મળો બોલીવુડના એ પ્રખ્યાત સ્ટાર્સને, જે પહેલી ફિલ્મમાં બન્યા કપલ તો બીજામાં બન્યા ભાઈ-બહેન.

0
143

પહેલી ફિલ્મમાં કર્યો રોમાન્સ તો બીજી ફિલ્મમાં બની ગયા ભાઈ-બહેન, કહેવાય છે બોલીવુડની વિચિત્ર જોડીઓ. કલાકાર એ હોય છે જે દરેક ભૂમિકામાં પોતાને ઢાળી લે. બોલીવુડમાં ઘણા એવા ફિલ્મી ક્લાલારો છે, જેમણે એક ફિલ્મમાં પ્રેમી-પ્રેમિકાની જોડી બનાવી છે, તો ઘણી ફિલ્મોમાં તે ભાઈ-બહેનની જોડી બનાવતા પણ જોવા મળ્યા છે. અહિયાં અમે તમને બોલીવુડના થોડા એવા જ કલાકારો વિષે જણાવવા જઈ રહ્યા છીએ.

દીપિકા પાદુકોણ અને અર્જુન રામપાલ : દીપિકા પાદુકોણ અને અર્જુન રામપાલે વર્ષ 2007માં આવેલી ફિલ્મ ઓમ શાંતિ ઓમમાં પ્રેમી પ્રેમકાની ભૂમિકા નિભાવી હતી. પછી 2010માં ફિલ્મ હાઉસફૂલમાં બંને એક બીજાના ભાઈ-બહેનની ભૂમિકામાં જોવા મળ્યા હતા.

રણવીર સિંહ અને પ્રિયંકા ચોપડા : બજીરામ મસ્તાની અને ગુંડા જેવી ફિલ્મોમાં જેમાં પ્રિયંકા ચોપડા અને રણવીર સિંહે એક બીજા સાથે રોમાન્સ કર્યો, અને દિલ ધડકને દો નામની એક ફિલ્મ હતી, જેમાં બંને ભાઈ-બહેનની ભૂમિકામાં જોવા મળ્યા.

અભિષેક બચ્ચન અને અસીન : બોલીવુડ અભિનેતા અભિષેક બચ્ચન અને અસીન ફિલ્મ બોલ બચ્ચનમાં ભાઈ-બહેન તરીકે જોવા મળ્યા હતા. ફિલ્મ ઓલ ઈઝ વેલ માં બંને એક બીજાના પ્રેમી પ્રેમિકાની ભૂમિકામાં નિભાવતા જોવા મળ્યા હતા.

અમિતાભ બચ્ચન અને હેમા માલિની : અમિતાભ અને હેમાએ ફિલ્મ બાગબાનના તેના રોમાન્સથી દરેકના દિલ જીતી લીધા હતા. તે ઉપરાંત પણ તેમણે બાબુલ, નસીબ, સત્તે પે સત્તા, દેશ પ્રેમી, વીર જારા અને નાસ્તિક જેવી ફિલ્મોમાં સાથે રોમાન્સ કર્યો છે. આમ તો 199૩માં ગહરી ચાલ નામની એક ફિલ્મમાં અમિતાભ હેમાના મોટા ભાઈની ભૂમિકામાં જોવા મળ્યા હતા.

એશ્વર્યા રાય અને શાહરૂખ ખાન : ઘણી સુપરહિટ ફિલ્મો જેવી કે દેવદાસ, મોહબ્બતે અને એ દિલ હૈ મુશ્કિલમાં બંનેએ રોમાન્સ કર્યો છે, પરંતુ જોશમાં શાહરૂખ ખાને મોટા પડદા ઉપર એશ્વર્યા રાયના ભાઈની ભૂમિકા ભજવી હતી.

સલમાન ખાન અને નીલમ : ફિલ્મ એક લડકા એક લડકીમાં બંને પ્રેમી પ્રેમિકા બન્યા હતા, પરંતુ વર્ષ 1998માં આવેલી ફિલ્મ હમ સાથ સાથ હૈ માં આ બંને ભાઈ બહેનની ભૂમિકામાં જોવા મળ્યા હતા.

દીપિકા પાદુકોણ અને જોન અબ્રાહમ : દીપિકા પાદુકોણ અને જોન અબ્રાહમ સાથે ફિલ્મ દેસી બોયસમાં રોમાન્સ કર્યો હતો. અને ફિલ્મ રેસ 2 માં દીપિકા પાદુકોણ જોન અબ્રાહમની બહેનનું પાત્ર નિભાવતી જોવા મળી હતી.

કરીના કપૂર અને તુષાર કપૂર : કરીના કપૂર અને તુષાર કપૂરે મુઝે કુછ કહના હૈ અને જીના સિર્ફ મેરે લિયે જેવી ફિલ્મોમાં એક બીજાના પ્રેમી પ્રેમિકાની ભૂમિકા નિભાવી, પરંતુ 2008માં રોહિત શેટ્ટીની ફિલ્મ ગોલમાલ રીટર્ન્સમાં કરીના અને તુષાર કપૂર ભાઈ-બહેન તરીકે જોવા મળ્યા હતા.

જુહી ચાવલા અને અક્ષય કુમાર : અક્ષય કુમાર અને જુહી ચાવલાએ સાથે ઘણી સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું છે. ખાસ કરીને મિસ્ટર એંડ મિસેજ ખેલાડીમાં આ બંનેની જોડી ઉપર તો દર્શકો આફરીન થઇ ગયા હતા. આમ તો તે બંને બોલીવુડના કલાકારો પણ ફિલ્મ એક રિશ્તામાં ભાઈ-બહેનની ભૂમિકા નિભાવતા જોવા મળી ચુક્યા છે.

જીનત અમાન અને દેવ આનંદ : ફિલ્મ હરે રામા હરે કૃષ્ણા, જે કે 1971 માં રીલીઝ થઇ હતી, તેમાં બંને ભાઈ-બહેનની ભૂમિકામાં જોવા મળ્યા હતા, પરંતુ ફિલ્મ હીરા પન્નામાં બંને વચ્ચે રોમાન્સ જોવા મળ્યો હતો.

જુહી ચાવલા અને સંજય સૂરી : માઈ બ્રધર નીખીલમાં સંજય અને જુહી ચાવલા સાથે કામ કર્યું હતું. જુહી ચાવલાએ આ ફિલ્મમાં સંજયની બહેનનું પાત્ર નિભાવ્યું હતું. અને ફિલ્મ ઝંકાર બીટ્સની વાત કરીએ તો તેમાં પણ બંનેએ સાથે કામ કર્યું, પરંતુ આ ફિલ્મમાં તે બંને પતિ-પત્નીની ભૂમિકામાં જોવા મળ્યા હતા.

સલમાન ખાન અને ડેઝી શાહ : ડેઝી શાહને બોલીવુડમાં બ્રેક સલમાન ખાને જ તેની ફિલ્મ જય હો થી આપ્યો હતો. આ ફિલ્મમાં જેમાં બંને પ્રેમી-પ્રેમિકા બન્યા હતા, અને ફિલ્મ રેસ ૩ માં બંને ભાઈ-બહેનના પાત્રમાં જોવા મળ્યા હતા.

આ માહિતી ઈન્ડિયા ફીડ્સ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.