યવાહી ન થાય તો સ્થાનિક સેસન્શ કોર્ટ અથવા હાઇકોર્ટમાં ન્યાય માંગવાની ચીમકી પણ આપવામાં આવી છે.

મિત્રો, જો તમને અમારો આ લેખ પસંદ આવ્યો હોય, તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તેમજ તમે તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો એ તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરીને લોકો સુધી પહોંચાડી શકીએ. અને ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશની જાણકારી, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.