આમણે 10 દિવસ સુધી ડોલની અંદર મૂકી રાખ્યા ટમેટાના ટુકડા, અને પછી થયો આવો ચમત્કાર.

0
1810

આમ તો ફળ અને શાકભાજી ઉગાડવાનું કામ ખતર અને વાડીઓમાં કરવામાં આવે છે. પણ ઘણા સમયથી લોકો ઓર્ગેનિક ખેતી દ્વારા પોતાના ઘરમાં અમુક ફળ અને શાકભાજી ઉગાડતા આવ્યા છે. અને ઘરમાં સરળતાથી ઉગતા શાકભાજીમાં બટેટા અને ડુંગળી તેમજ પાલક, રીંગણ, ટમેટા, કોથમીર, આદું, કઢી લીમડો, અજમો વગેરે જાણીતા છે.

પણ જો કોઈએ ઘરમાં ટમેટા ઉગાડ્યા હશે, તો તેને ખબર હશે કે ટમેટાના ઉગતા 1 થી 1.5 મહિનો લાગે છે. પણ જણાવી દઈએ કે, એક વ્યક્તિએ માત્ર 10 દિવસમાં જ ટમેટાના છોડ ઉગાડી દીધા. વાત માનવી મુશ્કેલ છે પણ એમણે આ કામ કરી દેખાડયું અને એની જાણકારી સોશિયલ સાઈટ્સ પર પણ આપી. અને એ પછી લોકોએ એ વ્યક્તિની ઘણી પ્રશંસા પણ કરી.

જાણો, કેવી રીતે થયો આ ચમત્કાર?

થોડા સમય પહેલા સોશિયલ સાઈટ્સ ઉપર એક વ્યક્તિએ માત્ર 10 દિવસમાં જ ટમેટાના છોડને ઉગાડવાની વાત શેયર કરી હતી. એમણે જે રીત જણાવી એ રીત ખુબ સરળ છે. આજે અમે તમને એ રીત વિષે જણાવવાના છીએ, જેથી તમે પણ એમની જેમ 10 દિવસમાં ટમેટાના છોડ ઉગાડી શકો.

જણાવી દઈએ કે, એ વ્યક્તિએ સૌથી પહેલા એક ડોલ લઈને એને ચોખ્ખી માટીથી અડધી ભરી દીધી. પછી એ ડોલમાં ટમેટાના પાતળા પાતળા ટુકડા કરીને મુકી દીધા.

એમણે જણાવ્યું કે, અહિયાં ધ્યાન આપવાની વાત એ છે કે ટમેટાના ટુકડા બીજ વાળા હોવા જોઈએ. આ ટુકડામાં જેટલા વધુ બીજ હશે, એટલા જ વધુ છોડ નીકળશે. ડોલમાં ટમેટાના ટુકડા મુક્યા પછી એમણે બીજી માટી તે ટુકડા ઉપર નાખી દીધી. અને બધી માટીને એક જ લેવલ ઉપર કરી દીધી.

ત્યારબાદ એ ડોલને 10 દિવસ સુધી બગીચામાં એમ જ રહેવા દીધી. અને 10 દિવસ પછી તેમાં નાના નાના ટમેટાના છોડ ઉગી નીકળ્યા. ત્યારબાદ એમણે પોતાની આ નવી ટેકનીકને લોકો સાથે સોશિયલ સાઈટ્સ ઉપર શેયર કરી. અને લોકોએ તેમના ખુબ વખાણ કર્યા છે.

મિત્રો, જો તમે પણ ઘરના બગીચામાં ટમેટાના છોડ રોપવાનું વિચારી રહ્યા હોવ, તો આ સરળ રીતે જાતે જ ટમેટાની મદદથી છોડને ઉગાડી શકો છો.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

આ માહિતી પત્રિકા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.